For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કઈ ઉંમરના લોકોમાં કોરોનાનુ વધુ સંક્રમણ, આરોગ્ય મંત્રાલયે આપ્યા આંકડા

ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસની લેટેસ્ટ સ્થિતિની માહિતી આપવા માટે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક વાર ફરીથી મીડિયા સામે આવ્યા.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસની લેટેસ્ટ સ્થિતિની માહિતી આપવા માટે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક વાર ફરીથી મીડિયા સામે આવ્યા. ડેઈલી બ્રીફિંગમાં તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના 2,902 કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી મહામારીથી મૃતકોની સંખ્યા 68 સુધી પહોંચી છે. લવ અગ્રવાલે આરોગ્ય મંત્રાલયના આંકડાથી એ પણ જણાવ્યુ કે દેશમાં કુલ દર્દીઓમાંથી કઈ ઉંમરના લોકોમાં કોરોના વાયરસનુ સંક્રમણ વધુ છે.

lav agrawal

શનિવારે મીડિયાને સંબોધિત કરીને લવ અગ્રવાલે જણાવ્યુ કે 9 ટકા રોગી 0-20 વર્ષની ઉંમરના છે અને 42 ટકા રોગી 21-40 વર્ષની ઉંમરના છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં 33 ટકા કેસ 41-60 વર્ષની ઉંમરના રોગીઓના છે અને 17 ટકા રોગી 60 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે. વળી, કાલથી અત્યાર સુધી 601 પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. શુક્રવારે 12 લોકોના મોત પણ થયા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે, મહામારી સામે લડવા માટે સંપૂર્ણ દેશમાં 21 દિવસનુ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.

તબલીગીગ જમાતના સંક્રમિત લોકો વિશે માહિતી આપતા લવ અગ્રવાલે કહ્યુ, અત્યાર સુધી અમને 17 રાજ્યોના તબલીગી જમાત સાથે સંબંધિત કેસમળી આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધી 1023 કોરોના વાયરસના પૉઝિટીવ કેસ નિઝામુદ્દીન મરકજમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં શામેલ લોકોમાં સામે આવ્યા છે. દેશમાં કુલ કેસોમાંથી લગભગ 30 ટકા નિઝામુદ્દીન મરકજના તબલીગી જમાત સાથે જોડાયેલ છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ જણાવે છે કે લગભગ 22,000 તબલીગી જમાતના કાર્યકર્તાઓ અને તેમના સંપર્કોને મોટાપાયે પ્રયત્નકરીને ક્વૉરંટાઈનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ એકસાથે લાઈટો બંધ થવાથી પાવર ગ્રિડ ફેલ થવાની વાત ખોટીઃ વિજ મંત્રાલયઆ પણ વાંચોઃ એકસાથે લાઈટો બંધ થવાથી પાવર ગ્રિડ ફેલ થવાની વાત ખોટીઃ વિજ મંત્રાલય

English summary
Lav Aggarwal said Till now there are 2902 COVID19 positive cases in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X