• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Live: દેશમાં 30 જુલાઈ સુધી 1 કરોડ 88 લાખથી વધુ સેમ્પલ થયા ટેસ્ટ

|

આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં આના મામલા સતત વધી રહ્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 1.7 કરોડથી વધુ સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધી 6 લાખ અને 75 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના મામલા વધીને 16,38,870 થઈ ગયા છે. અત્યાર સુધી 35,747 લોકોના જીવ ચાલ્યા ગયા છે. રાહતની વાત એ છે કે 10,57,805 લોકો ઠીક થઈ ઘરે પહોંચી ગયા છે.

coronavirus

Newest First Oldest First
10:47 AM, 8 Aug
દેશમાં હવે કુલ પૉઝિટીવ કેસની સંખ્યા 20,88,612 થઈ ગઈ છે જેમાં 6,19,088 સક્રિય કેસ, 14,27,006 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત અને 42,518 મોત શામેલ છે.
10:46 AM, 8 Aug
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 61,537 નવા કેસ સામે આવ્યા છે અને 933 દર્દીઓના મોત થયા છે.
10:45 AM, 8 Aug
કાલે(7 ઓગસ્ટ) સુધી કોરોના વાયરસ માટે કુલ 2,33,87,171 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 5,98,778 સેમ્પલના ટેસ્ટ કાલે કરવામાં આવ્યાઃ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)
10:19 AM, 8 Aug
ભારતમાં 21 લાખ પાસે પહોંચી કોરોના સંક્રમિતોની સંખ્યા.
10:48 AM, 7 Aug
હવે દેશમાં કોરોના સંક્રમણના કેસ 20,27,075 થઈ ગયા છે. જેમાં 6,07,384 સક્રિય કેસ, 13,78,106 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 41,585 દર્દીઓના મોત શામેલ છે.
10:47 AM, 7 Aug
છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 62,538 નવા કેસ સામે આવ્યા છે.
10:23 AM, 7 Aug
6 ઓગસ્ટ સુધી ટેસ્ટ કરાયેલ કોવિડ-19 સેમ્પલોની કુલ સંખ્યા 2,27,24,134 છે જેમાં 5,74,783 સેમ્પલોના ટેસ્ટ કાલે કરવામાં આવ્યાઃ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ
8:12 AM, 7 Aug
ચંદીગઢમાં કોવિડ 19 મામલાની સંખ્યા 1327 થઈ. કુલ સક્રિય મામલા 529 અને અત્યાર સુધી 20ના મોત થયાં છેઃ ચંદીગઢ પ્રશાસન
8:12 AM, 7 Aug
તેલંગાણાના હૈદરાબાદમાં 192 પોલીસકર્મી કોરોનાની જંગ જીતી કામ પર પરત ફર્યા.
8:12 AM, 7 Aug
મુંબઈઃ ગીચ વસતી ધરાવતા છારાવીમાં માત્ર 8 કોરોના કેસ, 2257 લોકો ડિસ્ચાર્જ, 82નો ઈલાજ ચાલી રહ્યો છે.
8:12 AM, 7 Aug
યુપીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4658 કેસ, અત્યાર સુધીમાં 1918ના મોત
12:37 PM, 6 Aug
જૂનમાં સતત ચોથા મહિને ભારતના વેપાર નિકાસમાં ઘટાડો આવ્યો. ઘરેલુ માંગમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડાના કારણે જૂન મહિનામાં આયાતમાં ઘણો ઘટાડો આવ્યોઃ ભારતીય રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસ
12:35 PM, 6 Aug
દર વર્ષે જૂનમાં વાર્ષિક મોંઘવારી દર માર્ચના 5.84 ટકાની સરખામણીમાં વધીને 6.09 ટકા રહી ગયો જે કેન્દ્રીય બેંકના મીડિયમ ટર્મ ટાર્ગેટથી વધુ છે, આરબીઆઈનો ટાર્ગેટ બેથી છ ટકા છેઃ RBI
12:32 PM, 6 Aug
આરબીઆઈ ગવર્નરના જણાવ્યા મુજબ કોરોનાની માર બાદ દેશની ઈકોનૉમી હવે ટ્રેક પર પાછી આવી રહી છે. ગવર્નરે કહ્યુ કે સારા પાકના કારણે ગ્રામીણ ઈકોનૉમીમાં રિકવરી છે.
12:24 PM, 6 Aug
અમે ગ્રોથમાં તેજી લાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે, અમારી કોશિશ છે કે કોરોનાની અસરને ઘટાડવામાં આવેઃ શક્તિકાંત દાસ
12:24 PM, 6 Aug
કોરોના વાયરસના કારણે આ વર્ષના પહેલા છ માસિકમાં મોંઘવારી દરમાં વૃદ્ધિની આશા છે. જો કે બીજા છમાસિકમાં આમાં ઘટાડો થવાની સંભાવના છે.
12:23 PM, 6 Aug
ભારતમાં આર્થિક સુધારો થઈ ગયો છે અને મોંઘવારી દર પણ નિયંત્રણમાં છે.
12:19 PM, 6 Aug
વર્ષ 2020-21માં વાસ્તવિક સકળ ઘરેલુ ઉત્પાદની વૃદ્ધિ પણ નકરાત્મક રહેવાનુ અનુમાન છેઃ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ
12:18 PM, 6 Aug
બધા પરિબળોને ધ્યાનમાં રાખીને વર્ષના પહેલા છમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ સંકોચન ઝોનમાં રહેવાનુ અનુમાન છે.
12:17 PM, 6 Aug
RBI કદાચ દુનિયાની એકમાત્ર કેન્દ્રીય બેંક છે જેણે મહત્વપૂર્ણ કાર્યોની નિરંતરતા માટે એક વિશેષ સંગરોધ સુવિધા સ્થાપિત કરી છેઃ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ
12:15 PM, 6 Aug
એમએસએફ, બેંક રેટ 4.25 ટકા પર જ યથાવત છે.
12:10 PM, 6 Aug
રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે પહેલાની જેમ 3.3% છેઃ આરબીઆઈ ગવર્ગર શક્તિકાંત દાસ
12:09 PM, 6 Aug
રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે પહેલાની જેમ જ 4% રહેશે.
12:07 PM, 6 Aug
ભારતીય રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિની ત્રિદિવસીય બેઠક આજે સમાપ્ત થઈ ગઈ.
12:06 PM, 6 Aug
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આજે બપોરે 12 વાગે મૌદ્રિક નીતિ સમિતિ(એમપીસી) બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ઘોષણા કરશે.
11:58 AM, 6 Aug
RBI ગવર્નર શક્તિકાંત દાસ થોડી વારમાં વ્યાજદરો અંગે કરશે મોટા એલાન.
10:56 AM, 6 Aug
એક દિવસની અંદર કોરોના વાયરસના કારણે 904 લોકોના મોત થયા. મૃતકોની સંખ્યા થઈ 40,699. અત્યાર સુધી 13,28,337 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.
10:55 AM, 6 Aug
દેશમાં નથી અટકી રહ્યો કોરોના વાયરસનો કહેર, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 56282 નવા કેસ, કુલ કેસ વધીને થયા 19,64,537.
9:49 AM, 6 Aug
આંધ્ર પ્રદેશમાં આજે કોરોનાા 10,128 નવા કેસ રિપોર્ટ થયા. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,86,461 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 1,04,354 લોકો રિકવર થઈ ચૂક્યા છે અને 1681ના મોત થઈ ગયા. અત્યારે રાજ્યમાં 80,426 સક્રિય કેસ છે.
11:04 AM, 4 Aug
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 52,050 નવા કેસ સામે આવ્યા છે અને 803 દર્દીના મોત થયા છે.
READ MORE

English summary
Live Updates: Corona virus entry in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more