For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4.6 લાખ રૂપિયામાં લિલામ થયો ગાંધી બાપુનો આ પત્ર, જાણો શું લખ્યું પત્રમાં

4.6 લાખ રૂપિયામાં લિલામ થયો ગાંધી બાપુનો આ પત્ર, જાણો શું લખ્યું પત્રમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીના એક પત્રની હરાજી થઈ હતી, આ પત્રમાં ચરખાના મહત્વનું બાપુએ વર્ણન કર્યું હતું. 6358 ડૉલર એટલે કે 4 લાખ 60 હજાર રૂપિયામાં આ પત્રની હરાજી થઈ છે. અમેરિકાના આરઆર ઑક્શને જણાવ્યું કે ગાંધીજીનો આ પત્ર ગુજરાતી ભાષામાં લખેલ છે. બાપુએ આ પત્ર યશવંત પ્રસાદને લખ્યો હતો.

gandhi bapu

ઑક્શન હાઉસ મુજબ ગાંધીજીએ આ પત્રમાં લખ્યું હતું કે, 'મિલો વિશે આપણને શું અપેક્ષા છે? જો કે તમે જે કરી રહ્યા છે તે યોગ્ય છે. બધુ જ મશીન પર આધાર રાખે છે.' ગાંધીએ પોતાના પત્રમાં ચરખાને બહુ જરૂરી ગણાવ્યો છે જેને આર્થિક આઝાદીનું પ્રતીક ગણાવ્યું. સ્વતંત્રતા આંદોલન સમયે પણ ગાંધીએ ભારતીયોને દરરોજ ખાદી બનાવવા માટે કહ્યું હતું જેથી કરીને આંદોલનને બળ મળતું રહે.

એમણે સ્વદેશી આંદોલન અંતર્ગત તમામ ભારતીયોને બ્રિટિશોના કપડા છોડી ખાદી અપનાવવા પર જોર આપ્યું હતું. ચરખો અને ખાદી ભારતીય સ્વતંત્રત આંદોલનનાં પ્રતીક બની ગયાં છે. વિજેતા બોલી લગાવનારની ઓળખાણ વિશે કોઈપણ પ્રકારનો ખુલાસો થયો નથી. આ પણ વાંચો- લોકસભા ચૂંટણીમાં AAP નો માસ્ટર પ્લાન, 100 સીટો પર ચૂંટણી લડશે

English summary
Letter Written By Mahatma Gandhi Sold For More Than 4 Lakh Rupees In Auction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X