For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત આવી દેવુ ચૂકવવા, કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર માલ્યાઃ સૂત્ર

ભારતની ઘણી બધી બેંકોમાંથી લગભગ 9000 કરોડ રૂપિયા લોન લઈને ભાગી ગયેલ લીકર કિંગ વિજય માલ્યા કેસમાં મોટી સફળતા મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

ભારતની ઘણી બધી બેંકોમાંથી લગભગ 9000 કરોડ રૂપિયા લોન લઈને ભાગી ગયેલ લીકર કિંગ વિજય માલ્યા કેસમાં મોટી સફળતા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ માલ્યા ભારત આવીને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા માટે તૈયાર છે. સૂત્રો મુજબ તે ભારત પાછો આવીને બેંકોમાંથી લીધેલ દેવુ પણ ચૂકવવા ઈચ્છે છે. માલ્યા કેસમાં લંડન કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે જેનો નિર્ણય 31 જુલાઈના રોજ આવવાની અપેક્ષા છે.

27 ઓગસ્ટે માલ્યાએ કોર્ટમાં હાજર થવાનું

27 ઓગસ્ટે માલ્યાએ કોર્ટમાં હાજર થવાનું

માલ્યા પર બેંક ફ્રોડ, મની લોંડરિંગ અને બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સ પર 10 હજાર કરોડ રૂપિયાની લોનનો કેસ ચાલી રહ્યો છે. મુંબઈમાં વિશેષ પીએમએમએ (પ્રિવેન્શન ઓફ મની લોંડરિંગ એક્ટ) કોર્ટે ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યા સામે સમન જારી કરીને તેને 27 ઓગસ્ટ સુધી કોર્ટમા હાજર થવાનું કહ્યુ હતુ. મની લોંડરિંગ કેસની સુનાવણી કરી રહેલ સ્પેશિયલ જજ એમએસ આજમીએ માલ્યા સામે નોંધાવેલી ઈડીની બીજી ચાર્જશીટ પર ધ્યાર દોરતા આ સમન જારી કર્યુ હતુ.

કોર્ટમાં હાજર ન થવા પર સંપત્તિ થઈ શકે છે જપ્ત

કોર્ટમાં હાજર ન થવા પર સંપત્તિ થઈ શકે છે જપ્ત

જો માલ્યા 27 ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં હાજર નહિ થાય તો તેને આર્થિક ભાગેડુ જાહેર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે. ઈડીની વિશેષ અદાલત પાસે વિજય માલ્યાની 12,500 કરોડની સંપત્તિ જપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. માલ્યાએ હાલમાં કહ્યુ હતુ કે તે બેંક ડિફોલ્ટ મામલે પોસ્ટર બોય અને લોકોના ગુસ્સાનું કારણ બની ગયો છે.

31 જુલાઈ લંડન કોર્ટ સંભળાવી શકે છે પોતાનો ચૂકાદો

31 જુલાઈ લંડન કોર્ટ સંભળાવી શકે છે પોતાનો ચૂકાદો

તેણે 15 એપ્રિલ, 2016 ના રોજ પીએમ અને નાણાંમંત્રીને પત્ર લખીને પોતાનો પક્ષ મૂકવાની અપીલ કરી હતી. જ્યારે સીબીઆઈ અને ઈડી બંને જ માલ્યા માસે અલગ અલગ ગુનાહિત કેસ કર્યા છે. માલ્યાના પ્રત્યાર્પણ પર ચૂકાદો 31 જુલાઈના રોજ આવવાની અપેક્ષા છે. વળી, અંતિમ ચર્ચા દરમિયાન 31 જુલાઈના રોજ સીબીઆઈ અને ઈડી અધિકારીઓને લંડન કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

English summary
liquor baron vijay mallya willing to come back to india hint sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X