For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: વડાપ્રધાન આજે સાંજે જાપાન જવા માટે રવાના થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઑગસ્ટઃ દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

2.30pm: આરએસએસના 'હિન્દુ, હિન્દુસ્તાની'નું નઝમા હેપતુલ્લાએ કર્યું સમર્થન, પછી મારી ગુલાટી

2.00pm: દિલ્હીમાં સરકાર બનાવવાની અફવા ચાલી રહી છે. અફવાઓથી સ્પષ્ટ છે કે ભાજપ જોડતોડથી સરકાર બનાવવામાં લાગેલી છે: આપ

1.45pm: યૂપીમાં ગુંડારાજ ચાલી રહ્યું છે. ગુનેગાર-નેતાઓનું ગઠજોડ છે: સંજય સિંહ

1.30pm: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનમંત્રી આગામી મહિને ભારતની યાત્રા કરશે.

1.15pm: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું- ઇંટરનેટ પર અશ્લીલ સામગ્રી પર કાબૂ માટે કાયદો, ટેક્નોલોજી અને વહિવટીતંત્ર મળીને કામ કરવું પડશે.

1.00pm: કેરળમાં બાલ લગ્નોમાં વધારો: યૂનિસેફ

12.30pm: ગણેશ ઉત્સવ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પોતાના ઘરે ગણપતિની પૂજા કરી

12.15pm: સોનિયાની પ્રતિક્રિયાથી મારા પુસ્તકનું વેચાણ વધ્યું: નટવર સિંહ

12.00pm: મેધાલયમાં બસ ખાઇમાં પડી જતાં ચારના મોત

11.55am: ગયા અઠવાડીએ સીરિયાના રક્કા એરબેઝ પર કબ્જો કરનાર ઇસ્લામિક સ્ટેટ આતંકવાદીઓએ 250 સીરિયાઇ સૈનિકોની હત્યા કરીને તેમનો વીડિયો બનાવ્યો છે.

10.00am: ગણેશ ચતુર્થી ના અવસરે હૈદરાબાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ તહેવાર વધું આકર્ષિત બનાવવા માટે 60 ફૂટ ઉંચી ગણેશજીની પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે.

9.30 am: ભારત-પાકિસ્તાનની વચ્ચે સરહદ પર શુક્રવારે પહેલીવાર તણાવ ઓછો કરવા માટે સેક્ટર લેવલની બેઠક યોજાવાની છે. આરએસપુરા સેક્ટરમાં ફ્લેગ મીટિંગ યોજાવા જઇ રહી છે.

9.00 am: ઉપમહાદ્વીપથી બહાર પોતાની પહેલી વિદેશ યાત્રા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે જાપાન માટે રવાના થશે. તેમની આ યાત્રા વૈશ્વિક સહયોગને નવા સ્તર પર લઇ જવા માટે થઇ રહી છે. મોદી પોતાની ચાર દિવસની યાત્રા દરમિયાન રક્ષા, અસેન્ય પરમાણુ, માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

8.50 am: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટ્ટ પોતાની પહેલી ભારતીય મુલાકાત આવતા અઠવાડીએ કરવા જઇ રહ્યા છે. જેમાં બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય બેઠક યોજાશે.

8.45 am: લલિત મોદીએ ટાઇમ્સ નાવને જણાવ્યું કે મારું પહેલું પગલું મારો પાસપોર્ટ પરત લેવાનું રહેશે, તે સમય લેશે પરંતુ તે હું કરીશ, કોઇ મને ભાગેડું કહી શકે નહીં.

8.30 am: કેન્દ્રીય મંત્રી નઝમા હેપતુલ્લાએ આરએસએસની ટિપ્પણને સમર્થન આપતા જણાવ્યું છે કે ભારતીયોને હિન્દુ કહેવામાં કોઇ ખોટું નથી.

English summary
Latest News in brief of 29 August
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X