દિલ્હીમાં સરકાર બનાવાના મુદ્દે એલજીએ રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ
નવી દિલ્હી, 4 નવેમ્બર: દિલ્હીની રાજકીય સ્થિતી પર એલજી નજીબ જંગે રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ મોકલી દિધો છે. પરંતુ વિધાનસભા ભંગ કરવાના મુદ્દે એલજી મૌન સાધ્યું છે. હવે રાષ્ટ્રપતિને નિર્ણય કરવાનો રહેશે કે દિલ્હીમાં શું કરવામાં આવે? ગઇકાલે ભાજપે સરકાર બનાવવાની મનાઇ કરી દિધી હતી. આપ અને કોંગ્રેસે ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં એલજીએ વિધાનસભા ભંગ કરવાનો ઉલ્લેખ કર્યો નથી.
ગઇકાલે શું થયું હતું?
દિલ્હીમાં ચૂંટણી યોજાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. દિલ્હીની બધી રાજકીય પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉપ રાજ્યપાલ અજીબ જંગ પાસે વિધાનસભા ભંગ કરવાની વાત કહી છે.
ઉપ રાજ્યપાલની ઓફિસમાંથી નિવેદન જાહેર થયું છે. આ નિવેદનમાં એલજી દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપ, આપ અને કોંગ્રેસના નેતાઓએ મુલાકાત કરીને સરકાર બનાવવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. ઉપ રાજ્યપાલ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલી દેશે.
આ સાથે જ દિલ્હીમાં ચૂંટણીનો રસ્તો સાફ થઇ ગયો છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ ઉપરાજ્યપાલ નજીબ જંગ સાથે મળીને વિધાનસભા ભંગ કરીને ચૂંટણી કરવાની માંગ કરી છે. ઉપ રાજ્યપાલ સાથે મળીને કોંગ્રેસે દિલ્હીમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે. હારુન યૂસૂફે કહ્યું કે ભાજપ બે પ્રકારની વાતો કરી રહી છે.
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ ઉપ રાજ્યપાલ સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેમની પાર્ટીએ વિધાનસભા ભંગ કરવાની માંગણી કરી છે.
જો દિલ્હીમાં ચૂંટણી થાય તો જીત કોને મળી શકે?
આ સાથે જ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે જ્યારે તેમણે રાજ્યપાલને પૂછ્યું કે દિલ્હીમાં સરકાર બનાવવાને લઇને બીજી પાર્ટીઓનું શું મંતવ્ય છે તો તેમણે એલજીને જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ પણ વિધાનસભા ભંગ કરવાની માંગ કરી રહી છે. તમને જણાવી દઇએ કે સોમવારની સાંજે લગભગ છ વાગે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ ઉપ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
યાદ રહે કે આ પહેલાં સવારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ એલજી નજીબ જંગ સાથે મુલાકાત કરી હતી .સૂત્રોના હવાલેથી સમાચાર આવી રહ્યાં છે કે ભાજપના નેતા સતીષ ઉપાધ્યાયે એલજીને કહ્યું કે તે સરકાર બનાવવામાં સક્ષમ નથી. જો કે ઔપચારિક રીતે ભાજપે વિધાનસભા ભંગ કરવાની વાત મીડિયાને કહી નથી. આ પ્રકારે કોંગ્રેસ નેતાઓએ પણ એલજી સાથે મુલાકાત કરી અને પોતાના તરફથી વિધાનસભા ભંગ કરવાની માંગ કરી હતી.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>In last 8 months, every effort was made to "buy" our MLAs. They withstood all pressures n lived upto ppl's expectations. Salute to them</p>— Arvind Kejriwal (@ArvindKejriwal) <a href="https://twitter.com/ArvindKejriwal/status/529263489890541569">November 3, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ ગત નવ મહિનાથી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે અને ફેબ્રુઆરી 2014થી વિધાનસભા નિલંબિત છે. આમ આદમી પાર્ટીની સરકારે 49 દિવસની સરકાર બાદ રાજીનામું આપી દિધું હતું.
આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે જમ્મૂ-કાશ્મીર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે જ દિલ્હીમાં ચૂંટણી કરાવવામાં આવે અને મત ગણતરી એક સાથે 23 ડિસેમ્બરના રોજ કરાવવામાં આવે.
કેવી રીતે વિધાનસભા ભંગ કરવાની સ્થિતિ બની
જો કે દિલ્હીમાં સરકાર બનાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે એલજીને 11 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો અને જ્યારે કોઇપણ પાર્ટીએ સરકાર બનાવવાની મનાઇ કરી દિધી તો હવે નવેસરથી ચૂંટણી તરફ દિલ્હી આગળ વધી ચૂકી છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>BJP has conveyed "informally" to LG and media that they are not in a position to form government in Delhi. What is BJP's "formal" stand?</p>— Arvind Kejriwal (@ArvindKejriwal) <a href="https://twitter.com/ArvindKejriwal/status/529154366830161920">November 3, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>શું છે દિલ્હી વિધાનસભાની હાલની સ્થિતિ
દિલ્હી વિધાનસભામાં હાલ 67 ધારાસભ્ય છે જેમાં ભાજપ પાસે 29, આમ આદમી પાર્ટી પાસે 27, કોંગ્રેસ પાસે 8 અને અન્ય પાસે 3 ધારાસભ્ય છે. ત્રણ વિધાનસભા સીટો ખાલી છે.