લોકસભા ચૂંટણી 2014: એનડીએને મળી શકે છે 234 થી 246 સીટો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

આઇબીએન 7 માટે સીએસડીએસના સર્વેમાં તમને જણાવી રહ્યાં છે કે કોને કેટલા વોટ મળતાં નજર આવે છે. સાથે જ આ મુજબ કોને કેટલી સીટો મળી રહી છે. એડીએ સત્તાથી કેટલી દૂર છે, અને યુપીએની શું સ્થિતી છે.

નવી દિલ્હી, 5 એપ્રિલ: લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અંતિમ ઓપિનિયન પોલ આવી ગયા છે, જેમાં જનતાએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએને સૌથી મોટા ગઠબંધનના રૂપમાં પસંદ કરવાની વાત કહી છે.

ચાર અલગ-અલગ ચેનલો અને સર્વે કંપનીઓ દ્વારા કરાવવામાં આવેલા બધા સર્વેમાં એનડીએ સૌથી મોટું ગઠબંધન અને ભાજપ સૌથી મોટી પાર્ટી ઉભરતી દેખાઇ રહી છે. પરંતુ ભાજપ માટે પૂરી ખુશી નથી, કારણ કે બધા સર્વેક્ષણોમાં એનડીએને પૂર્ણ બહુમત એટલે કે 272ના અંકથી થોડી પાછળ છે.

એનડીટીવીનો ઓપિનિયન પોલ શું કહી રહ્યો છે આવો બતાવીએ ગ્રાફમાં-

કોંગ્રેસ

કોંગ્રેસ

સર્વે અનુસાર કોંગ્રેસને 25% અને તેના સહયોગી પક્ષોને 3% વોટ મળવાનું અનુમાન છે

ભાજપ

ભાજપ

ભાજપને 35 ટકા અને તેના સહયોગી પક્ષોને 3 ટકા વોટ મળવાના અણસાર છે.

બસપા અને સપા

બસપા અને સપા

બસપાને 4 ટકા અને લેફ્ટને 4 ટકા અને સમાજવાદી પાર્ટીને 4 ટકા વોટ મળવાની સંભાવના છે.

આપ અને અન્ય

આપ અને અન્ય

આ ઉપરાંત આમ આદમી પાર્ટીને 3 ટકા વોટ અને અન્યના ખાતામાં 19 ટકા વોટ જઇ શકે છે.

એનડીએ-યુપીએ

એનડીએ-યુપીએ

વોટના આધારે ચેન્નઇ મેથેમેટિકલ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર રાજીવ કરંધિકરે અનુમાન લગાવ્યું છે કે એનડીએને 234 થી 246 સીટો મળી શકે છે, જ્યારે યુપીએને 111 થી 123 સીટો મળી શકે છે.

સપા, બસપા, આપ અને ટીસીએમ

સપા, બસપા, આપ અને ટીસીએમ

ટીએમસીને 23 સીટો, એઆઇએડીએમકેને 15 થી 21 સીટો, લેફ્ટ ફ્રંડને 14 થી 20 સીટો, ટીડીપીને 13 થી 19 સીટો, એસપીને 11 થી 17 સીટો, ડીએમકે+ને 10 થી 16 સીટો, બીજેડીને 10 થી 16 સીટો અને બીએસપીને પણ 10 થી 16 સીટો મળવાના એંધાણ છે. આ ઉપરાંત વાઇએસઆર કોંગ્રેસનેને 9 થી 15 સીટો, ટીઆરએસને 4 થી 8 સીટો અને આમ આદમી પાર્ટીને 4 થી 8 સીટો મળી શકે છે.

English summary
Latest Surveys and opinion polls done by CNN-IBN, ABP Neilsen, Zee News and NDTV has shown that UPA will fall in this election with 100 to 123 seats. Where as BJP lead NDA will get 234 to 246 seats which is little short of majority.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X