• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Live: દેશમાં કોરોના વાયરસના ઘોષિત દર્દી 3374 અને 77ના મોત

|

દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોરોના વાયરસના કારણે હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ બનતી જોવા મળી રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 64,787થી પણ વધુ લોકોના મોત થઈ ગયા છે. વળી સંક્રમિત લોકોની સંખ્યા 12 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમાં સંક્રમિત કેસોની સંખ્યા 3374 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 77 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 267 લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે. કોરોના વાયરસના કેસોના કારણે દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે. આજે લૉકડાઉનનો 12મો દિવસ છે.

corona

Newest First Oldest First
5:25 PM, 5 Apr
ગૃહ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યુ કે રાજ્યની સરકારો લૉકડાઉનનુ પાલન કરાવી રહી છે. જરૂરી સામાનની સપ્લાય પણ સંતોષજનક છે.
5:03 PM, 5 Apr
દેશના 274 જિલ્લા કોરોનાથી પ્રભાવિત છે. 24 કલાકમાં 472 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 79 લોકોના મોત નીપજ્યા છે. ઈઝરાયેલમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 8000ને પાર છે.
4:39 PM, 5 Apr
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુકે અત્યાર સુધી કોરોનાના 3374 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં 11 લોકોના મોત થયા છે.
4:18 PM, 5 Apr
મુખ્યમંત્રી યોગી બોલ્યા - 15 એપ્રિલે ખતમ થશે લૉકડાઉન, ભીડ ન થવા દે અધિકારી
4:16 PM, 5 Apr
HRD મિનિસ્ટર રમેશ પખરિયાલે કહ્યુ છે કે 14 એપ્રિલે સ્થિતિને જોયા બાદ જ નિર્ણય કરવામાં આવશે કે સ્કૂલ, કોલેજ ખોલવામાં આવે કે નહિ.
4:15 PM, 5 Apr
55 નવા કેસ આવ્યા બાદ મહારાષ્ટ્રમા્ં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 690 થઈ.
3:35 PM, 5 Apr
મુંબઈના ધારાવીમાં વધુ એક વ્યક્તિ કોરોના પીડિત જોવા મળ્યો. 21 વર્ષનો આ યુવા કોરોનનાથી સંક્રમિત જોવા મળ્યો છે. ધારાવીમાં આ સાથે 5 કેસ સામે આવી ચૂક્યા છે.
3:07 PM, 5 Apr
પ્રધાનમંંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ની મહામારી પર દેશના બે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલ સાથે વાત કરી.
2:21 PM, 5 Apr
દેશભરમાં 14 એપ્રિલ સુધી લાગુ લૉકડાઉન વચ્ચે નોઈડા માટે નવો આદેશ લાગુ કરવામાં આવ્યો છે. નોઈડામાં કલમ 144નો સમય 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો છે. જે હેઠળ જુલૂસ, ઘરણા પ્રદર્શન અને અન્ય આયોજન પર સંપૂર્ણપણે રોક રહેશે. પોલિસ અધિકારી આશુતોષ દ્વિવેદીએ આદેશ જારી કરીને કહ્યુ કે નિયમોનુ ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
2:07 PM, 5 Apr
ઈઝરાયેલમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 8000ને પાર થઈ ગઈ છે.
2:07 PM, 5 Apr
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 26 નવા પૉઝિટીવ કેસ, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 661 થઈ છે.
1:27 PM, 5 Apr
દિલ્લીના IGI એરપોર્ટ પર 8 શંકાસ્પદોને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે રોક્યા છે. આ બધા સ્પેશિયલ ફ્લાઈટથી દેશમાંથી જવાની ફિરાકમાં હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે બધા દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં રહેતા હતા. બધા વિદેશી મૂળના છે.
1:05 PM, 5 Apr
તમિલનાડુમાં લૉકડાઉન તોડવા પર 78,837 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લૉકડાઉન તોડવા પર 78,707 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 59,868 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.
12:28 PM, 5 Apr
દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન 8-9 એપ્રિલના રોજ શબ-એ-બારાતની ઉજવણી કરવા માટે માંથી બહાર ન નિકળે.
5:52 PM, 4 Apr
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલે રાજકીય પાર્ટીઓના સંસદીય નેતાઓ સાથે વાત કરશે. આઠ એપ્રિલના રોજ સવારે 11 વાગે આ મીટિંગ થશે. જે રાજકીય દળોના રાજ્યસભા અને લોકસભામાં પાંચથી વધુ સાંસદ છે, એ પાર્ટીઓના નેતાઓને આ વીડિયો કૉન્ફરન્સિંગમાં બોલાવવામાં આવશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ છે કે બેઠકમાં કોરોના વાયરસ મુદ્દે વાત કરવામાં આવશે.
5:41 PM, 4 Apr
તબલીગી જમાતના સંક્રમિત લોકો વિશે માહિતી આપતા લવ અગ્રવાલે કહ્યુ, અત્યાર સુધી અમને 17 રાજ્યોના તબલીગી જમાત સાથે સંબંધિત કેસમળી આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધી 1023 કોરોના વાયરસના પૉઝિટીવ કેસ નિઝામુદ્દીન મરકજમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં શામેલ લોકોમાં સામે આવ્યા છે. દેશમાં કુલ કેસોમાંથી લગભગ 30 ટકા નિઝામુદ્દીન મરકજના તબલીગી જમાત સાથે જોડાયેલ છે.
5:33 PM, 4 Apr
શનિવારે મીડિયાને સંબોધિત કરીને લવ અગ્રવાલે જણાવ્યુ કે 9 ટકા રોગી 0-20 વર્ષની ઉંમરના છે અને 42 ટકા રોગી 21-40 વર્ષની ઉંમરના છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં 33 ટકા કેસ 41-60 વર્ષની ઉંમરના રોગીઓના છે અને 17 ટકા રોગી 60 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે. વળી, કાલથી અત્યાર સુધી 601 પૉઝિટીવ કેસ સામે આવ્યા છે.
5:09 PM, 4 Apr
કોવિડ 19 કેસો મહારાષ્ટ્રમાં 537 થઈ ગયા છે, 50 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાં રજા આપી દેવાઈ છેઃ રાજ્ય આરોગ્ય મંત્રી રાજેશ ટોપે
5:09 PM, 4 Apr
કોવિડ 19 કેસો મહારાષ્ટ્રમાં 537 થઈ ગયા છે, 50 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાં રજા આપી દેવાઈ છેઃ રાજ્ય આરોગ્ય મંત્રી રાજેશ ટોપે
4:35 PM, 4 Apr
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે રાજ્યના સ્થાનિક ઉદ્યોગપતિઓને 10 દિવસમાં વેંટિલેટર બનાવવામાં સફળતા મળી છે.વેંટિલેટરનુ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ છે. આશા છે કે હવે રાજ્યમાં વેંટિલેટરની કમી નહિ આવે.
2:46 PM, 4 Apr
લોકડાઉન પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ 387 લોકોની ધરપકડ કરવામાં આવી છે, છેલ્લા 24 કલાકમાં 52 વાહનો કબજે કરવામાં આવ્યા છે અને 53 એફઆઈઆર નોંધાઈ છે: પશ્ચિમ બંગાળ પોલીસ
2:25 PM, 4 Apr
નેપાળ: પોલીસે કાઠમાંડુમાં લોકડાઉન ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનારા લોકોની ધરપકડ કરી. નેપાળમાં 7 એપ્રિલ સુધી લોકડાઉન છે.
1:58 PM, 4 Apr
રાજસ્થાનમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા, દર્દીઓની સંખ્યા 198 થઇ.
1:26 PM, 4 Apr
પંજાબથી લગભગ 125 લોકો તબલીગી જમાતના મરકજમાં ગયા હતા. આમાં 125માંથી 73ને ટ્રેક કરવામાં આવ્યા અને બધાને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા. 25 કેસોમાં સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે. અત્યાર સુધી 5 પૉઝિટીવ કેસ સામે આવ્યા છે.
1:10 PM, 4 Apr
ભોપાલમાં સૌથી પહેલા કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળેલી મહિલા અને તેના પત્રકાર પિતા હવે સંક્રમણમુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ.
1:10 PM, 4 Apr
સીએમ યોગી આદિત્યનાથે બહુજન સમાજપાર્ટીના નેતા માયાવતીનો આભાર માન્યો. વાસ્તવમાં માયાવતીએ કોરોના સામે બસપા ધારાસભ્યોને સરકારને સપોર્ટ કરવા માટે આદેશ આપ્યો હતો.
11:59 AM, 4 Apr
એઇમ્સના કર્મચારીઓએ પીએમ કેર ફંડમાં એક દિવસનો પગાર આપ્યો હતો. આ નાણાં કોરોના સામે લડવામાં ખર્ચ કરવામાં આવશે.
11:30 AM, 4 Apr
યોગી સરકારે કોરોના સામે રક્ષણ આપવા માટે 66 મિલિયન ટ્રિપલ-લેયર વિશેષ ખાદી માસ્ક બનાવવાનો આદેશ આપ્યો. આ માસ્ક ફરીથી ધોઇને વાપરી શકાય છે. ગરીબને આ મફતમાં મળશે, બાકીના માટે ભાવ સામાન્ય રહેશે.
10:56 AM, 4 Apr
દેશભરમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2900 ને વટાવી ગઈ છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં આજે સવારે કોરોનાથી એક 36 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતકનો રિપોર્ટ 2 એપ્રિલે કોરોન પોઝિટીવ આવ્યો હતો.
10:39 AM, 4 Apr
બીકાનેરમાં કોરોનાથી 65 વર્ષની મહિલાનું મોત.
READ MORE

English summary
Live Updates: Corona virus entry in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more