જાણો CDS બિપિન રાવતની પત્ની મધુલિકા વિશે, તેઓ પણ સમાજ માટે સક્રિય હતા!
નવી દિલ્હી, 08 ડિસેમ્બર : CDS બિપિન રાવત અને તેમના પત્નિ મધુલિકા રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે, એરફોર્સે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે રાવત સાથે હેલિકોપ્ટરમાં તેમની પત્ની મધુલિકા સહિત 14 લોકો સવાર હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત તમામ નેતાઓએ પણ આ ભયાનક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

મધુલિકા રાવત એક જાણીતા સામાજિક કાર્યકર હતા
તમને જણાવી દઈએ કે બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS હતા, તેમની પત્ની મધુલિકા એક જાણીતી સામાજિક કાર્યકર હતી, તેમણે કેન્સરના દર્દીઓ માટે ઘણું કામ કર્યું હતું.

મનોવિજ્ઞાનમાં સ્નાતક
મધુલિકા રાવતે દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું અને તે આર્મી વુમન વેલ્ફેર એસોસિએશનની પ્રમુખ પણ રહી હતી. રાવત સાથે ઘણીવાર જોવા મળેલી મધુલિકા રાવત આર્મીના મહિલા ગ્રુપમાં ઘણી લોકપ્રિય હતી. લગ્નથી બિપિન અને મધુલિકાને બે દીકરીઓ છે.

હેલિકોપ્ટરમાં આટલા લોકો સવાર હતા
તમને જણાવી દઈએ કે Mi-17 હેલિકોપ્ટર દિલ્હીથી સુલુર જઈ રહ્યું હતું, જેમાં સવાર લોકોની યાદી સામે આવી છે. તેમાં 14 લોકો સવાર હતા. CDS જનરલ બિપિન રાવત ઉપરાંત તેમની પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, લાન્સ નાઈક બી સાઈ તેજા અને હવાલદાર સતપાલના નામ સામે આવ્યા છે.
An IAF Mi-17V5 helicopter, with CDS Gen Bipin Rawat on board, met with an accident today near Coonoor, Tamil Nadu.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
An Inquiry has been ordered to ascertain the cause of the accident.
એરફોર્સે ટ્વીટ કરી માહિતી આપી
ભારતીય વાયુસેનાએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
A very sad day for the nation as we have lost our CDS, General Bipin Rawat Ji in a very tragic accident. He was one of the bravest soldiers, who has served the motherland with utmost devotion. His exemplary contributions & commitment cannot be put into words. I am deeply pained.
— Amit Shah (@AmitShah) December 8, 2021
દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ : અમિત શાહ
CDS જનરલ રાવતના અવસાન બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, દેશ માટે આ ખૂબ જ દુઃખદ દિવસ છે, અમે અમારા CDS જનરલ બિપિન રાવતજીને ખૂબ જ દુ:ખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેમના અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતાને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી, હું ખૂબ જ દુઃખી છું.