For Quick Alerts
For Daily Alerts
નાઝી-જર્મનીના ઇતિહાસમાંથી બોધપાઠ મેળવો: મનિષ તિવારી
મુંબઇ, 'વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં ઉદ્યોગપતિઓ દ્રારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવતાં કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે તેની તુલના 1930ના દસકામાં જર્મન ઉદ્યોગપતિ દ્રારા કરવામાં આવેલી એડોલ્ફ હિટલરની પ્રશંસા સાથે કરવાનો પ્રયત્નો કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે 30ના દાયકામાં જર્મની ઉદ્યોગપતિઓ દ્રારા હિટલર માટે આટલું મોટું સંમેલન યોજાયું હતું પરંતુ અંતે હિલટર સમગ્ર દુનિયા માટે ખતરનાક સાબિત થયો હતો.
તેમને કહ્યું હતું કે મને લાગે છે કે ભારતના કોર્પોરેટ સેક્ટરે પણ તેમની બોધપાઠ મેળવવો જોઇએ. બુદ્ધિમાન લોકો ઇતિહાસમાંથી બોધપાઠ મેળવે છે અને યોગ્ય શિખામણ લે છે. મનિષ તિવારી સાથે એડીએજી અધ્યક્ષ અનિલ અંબાણી દ્રારા નરેન્દ્ર મોદીની તુલના મહાત્મા ગાંધી કરવા બાબતે પ્રતિક્રિયા માંગી હતી.