• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીમાં સંપત્તિ મામલે ફાયરિંગઃ વ્યાપારી પોન્ટી ચઢ્ઢાની હત્યા

By Super
|
Google Oneindia Gujarati News
નવીદિલ્હી, 17 નવેમ્બરઃ દિલ્હીના છત્તરપુર ફાર્મ હાઉસ ખાતે સંપત્તિના વિવાદને લઇને થયેલા ફાયરિંગ વ્યાપારી પોન્ટી ચઢ્ઢા અને તેમના ભાઇનું મોત નિપજ્યું છે. પોલીસે જણાવ્યા પ્રમાણે બન્નેએ એક-બીજા પર ગોળી મારતા બન્નેનું મોત નિપજ્યું છે. પોલીસે ઉપસ્થિત લોકોની પૂછપરછ હાથ ધરી છે.

માહિતી અનુસાર સંપત્તિને લઇને ફાર્મ હાઉસ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પોન્ટી અને તેમના ભાઇ હરદીપ ચઢ્ઢા ઉપરાતં કેટલાક લોકો હાજર રહ્યાં હતા. બેઠક દરમિયાન બન્ને ભાઇ વચ્ચે બોલાચાલી થઇ હતી અને વિવાદ વકર્યો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે બેઠક દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને ભાઇનું મોત નિપજ્યું હતું.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોન્ટી ચઢ્ઢાએ પહેલાં પોતાના ભાઇ હરદીપ પર ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં હરદીપના ગાર્ડે પોન્ટી ચઢ્ઢા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં હરદીપ અને પોન્ટી ચઢ્ઢાનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર પોન્ટી ચઢ્ઢાને છ ગોળી વાગી હતી જ્યારે તેના ભાઇ હરદીપને આઠ ગોળી વાગી હતી. પોલીસે હાલ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે પોન્ટી ચઢ્ઢા જાણીતા લિકર(દારૂ) વ્યાપારી હતા.

English summary
Delhi Police said that Liquor baron Ponty Chaddha and brother killed in South Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X