• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live News: પેટ્રોલ-ડીઝલમાં 2 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઑગસ્ટઃ દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

પ્રસ્તુત છે 26 નવેમ્બરના સમાચાર:

3:40 PM: આગામી થોડા દિવસોમાં વપરાશકર્તાઓને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઘટાડો થઇ શકે છે. કહેવામાં આવે છે કે આ અઠવાડિયામાં ભાવ ઘટાડાની જાહેરાત થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે-બે રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે.

3:20 PM: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશન આઇએએસએસ પર પહેલા જીરો ગ્રેવિટી 3ડી પ્રિંટર બનાવ્યું છે.

3:00 PM: ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ નવાજ શરીફ વચ્ચે વાર્તાની યોજના નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને સંવાદદાતાઓને કહ્યું, ''આપણા વડાપ્રધાન અને પાકિસ્તાની વડાપ્રધાન વચ્ચે વાર્તાની કોઇ પૂર્વ યોજના નથી, કારણ કે અમને આ અંગે કોઇ અનુરોધ મળ્યો નથી.

2:45 PM: ગૃહમંત્રી રાજનાથ સિંહનું હેલિકોપ્ટર ઝારખંડમાં રસ્તો ભૂલ્યું

02.30 PM: લોકસભામાં કાળાનાણા પર ચર્ચા શરૂ

02.20 PM: એક સ્થાનિક મેચમાં બેટિંગ દરમિયાન માથામાં થયેલી ઇજા બાદ ઓસ્ટ્રેલિયાઇ બેસ્ટમેન ફિલિપ હ્યૂજની સ્થિતિ હજુપણ ગંભીર છે. ડૉક્ટરોએ બુધવારે જણાવ્યું હતું કે તેમના માથાનું સ્કેન બુધવારે કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાઇ ટીમના ડૉક્ટર પીટર બ્રુકનરના અનુસાર સ્કેન બાદ સ્થિતિ અંગે સ્પષ્ટતા થશે.

02:00 PM: અમેરિકન રક્ષા મંત્રી અને ઇસ્લામિક સ્ટેટ વિરૂદ્ધ સૈન્ય અભિયાનના પ્રમુક રહી ચૂકેલા ચક હેગલનું સ્થાન લેવા માટે પેંટાગનના બે પૂર્વ અધિકારીઓ- એશ્ટન કાર્ટર અને મિશેલ ફ્લૌરનોયના નામ ચર્ચામાં છે.

01:50 PM: આજે પણ આઝાદ ફરે છે હાફિજ સઇદ, 26/11ના હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિજ સઇદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે અને ભારત વિરૂદ્ધ ઝેર ઓકતો રહે છે. પાકિસ્તાન હાફિજ સઇદ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરી રહ્યું નથી.

01:35 PM: 3 વર્ષના ઉત્કર્ષનું અપહરણ અને મર્ડર કેસમાં કડકડૂમા કોર્ટમાં આરોપીઓએ કરી મારઝૂડ. સિદ્ધાર્થ અને પ્રતાપ નામના આરોપીઓ પર વકીલોએ કર્યો હુમલો.

01:10 PM: જીવે છે આઇએસએસમાં જોડાવવા ગયેલા મુંબઇના યુવક, ત્રણ મહિના પહેલાં આવ્યા હતા મોતના સમાચાર, હવે ત્રણેય યુવક ભારત પરત ફરવા માંગે છે.

12:57 PM: સાવધાન! 1 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં બંધ રહેશે પેટ્રોલ પંપ

12:30 PM: જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત બંને દેશોના વડાપ્રધાન પર નિર્ભર છે.

11:54 AM: ઝારખંડની રેલીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ ઉપાધ્યક્ષ પર કર્યા પ્રહાર. તેમણે કહ્યું કે રાહુલ લોકસભામાં વિપક્ષમાં બેસવા લાયક પણ સીટો લાવી શક્યા નથી એટલા માટે ગુસ્સામાં છે.

11:20 AM: સાર્ક સંમેલનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ એક મોટી સમસ્યા છે. તેના વિરૂદ્ધ એક સાથે આવવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે સાર્ક દેશોએ પાસે-પાસે અને સાથે-સાથે આવવાની જરૂરિયાત છે.

10:55 AM: સાર્કમાં મોદી.તેમણે કહ્યું કે રચનાઓ અને નવા ઇનોવેશન માટે આપણો દેશ કામ કરી રહ્યો છે. આપણે ખૂબ દૂર આવ્યા છીએ. આપણા દેશો સમક્ષ એક જેવો જ પડકાર છે. તેમાંથી આપણે ઉકેલવાના છે. હું અહીં એકતાનો નવો ઉદય જોઇ રહ્યો છું.

10:51 AM: સાર્ક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ. નેપાળના વડાપ્રધાન કોઇરાલાને તેમણે શુભેચ્છા પાઠવી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મારી પહેલી સાર્ક સમિટ છે. ભવિષ્યમાં ભારત માટે મારું સપનું છે સીમાઓનું વિધ્ન દૂર થાય. આપણે પોતાની જાતને પ્રશ્ન કરવો જોઇએ.

10:50 AM: સાર્ક સંમેલનમાંથી તાજા સમાચાર આવી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી જ્યારે નવાજ શરીફને મળ્યા મોદીએ નવાજ શરીફ તરફ જોયું પણ નહી.

10:28 AM: મધ્ય પ્રદેશમાં લોક સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગે દવાઓની ગુણવત્તા પરીક્ષણ માટે નમૂના ન મોકલવામાં આવતાં 19 ફાર્માસિસ્ટ અને દુકાનદારોને સસ્પેંડ કરવામાં આવ્યા છે.

10:20 AM: કાઠમાંડૂમાં સાર્ક સંમેલન શરૂ. સાઉથ એશિયન એઓસિએશન ફોર રિજનલ કોર્પોરેશન (સાર્ક)ના 18મું શિખર સંમેલન બુધવારે અહીં શરૂ થઇ ગયું છે. બધાની નજર એ વાત પર ટકેલી છે કે દક્ષિણ એશિયાના ભવિષ્યને લઇને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઇ પહેલનો પ્રસ્તાવ લાવવાના છે.

10:00 AM: વડાપ્રધાને 26/11ના પીડિતોને આપી શ્રદ્ધાંજલિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 26/11ની છઠ્ઠી વરસી પર શહીદો તથા પીડિતોને રાષ્ટ્ર તરફથી શ્રદ્ધાંજલિ આપી.

9:40 AM: આસામ પોલીસ અને બીજી સુરક્ષા એજંસીઓ દ્વારા ચેતાવણી આપવામાં આવી કે 30 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી જ્યારે ગુવાહાટી રાજ્યના ડીજીપી અને આઇપીજીની કોંફ્રેંસમાં ભાગ લેવા માટે આસામ આવશે તો તેમના પર હુમલો કરી શકીએ છીએ. ના ફક્ત મોદી પરંતુ ભાજપના ઘણા નેતાઓને નિશાન બનાવવામાં આવી શકે છે.

9:40 AM: સાર્ક સંમેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફનું ભાષણ પૂર્ણ, શરીફે કહ્યું પાક સાર્ક દેશોના એજંડાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ.

9:30 AM: પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક, તેમના પતિ અને પાકિસ્તાનના મોટા મીડિયા સમૂહ જિયો ટીવીના માલિકને ઇશનિંદાના અપરાધમાં 26 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી. આ સજા પાકિસ્તાનના એંટી ટેરરિઝ્મ કોર્ટ (એટીએસે) ઇશનિંદા કરનાર એક કાર્યક્રમને ટીવી પર પ્રસારિત કરતાં સંભળાવી છે.

9:15 AM: તમિલનાડુમાં લગભગ 65 ટકા વસ્તીને આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની જાણકારી આપી.

9:00 AM: નરેન્દ્ર મોદીએ નેપાળ સાથે પોતાના સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં નેપાળને એડવાંસ્ડ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ સોંપવાનો નિર્ણય કર્યો. આ હેલિકોપ્ટરોને નેપાળ મિલિટ્રી ઓપરેશન્સ માટે ઉપયોગ કરવામાં આવશે. અત્યારે આ હેલિકોપ્ટર કાઠમાંડૂ પહોંચી ચૂક્યાં છે.

8:00 AM: નેપાળમાં બુધવારથી શરૂ થનાર સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચેલા નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફ સાથે દ્રિપક્ષીય વાર્તાની મનાઇ કરી દિધી છે. આ એલાન ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે રાતે કર્યું.

7: 45 AM: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નેપાળની સેનાને ઉપયોગ કરવા માટે નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલાને પૂર્ણત: ભારતમાં વિકસિત અને નિર્મિત સૈન્ય હેલિકોપ્ટર ધ્રુવ સોંપ્યું.

7: 30 AM: નવાજ શરીફે ચીનની જુબાન બોલતાં કહ્યું કે સાર્ક 30 વર્ષો સુધી કંઇ ખાસ કરી શક્યું નથી. 1980માં બનેલા સાર્કની શાનમાં આવી ગુસ્તાખી આજસુધી કોઇએ કરી નથી.

7: 15 AM: પાટલી બદલવાના રાજકારણ મુજબ દિલ્હીમાં ભાજપના સિખ ચહેરા રહી ચૂકેલા હરશરણ સિંહ બલ્લીએ ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવ્યો છે.

English summary
Here is the live news string in your own Hindi language. Read all today's news on one page. Today's main news is Narendra Modi in Nepal SAARC Summit meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X