For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં ફ્લાયઓવરનો ભાગ તૂટ્યો, 4 ઘાયલ, કાટમાળ નીચે 2 દબાયા

ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લામાં એક ફ્લાયઓવરનો લિંટલ નીચે પડી જતા 4 જણ ઘાયલ થઈ ગયા છે જ્યારે 2 જણના કાટમાળ નીચે દબાઈ જવાના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લામાં એક ફ્લાયઓવરનો લિંટલ નીચે પડી જતા 4 જણ ઘાયલ થઈ ગયા છે જ્યારે 2 જણના કાટમાળ નીચે દબાઈ જવાના સમાચાર છે. આ દૂર્ઘટનાની માહિતી મળતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો. સમાચારો અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 28 સ્થિત ફુટહિયા ચાર રસ્તા પર ઓવર બ્રીજનું નિર્માણાધીન ફ્લાયઓવરનો લિંટલ અચાનક જ પડી ગયો. આ દૂર્ઘટનામાં 4 જણ ઘાયલ થઈ ગયા જ્યારે 2 અન્ય કાટમાળ નીચે દબાઈ ગયા છે. ફ્લાયઓવરનો લિંટલ નીચે પડ્યા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આસપાસના લોકો પણ કાટમાળ હટાવવાના કામમાં જોડાયા છે.

uttarpradesh flyover

પ્રારંભિક જાણકારી અનુસાર ઘાયલોમાં બધા જ મજૂરો જણાવવામાં આવી રહ્યા છે જ્યારે કાટમાળ નીચે બે જણને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણકારી મળતા સીએમ યોગી આદિત્યનાથે સ્થાનિક પ્રશાસનને રાહત અને બચાવ કાર્યના તત્કાળ નિર્દેશ આપ્યા છે. ઘટના સ્થળે ઘણા અધિકારીઓ અને પોલિસ પણ પહોંચી ગઈ છે.મોદી સરકારનું સૌથી સફળ સંસદ સત્ર ખતમ, બન્યા ઘણા રેકોર્ડ

આ પણ વાંચોઃ મોદી સરકારનું સૌથી સફળ સંસદ સત્ર ખતમ, બન્યા ઘણા રેકોર્ડઆ પણ વાંચોઃ મોદી સરકારનું સૌથી સફળ સંસદ સત્ર ખતમ, બન્યા ઘણા રેકોર્ડ

તમને જણાવી દઈએ કે આ પહેલા ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લામાં ગયા 15 મે ના રોજ શહેરના વ્યસ્ત વિસ્તાર કેન્ટ રેલવે સ્ટેશન નજીક નિર્માણાધીન ફ્લાયઓવર દૂર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા હતા. આ દૂર્ઘટના બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને ઠેકેદારો સામે કાર્યવાહીની લોકોએ માંગ કરી હતી અને યોગી સરકારની ઘણી ટીકા પણ થઈ હતી.

English summary
Lintel of a flyover on National Highway 28 collapsed in Basti, 4 people injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X