For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકના નવા રાજ્યપાલ બન્યા વજુભાઇ વાળા

|
Google Oneindia Gujarati News

vajubhai-vala
નવી દિલ્હી, 26 ઑગસ્ટઃ દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

2.35pm: ઓસ્ટ્રેલિયાના રાજનૈતિજ્ઞ ક્લાઇવ પાલ્મરે એક ઇન્ટરવ્યૂમાં ચીની નાગરિકોને અપમાન કરવા માટે મંગળવારે માફી માંગી.

2.20pm: યૂક્રેનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોએ પૂર્વી યૂક્રેનમાં અલગતાવાદીઓ અને સરકારી દળોની વચ્ચે જારી સંઘર્ષની વચ્ચે સોમવારે સંસદ ભંગ કરી દીધી હવે સમય પહેલા 26 ઓક્ટોબરના રોજ ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે.

2.00pm: 4 નવા રાજ્યપાલોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વજુભાઇવાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે કલ્યાણ સિંહને રાજસ્થાનના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

1.20pm: સ્વિટ્ઝર્લેન્ડની સંસદ એક વાર ફરી નગ્ન સેલ્ફીને લઇને ચર્ચામાં છે. દેશની બાદેન નગરપાલિકાના મેયર ગેરી મૂલરને સંસદની કાર્યવાહી દરમિયાન પૂર્વ પ્રેમિકાને પોતાની નગ્ન સેલ્ફી મોબાઇલ ફોન દ્વારા મોકલતા પકડાયા હતા, ત્યાર બાદથી તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.

12.20pm: ધર્મગુરુ અને પાકિસ્તાન અવામી તહરીકના પ્રમુખ કાદરેએ સોમવારે સંસદના નીચલા ગૃહના સંભ્યોને સંસદ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો છે.

11.20am: વડોદરા સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

11.00am: ગુજરાતની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પાંચ નામ જાહેર કર્યા છે, જેમાં વડોદરાથી નરેન્દ્ર રાવત લોકસભાની ચૂંટણી લડશે.

10.40am: ફિલ્મ નિર્માતા મોરાની બ્રધર્સના બગલાની બહાર અંધાધૂંધ ફાયરિંગ, ગેંગસ્ટર રવિ પુજારા પર શક

10.20am: આજે મોદી સરકારના ત્રણ મહિના પુરા, આગામી થોડા દિવસોમાં સરકાર 100 દિવસોના કામકાજનો રિપોર્ટ રજૂ કરી શકે છે.

10.00am: 1993 થી 2010 સુધી કરવામાં આવેલા કોયલા બ્લોક ફાળવણી ગેરકાનૂની: સુપ્રીમ કોર્ટ

9.30am: મુજફ્ફરનગર રમખાણના આરોપી ભાજપના ધારાસભ્ય સંગીત સોમને મળી Z+ સુરક્ષા

9.00 am: 26/11 મુંબઇ હુમલાના છ વર્ષ પછી, આજે ચાબડ હાઉસ ફરીથી ખુલ્લુ મુકાશે.

8.20 am: મુંબઇ એરપોર્ટ પરથી લાઇબેરીયાથી આવતા એક યાત્રી શંકાસ્પદ રીતે ઇબોલા વાયરસગ્રસ્ત મળી આવ્યો છે.

8.00 am: જમ્મુ-કશ્મીરના કુપવાડા જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 5 આતંકવાદીઓ ઠાર મરાયા છે, જ્યારે સેનાના 3 જવાન શહીદ થયા છે. આ અથડામણ શનિવારથી ચાલી રહી હતી.

- વારાણસીના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં ચઢાવાના રૂપિયાઓની જેમતેમ વહેચણી કરવાનો મંદિરના લોકોનો જ આરોપ. સીબીઆઇ તપાસની માંગ કરાઇ.

- સોમવારે મળેલી સંતોની ધર્મ સંસદમાં વિવાદાસ્પદ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. સંતોએ નક્કી કર્યું છે કે મંદિરોમાંથી સાઇની મૂર્તિઓ હટાવવામાં આવશે. અને જો નહીં હટે તો તેને બળજબરીપૂર્વક હટાવવામાં આવશે.

- બિહારની પેટાચૂંટણીમાં લાલુ-નીતિશ કુમાર ગઠબંધને 6 બેઠકો પર વિજય મેળવ્યો જ્યારે ભાજપે 4 બેઠકો પર જીત નોંધાવી.

English summary
Latest News in brief of 26 August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X