લે. જનરલ મનોજ મુકુંદ નરવાને હશે આગામી સેના પ્રમુખ
લેફ્ટેનન્ટ મનોજ મુકંદ નરવાને ભારતીય સેનાના આગામી પ્રમુખ હશે. તે વર્તમાન જનરલ બિપિન રાવત બાદ કાર્યભાર સંભાળશે. વર્તમાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ દેશના 28માં સેના પ્રમુખ તરીકે આ પદને સંભાળશે. તેમણે 37 વર્ષની પોતાની સેવા દરમિયાન ઘણી કમાનમાં પોતાની સેવા આપી છે. જનરલ નરવાણે વર્તમાન આર્મી ચીફ જનરલ બિપિન રાવત બાદ સૌથી સીનિયર અધિકારીઓમાંના એક છે.
તે જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં સક્રિય રહ્યા અને ઘણી મહત્વની જવાબદારી સંભાળી. તે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સની એક બટાલિયન અને પૂર્વી મોરચે ઈફ્રેન્ટી બ્રિગેડની કમાન સંભાળી ચૂક્યા છે. તે શ્રીલંકામાં શાંતિ મિશન દળનો પણ હિસ્સો રહી ચૂક્યા છે અને તે મ્યાનમારમાં ભારતીય દૂતાવાસમાં ત્રણ વર્ષ સુધી ભારતના સંરક્ષણ જોડાણ તરીકે રહ્યા છે.
નરવાને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી (એનડીએ) અને ભારતીય સેના એકેડમી (આઈએમએ)ના પૂર્વ છાત્ર છે. તેમને જૂન, 1980માં સિખ લાઈટ ઈન્ફ્રેન્ટ્રી રેજીમેન્ટની સાતમી બટાલિયનમાં કમિશન મળ્યુ હતુ. તેમને નાગાલેન્ડમાં અસમ રાઈફલ્સ (ઉત્તરી)ના મહાનીરિક્ષક તરીકે ઉલ્લેખનીય સેવા માટે 'વિશિષ્ટ સેવા મેડલ' અને પ્રતિષ્ઠિત સ્ટ્રાઈક કોરની કમાન સંભાળવા માટે 'અતિવિશિષ્ટ સેવા મેડલ'થી પણ નવાઝવામાં આવી ચૂક્યા છે. તેમને પરમ વિશિષ્ટ સેના મેડલથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સરકારની આંખ ખુલી, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ