• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

67માં ગણતંત્ર દિવસે પ્રણવ મુખર્જીએ ફરકાવ્યો ત્રિરંગો, રાજપથની તસવીરો

|

ભારતના 67માં ગણતંત્ર દિવસ નિમિત્તે તમામ ભારતીય ભાઇઓ બહેનોને શુભેચ્છા. દિલ્હીના રાજપથ આજે સવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 67માં ગણતંત્ર દિવસની ઉજવણીની શરૂઆત રાષ્ટ્રધ્વજને ફરકાવીને શરૂ કરી. નોંધનીય છે કે 67માં ગણતંત્ર દિવસના સમારંભના મુખ્ય અતિથિ આ વખતે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ બન્યા છે.

રાજપથ પર માર્ચ શરૂ થઇ ગઇ છે અને આ વખતે પહેલી વાર ફ્રાંસની સેનાની એક ટુકડી પણ આ પરેડમાં ભાગ લીધો હતો. આ પેરડમાં આ વખતે અનેક આકર્ષણો છે. જેમાં ડોગ સ્કોવાર્ડની માર્ચ, વિવિધ રંગારંગ કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના ત્રણ પ્રમુખો સાથે મળીને અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાજંલિ આપી હતી. નોંધનીય છે કે દિલ્હીમાં આ કાર્યક્રમને નજરે જોવા માટે મોટી સંખ્યામાં બાળકો અને લોકો હાજર છે. તો જુઓ ભારતના 67માં ગણતંત્રની ઝાંખીની આ તસવીરો....

ડોગ સ્કવોર્ડ

ડોગ સ્કવોર્ડ

ભારતના ગણતંત્રની પરેડમાં 26 વર્ષ બાદ પહેલી વખત આર્મી ડોગ સ્કવોર્ડે માર્ચ પાસ્ટ કર્યું. આ તે શ્વાનો હતો જેમણે અનેક આતંકીને પકડવામાં, હથિયારો અને ડ્રગ્સ તથા વિસ્ફોટ જેવી સંદિગ્ધ વસ્તુઓ શોધવામાં સેનાની મદદ કરી છે.

રેજીમેન્ટ માર્ચ પાસ્ટ

રેજીમેન્ટ માર્ચ પાસ્ટ

તો ભારતીય સેનાની શાન તેવી રાજપૂત રેજીમેન્ટ, ગઢવાલ, ગ્રેનેડિયર્સ અને શીખ રેજીમેન્ટ પણ માર્ચ પાસ્ટ કર્યું હતું.

વિદેશી બેન્ડ

વિદેશી બેન્ડ

રાજપથ પર પહેલી વાર એક વિદેશી બ્રેન્ડ માર્ચ પાસ્ટ કર્યું. નોંધનીય છે કે ફ્રાંસના બેન્ડને લોકોએ હર્ષોઉલ્લાસ સાથે વધાવ્યું હતું.

રંગારંગ કાર્યક્રમની ઝાંખીઓ

રંગારંગ કાર્યક્રમની ઝાંખીઓ

તો આ કાર્યક્રમમાં ગુજરાતનો સિંહની ગર્જના સાથે અનેક રાજ્યનો ટેબલોઇડ અને રંગારંગ કાર્યક્રમને પણ રજૂ કરવામાં આવી હતી.

મહેમાનો

મહેમાનો

ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સમતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

CRPF મહિલા દળની માર્ચ પાસ્ટ

CRPF મહિલા દળની માર્ચ પાસ્ટ

તો સીઆરપીએફની મહિલા દળની માર્ચ પાસ્ટ પણ જોવા લાયક હતી. આ સશ્કત અને સહાસી મહિલાઓએ માર્ચને લોકોએ તાળીઓની બિરદાવી.

સુરક્ષાની ખાસ તકેદારી

સુરક્ષાની ખાસ તકેદારી

નોંધનીય છે કે આ કાર્યક્રમાં સુરક્ષા કારણોને લઇને ખાસ તકેદારી રાખવામાં આવી છે. અને કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

એરફોર્સના વિમાનો

એરફોર્સના વિમાનો

તો એરફોર્સના વિમાનોએ પણ આકાશી કરતબ બતાવીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. સંસદ ગ્રહ પરથી પસાર થતા આ વિમાનોનો આ એક અદ્ધભૂત ફોટો.

બીએસએફની માર્ચ

બીએસએફની માર્ચ

બોર્ડર સિક્યોરીટી ફોર્સના ઊંટના દસ્તાને પણ સુંદર માર્ચ રાજપથ પર નીકળી હતી. અને સુંદર સજીલા ઊંટા અને જવાનોની છટા જોવા જેવી હતી.

ટેન્કની માર્ચ પાસ્ટ

ટેન્કની માર્ચ પાસ્ટ

ટ્રુપ લેવલ રડાર, સુપર સોનિક મિસાઇલ બ્રહ્મોસ, ટેન્ક બ્રિગ્રેડ અને ઇન્ફેન્ટ્રી બ્રિગેડે પણ રાજપથ પર ભવ્ય માર્ચ પાસ્ટ કર્યું.

હવાઇ માર્ચ પાસ્ટ

હવાઇ માર્ચ પાસ્ટ

આ પરેડમાં સૌથી છેલ્લે હવાઇ માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું. જેમાં એરફોર્સના વિમાનોના શાનદાર કરતબોએ લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા.

સુખોઇ, ધ્રુવ કર્યું પ્રદર્શન

સુખોઇ, ધ્રુવ કર્યું પ્રદર્શન

એરફોર્સના આ હવાઇ પ્રદર્શનમાં સુખોઇ, ધ્રુવ, જેગ્યુઆર, સી-17 ગ્લોબ માસ્ટર્સે જેવા વિમાનોએ પ્રદર્શન કર્યું હતું.

હેલિકોપ્ટર્સ

હેલિકોપ્ટર્સ

એમઆઇ-35, એમઆઇ-17 જેવા હેલિકોપ્ટર્સે પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જેને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા.

27 વિમાનોનો કાફલો

27 વિમાનોનો કાફલો

આ હવાઇ પ્રદર્શનમાં કુલ 27 જેટલા વિમાનોના કાફલાએ ભાગ લીધો હતો. અને અદ્ધભૂત શક્તિપ્રદર્શન કર્યું હતું.

ડેર ડેવિલ એક્ટ

ડેર ડેવિલ એક્ટ

તો કોર ઓફ સિગ્નલ્સના ડબલ જીમ્મીએ ડેરડેવિક એક્ટ દરમિયાન બે મોટરબાઇક પર 22 જવાનોએ પરેડ કરી લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા.

કાર્યક્રમ થયો સમાપ્ત

કાર્યક્રમ થયો સમાપ્ત

તો આ સાથે જ જન ગન મન ગીત બાદ કાર્યક્રમને સમાપ્ત કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઓલાંદ એક જ કારમાં આ કાર્યક્રમની પૂર્તિ બાદ રવાના થયા.

English summary
The historic Rajpath is all decked up to showcase India's military might and other achievements on the occasion of 67th Republic Day celebrations on Tuesday. Here are the live updates of 67th Republic Day celebrtaion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more