List of Elections in 2021: પશ્ચિમ બંગાળ- તમિલનાડુ સહિત 6 રાજ્યોમાં ચૂંટણી થશે
List of Elections in 2021: કોરોના વાયરસ મહામારી વર્ષે આ વર્ષે દેશમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ હતી. આ ઉપરાંત પણ દેશમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત 11 રાજ્યોની 58 સીટ પર નવેમ્બર 2020માં પેટાચૂંટણી થઈ હતી. બંને જ ચૂંટણીમાં NDA બાજી મારી ગયું. ચૂંટણી પંચે કોરના કાળમાં કોવિડ 19ના નિયમોનું પાલન કરતીં ચૂંટણીની પ્રક્રિયા કરાવી હતી. જો કે ચૂંટણી દરમ્યાન દેશમાં ક્યાંથી ભારે માત્રામાં કોરોના વિસ્ફોટના અહેવાલ નહોતા આવ્યા. હવે આગામી વર્,માં પશ્ચિમ બંગાળ સહિત 6 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તો આવો જાણીએ 2021માં કયા રાજ્યમાં ક્યારે ચૂંટણી થશે.

1. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021
પશ્ચિમ બંગાળની 294 સીટ માટે 2021માં વિધાનસભા ચૂંટણી થશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો કાર્યકાળ 26 મે 2021ના રોજ પૂરો થઈ જશે. મમતા બેનરજીનો કાર્યકાળ 27 મે 2016તી 26 મે 2021 સુધી છે. મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પાછલી ચૂંટણી 2016માં સૌથી વધુ 211 સીટ, કોંગ્રેસે 44, લેફ્ટે 26 અને ભાજપે માત્ર 3 સીટ જીતી હતી. બહુમત માટે 148 સીટ જોઈએ. બાજપની નજર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. તેમણે બહુમત લાવવાનું વચન આપ્યું છે.

2. કેરળ વિધાનસભા ચૂંટણી 2021
કેરળ વિધાનસભાની ચૂંટણી પણ 2021માં યોજાશે. રાજ્યમાં વિધાનસભાની કુલ 140 સીટ છે. બહુમતનો આંકડો 71 છે. હાલના સમયમાં અહીં CPI(M)ના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટની સરકાર છે અને પિનરાઈ વિજનય મુખ્યમંત્રી છે. પાછલી ચૂંટણીમાં LDFએ 91, કોંગ્રેસ નેતૃત્વવાળા સંયુક્ત યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટે 47 સીટ જીતી હતી.

3. આસામ વિધાનસભા ચૂંટણી
એપ્રિલ 2021માં આસામમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. રાજ્યમાં વિધાનસભાની 126 સીટ છે. બહુમત માટે 64 સીટ જોઈએ. અહીં હાલ એનડીએની સરકાર છે અને સર્વાનંદ સોનેવાલ અહીંના મુખ્યમંત્રી છે, જેમનો કાર્યકાળ 24 મે 2016થી 23 મે 2021 સુધીનો છે. 2016ની પાછલી ચૂંટણીમાં ભાજપ 89 સીટ પર ચૂંટણી લડ્યો હતો જેમાંથી 60 પર જીત હાંસલ થઈ હતી. આસામ ગણ પરિષદે 14 સીટ અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રંટે 12 સીટ જીતી હતી. કોંગ્રેસે 122 સીટ પર ચૂંટણી લડી હતી અને માત્ર 26 પર જીત હાંસલ કરી શકી હતી.

4. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી
તમિલનાડુમાં 234 વિધાનસભા સીટ છે, જ્યાં મે 2021માં ચૂંટણી થશે. બહુમત માટે 118 સીટ જોઈએ. વર્તમાનમાં અહીં ઑલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ (AIADMK)ની સરકાર છે. ઈ પલાનીસ્વામી રાજ્યના મુખ્યમંત્રી છે. પાછલી ચૂંટણીમાં AIADMKએ 136 સીટ અને ડીએમકેએ 89 સીટ જીતી હતી. આગામી ચૂંટણી અતિ વિશેષ હશે કેમ કે રાજ્યમાં લોકપ્રિય સ્વ. જે. જયલલિતા અને એમ. કરુણાનિધિ વિના પહેલી પૂર્ણ રાજ્યસભા ચૂંટણી હશે. જે જયલલિતાનું 2016માં અને એમ કરુણાનિધિનું 2018માં નિધન થયું હતું.

5. પોંડિચેરી વિધાનસભા ચૂંટણી
કેન્દ્ર શાસિત રાજ્ય પોંડીચેરીમાં વિધાનસભાની કુલ 30 સીટ છે. બહુમત માટે 16 સીટ જોઈએ. બહુમત માટે 16 સીટ જોઈએ. હાલમાં અહીં કોંગ્રેસની સરકાર છે. વી નારાયણસામી અહીંના મુખ્યમંત્રી છે. પાછલી 2016ની ચૂંટણીમાં કોંગ્રેસે 21 સીટ પર ચૂંટણી લડી હતી અને 15 સીટ જીતી હતી. જ્યારે ઑલ ઈન્ડિયા એન આર કોંગ્રેસે 8 સીટ જીતી હતી.

6. જમ્મુ-કાશ્મીર ચૂંટણી
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ 2021 દરમ્યાન વિધાનસભા ચૂંટણી થવાની સંભાવના છે. લદ્દાખ ડિવીઝન જમ્મુ અને કાશ્મીરથી અલગ થયા બાદ વિધાનસભાની કુલ સીટની સંખ્યા 87થી ઘટીને 83 થી જશે, કેમ કે લેહ, કારગિલ, જાંસ્કર, અને નુબ્રાની ચાર સીટ હવે જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો ભાગ નહિ હોય.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને લેફ્ટનું ગઠનબંધન