મરીન બીચ પર રાજકીય સન્માન સાથે અમ્માનો થયો અંતિમ સંસ્કાર

Subscribe to Oneindia News

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું સોમવારે નિધન થઇ ગયુ. તેઓ 68 વર્ષના હતા અને છેલ્લા 77 દિવસોથી અપોલો હોસ્પિટલમાં ભરતી હતા. ત્યારે મંગળવારે ચેન્નઇના મરીન બીચ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તમિલનાડુની આ લોકપ્રિય નેતાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં અમ્માના સમર્થકોએ તેમની આ પ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી. નોંધનીય છે કે તેમના પાર્થિવ શરીરને દફનાવવામાં આવ્યા છે.

amma

જયલલિતાની અંતિમ યાત્રા શરૂ, મોટી સંખ્યામાં લોકો તેમની પ્રિય નેતાની છેલ્લી છબી જોવા માટે ઊમટી પડ્યા.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજાજી હોલમાં જયલલિતાને આપી શ્રદ્ઘાજંલિ. કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી પણ આપી જયલલિતાને શ્રદ્ધાંજલિ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયલલિતાને આજે ભાવભીની શ્રદ્ઘાજંલિ અર્પી હતી.

જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાહુલ ગાંધી અને કેજરીવાલ પણ ચેન્નઇ પહોંચ્યા હતા.

જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી ચેન્નઇ પહોંચ્યા.

જયલલિતા શ્રદ્ધાંજલિ આપવા ગયેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વિમાનમાં ટેકનિકલ ખામી થતા તેઓ પાછા ફર્યા.

જયલલિતાને તમિલ સુપરસ્ટાર રજનીકાંતે શ્રદ્ધાંજલિ આપી.

જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઓડિશા અને મહારાષ્ટ્ર વિધાનસભા દિવસભર માટે સ્થગિત.

જયલલિતાના નિધનથી ભારતે પોતાનો એક ચમકતો સિતારો ખોઇ દીધો.

જયલલિતા એક યોદ્ધા હતી અને અંતિમ ક્ષણ સુધી તે લડતી રહી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.

જયલલિતાના નિધન બાદ તેમના સમ્માનમાં લોકસભા દિવસભર માટે સ્થગિત.

જયલલિતાના નિધન માત્ર તમિલનાડુ માટે જ નહિ સમગ્ર દેશ માટે ખોટ છે: નીતિશ કુમાર.

amma

જયલલિતા એક મહાન નેતા હતી. તે ભારતીય રાજનીતિમાં એક આદર્શ રુપમાં ઉભરી હતી: રાજનાથ સિંહ.

એવા સમયમાં જ્યારે દેશ તાનાશાહી તરફ વળી રહ્યો છે ત્યારે આવા નેતાની જરુર હતી: લાલુપ્રસાદ યાદવ.

જયલલિતાનું નિધન એક બહુ મોટી ખોટ છે, હું તેમના અંતિમ સંસ્કારમાં ચેન્નઇ જઇ રહ્યો છુ: સિદ્ધાર્થમૈયા

જયલલિતાનું નિધન એક બહુ મોટી ખોટ છે: નીતિન ગડકરી

જયલલિતા એક મહાન નેતા હતી, તેમણે લોકોનું જીવન બદલી દીધુ: શિવરાજસિંહ ચૌહાણ.

amma

જયલલિતાના નિધન બાદ લોકસભા દિવસભર માટે સ્થગિત.

જયલલિતાના નિધન બાદ તેમના સમ્માનમાં રાજ્યસભા સ્થગિત.

જયલલિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ચેન્નઇ આવશે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.

જયલલિતાએ ગરીબો માટે જે કાર્યક્રમ શરુ કર્યા તે ચાલુ રહેવા જોઇએ: ખડગે.

જયલલિતાનું નિધન તમિલનાડુ માટે મોટો ઝટકો છે: કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે.

જયલલિતાના અંતિમ દર્શન કરવા પીએમ મોદી ચેન્નઇ જવા રવાના.

પૂર્વ પ્રધાનમંત્રી એચ ડી દેવગૌડા ચેન્નઇમાં જયલલિતાના અંતિમ સંસ્કારમાં જશે.

amma

જયલલિતાનું નિધન દરેક માટે મોટી ખોટ છે: પ્રકાશ જાવડેકર.

જયલલિતાના નિધન પર કેન્દ્ર સરકારે એક દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી.

જયલલિતાના નિધન પર ઉત્તરાખંડ, કર્ણાટક અને બિહારમાં એક દિવસનો રાજકીય શોક.

જયલલિતાના અંતિમ દર્શન માટે ચેન્નઇ જશે રાહુલ ગાંધી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયલલિતાના અંતિમ દર્શન માટે જશે ચેન્નઇ.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ જયલલિતાના અંતિમ દર્શન માટે જશે ચેન્નઇ.

કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કર્યા જયલલિતાના અંતિમ દર્શન. આ દરમિયાન બહુ ભાવુક નજરે પડ્યા.

અંતિમ દર્શન માટે ચેન્નઇના રાજાજી હોલમાં રાખવામાં આવ્યુ જયલલિતાનું પાર્થિવ શરીર.

અપોલો હોસ્પિટલમાં સોમવારે રાતે 11.30 વાગે મુખ્યમંત્રી જયલલિતાનું નિધન.

English summary
latest upadate of jayalalitha
Please Wait while comments are loading...