For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારનું એક વર્ષ: 100 સક્સેસ સ્ટોરીઝની શોધખોળ શરૂ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા), કેન્દ્રની મોદી સરકારને આગામી 26 મેના રોજ એક વર્ષ પુરુ થવા જઇ રહ્યું છે. તેમમે ગયા વર્ષે 26 મેના રોજ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી તેમની કઇ કઇ ખાસ સિદ્ધિઓ છે, તેની વિસ્તારથી જાણકારી આપવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોને આદેશ આપી દેવામાં આવ્યા છે.

સરકાર દેશની સામે પોતાની 100 સક્સેસ સ્ટોરીસ રજૂ કરવા માંગે છે. વડાપ્રધાન કાર્યાલય એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો તથા વિભાગોને જણાવ્યું છે કે તેઓ પોતાની સિદ્ધિઓની જાણકારી સૂચના અને પ્રસારણ મંત્રાલયને આપી દે. તેમને દેશની સામે રજૂ કરવામાં આવશે.

modi
દિવસ-રાત કામ
જાણકારોનું કહેવું છે કે પીએમઓ તરફથી આવેલા નિર્દેશો બાદ તમામ સરકારી મહકમોમાં આ બાબતે દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. આ કાર્યોને પ્રાથમિકતાના આધાર પર લેવામાં આવી રહ્યું છે.

પૂછવામાં આવેલા કામ
વિદેશ મંત્રાલયથી લઇને ગૃહ મંત્રાલય અને નાણા મંત્રાલયથી લઇને ગ્રામીણ વિકાસ મંત્રાલય સૌના કાર્યો પૂછવામાં આવ્યા છે.

modi
સ્થાન મળશે
સૂત્રોનું કહેવું છે કે મોદી સરકારની સફળતા વિદેશ નીતિ તથા નાણા ક્ષેત્રમાં કરવામાં આવેલા કામ વગેરેને એક વર્ષની સિદ્ધિઓમાં ખાસ પ્રકારે સ્થાન મળશે. આ ઉપરાંત ગંગા સફાઇ અભિયાન, નીતિ આયોગની સ્થાપના અને યમનથી ભારતીયોને સુરક્ષિત નિકાળવાને લઇને પણ મોદી સરકારની ખાસ ઉપલબ્ધિઓમાં સ્થાન મળશે.

સૂત્રોનું કહેવું છે કે રેલવેએ આ એક વર્ષ દરમિયાન કયા કયા સ્થળો માટે નવી રેલવે લાઇન અથવા નવા પગલા ભર્યા, યાત્રીઓને સારી સુવિધાઓ આપવા પ્રમાણે આ વાત પર પણ ફોકસ રહેશે.

આની વચ્ચે જાણકારોનું માનવું છે કે મોદી સરકારની એક વર્ષના એક વર્ષના કામકાજ પર જે મીડિયામાં પ્રચાર થશે, તેને સૂચના અને પ્રસારણ મંત્રી અરૂણ જેટલી ખુદ જોઇ રહ્યા છે. તેમણે થોડા સમય પહેલા રાજધાનીના નેશનલ મીડિયા સેંટરમાં માહિતી અધિકારીઓ સાથે વાત પણ કરી હતી. તેમણે તેમને જણાવ્યું હતું કે સરકારના કામકાજને જનતાની વચ્ચે સારી રીતે લઇને જાય.

English summary
Listing 100 success stories of Modi government during the first year. Modi government is completing one year on 26 May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X