• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીએમ મોદીએ માં હીરા બાના આશીર્વાદ લીધા

|

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણઈ 2019માં ફરી એકવાર મોદી લહેર જોવા મળી, પરિણામ જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે હજુ પણ દેશમાં મોદી મેજિક યથાવત છે. ભાજપે ન માત્ર પોતાના દમ પર બહુમતનો આંકડો પાર કર્યો બલકે કેટલાય રાજ્યોમાં ક્લીન સ્વીક કરી. જેમાં દેશની રાજધાની દિલ્હી અને હિમાચલ પ્રદેશ સહિત કેટલાય અન્ય રાજ્યો છે. આ રાજ્યોમાં કોંગ્રેસ પોતાનું ખાતું પણ ન ખોલાવી શકી, કેટલીય હાઈપ્રોફાઈલ સીટો પર પણ મોટી ઉલટફેર જોવા મળી. અમેઠી સીટથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારનો સામનો કરવો પડ્યો છે, તેમને સ્મૃતિ ઈરાની હરાવ્યા.

pm modi

Newest First Oldest First
9:11 PM, 26 May
અમદાવાદ
પીએમ મોદીએ માં હીરા બાના આશીર્વાદ લીધા. હીરા બાના ઘરની બહાર મોટી સંખ્યામાં ભીડ જામી છે.
8:02 PM, 26 May
પીએમ મોદી થોડા જ સમયમાં માતા હીરા બાને મળવા માટે પહોંચશે. હીરા બાના ઘરની બહાર મોટી સંખ્યામાં ભીડ જામી છે. સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
8:01 PM, 26 May
પીએમ મોદી થોડા જ સમયમાં માતા હીરા બાને મળવા માટે પહોંચશે
7:47 PM, 26 May
અમદાવાદ
મોદીએ અમદાવાદમાં કહ્યું કે આઝાદી પછી પહેલીવાર રેકોર્ડ બ્રેક મતદાન થયું. જીત સાથે જવાબદારી પણ આવી છે. ચૂંટણીમાં જનતાની ભાગીદારી વિશાલ અને વ્યાપક હતી.
7:34 PM, 26 May
અમદાવાદ
મોદીએ અમદાવાદમાં કહ્યું કે ગુજરાતથી વિદાઈ લીધી ત્યારે આખો ભીની થઇ હતી
7:33 PM, 26 May
અમદાવાદ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે રાજ્યની બધી જ સીટો જીત્યા પછી નરેન્દ્ર મોદી અહીં આવ્યા છે, એટલે જોરથી તેમનું સ્વાગત કરો જેનો અવાઝ પશ્ચિમ બંગાળ સુધી પહોંચે
7:31 PM, 26 May
ઓડિશા
નવીન પટનાયકે ઓડિશામાં સરકાર ગઠન કરવાનો દાવો કર્યો
1:04 PM, 26 May
દિલ્હી
વાયએસઆરસીપી જગનમોહન રેડ્ડી એ આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી
11:24 AM, 26 May
નવી દિલ્હી
સાઉદી અરબના ક્રાઉન પ્રિંસે પીએમ મોદીને જીત માટે અભિનંદન આપ્યા
11:23 AM, 26 May
અમેઠીમાં મોડી રાત્રે સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહ બારોલી ગામના પ્રધાન હતા હજુ સુધી આ બાબતે કોઈ જ માહિતી નથી મળી શકી કે આખરે તેમની હત્યા પાછળ કોનો હાથ હતો અને કયા બદમાશોએ તેમને ગોળી મારી.
7:55 PM, 25 May
એનડીએ સંસદીય દળના નેતા તરીકે પીએમ મોદીને ચૂંટવામાં આવ્યા.
1:19 PM, 25 May
રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆતના સમાચારોને રણદીપ સુરજેવાલાએ ફગાવી દીધા
1:18 PM, 25 May
તમિલનાડુના સીએમ પલાનીસ્વામી, ડેપ્યુટી સીએમ પનીરસેલ્વમ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર રાવત પહોંચ્યા દિલ્લી, એનડીએની બેઠકમાં થશે શામેલ
1:16 PM, 25 May
YSRCP જગનમોહન રેડ્ડીનું કાર્યકર્તાઓએ કર્યુ જોરદાર સ્વાગત
1:15 PM, 25 May
રાહુલ ગાંધીએ કરી રાજીનામાની રજૂઆત, CWCએ કહ્યુ - ના આપો રાજીનામુ
1:15 PM, 25 May
PMOને સંબોધિત કરીને નરેન્દ્ર મોદીએ કહ્યુ - પોતાની અંદરની નેતૃત્વની ક્ષમતા હોવી જરૂરી.
1:13 PM, 25 May
તમિલનાડુમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ડીએમકે પ્રમુખ અને જીતેલા ઉમેદવારોએ એમ કરુણાનિધિએ આપી શ્રદ્ધાંજલિ
12:01 PM, 25 May
પૂરી લોકસભા સીટથી જીત મેળવનાર પિનાકી મિશ્રાએ કહ્યુ – લોકોના પ્રેમ માટે તેમનો આભાર.
11:59 AM, 25 May
કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં ચિદમ્બરમ અને સિદ્ધારમૈયા પણ શામેલ
11:52 AM, 25 May
હાર પર મંથન માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ હાજર
11:50 AM, 25 May
હાર બાદ હવે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, રાહુલના રાજીનામા વિશે અટકળો તેજ, સોનિયા ગાંધી, મનમોહન સિંહ પણ બેઠકમાં થશે શામેલ
11:49 AM, 25 May
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી સાથે કોઈ મુકાબલો નહિ થાય કારણકે તે માત્ર મહત્તમ 60 સીટો જ જીતી શકશે – વિષ્ણુપુરથી જીતનાર ભાજપના સૌમિત્ર ખાન
10:47 AM, 25 May
પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી કાલે જશે ગુજરાત. પોતાની માના લેશે આશીર્વાદ. સોમવારે જશે વારાણસી.
10:46 AM, 25 May
પાર્ટીની હારની સમીક્ષા કરવા માટે આજે દિલ્લીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠક.
10:45 AM, 25 May
નરેન્દ્ર મોદી આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરશે.
10:44 AM, 25 May
જાપાનના ઓસાકામાં 28 જૂને જી-20 શિખર સંમેલન થવા જઈ રહ્યુ છે.
9:36 AM, 25 May
કેન્દ્રીય કેબિનેટના સમ્માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ડિનરનું આયોજન કર્યુ. ડિનરમાં પીએમ મોદી અને એનડીએ કેબિનેટના બધા મંત્રી હાજર રહ્યા.
8:43 AM, 25 May
મમતા બેનરજી પોતાના નિવાસ પર ટીએમસી નેતાઓ સાથે મુલાકાત કરશે.
7:44 PM, 24 May
ઈવાંકા ટ્રમ્પે મોદીને લોકસભા ચૂંટણી જીતવા બદલ શુભેચ્છા પાઠવી
6:07 PM, 24 May
હું બહુ પરેશાન છું, સટ વહેંચણી અને ગઠબંધનની પ્રક્રિયામાં બહુ મોડું થયું, આ યોગ્ય નહોતું- કોંગ્રેસની હાર પર બોલ્યા સદાનંદ સિંહ
READ MORE

English summary
Live Updates on Lok Sabha Election Results 2019, election commission will declare lok sabha results soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X