For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીટોને લઈ ભાજપ-પાસવાન વચ્ચે બની સહમતિ, આ રહ્યો નવો ફોર્મ્યૂલા

સીટોને લઈ ભાજપ-પાસવાન વચ્ચે બની સહમતિ, આ છે નવો ફોર્મ્યૂલા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ શુક્રવારે 2019 લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણી મુદ્દે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન અને તેમની દીકરા ચિરાગ પાસવાન સાથે ચર્ચા કરી. સૂત્રો મુજબ સીટને લઈને સહમતિ થઈ ગઈ છે. સૂત્રો મુજબ એલજેપી માટે સીટોનો ફોર્મ્યૂલા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બિહારમાં લોકસભાની 6 સીટ ઉપરાંત એક રાજ્યસભા સીટ સામેલ છે. કુશવાહાએ એનડીએ ગઠબંધન છોડ્યા બાદ લોજપાના ખાતામાં 7 સીટ આવી ગઈ છે.

પાર્ટીઓની વચ્ચે સીટ શેરિંગનું એલાન શનિવારે

પાર્ટીઓની વચ્ચે સીટ શેરિંગનું એલાન શનિવારે

સૂત્રો મુજબ ભાજપ અને નીતિશ કુમાર સાથે મીટિંગ બાદ બિહારમાં ત્રણ પાર્ટીઓ વચ્ચે સીટ શેરિંગનું એલાન પણ થઈ શકે છે. હાલ નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે. શનિવારે જેના અધિકરણની ઘોષણા થઈ શકે છે. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર હશે. સૂત્રો મુજબ આ દરમિયાન એલજેપીને લોકસભાની 7 સીટ આપવામાં આવવાનો ફેસલો લેવામાં આવી શકે છે. એલજેપીએ લોકસભા ચૂંટણીમાં બિહારથી 7 સીટોની માગણી કરી હતી. લાંબી બેઠક બાદ આ સાત સીટને લઈ એલજેપીને નવી ફોર્મ્યૂલા આપવામાં આવી છે.

એલજેપીને મળી 7 સીટ

એલજેપીને મળી 7 સીટ

સૂત્રો મુજબ એલજેપીએ 7 સીટની માગણી કરી હતી. જે બાદ બેઠકમાં નવો ફોર્મ્યૂલા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લોજપાની સાત સીટની માગણી યથાવત રાખવામાં આી છે, પરંતુ આ સાત સીટોને બિહારમાં આપવાને બદલે અલગ રાજ્યમાં પણ સીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નવા ફોર્મ્યૂલા અંતર્ગત એલજેપીને બિહારમાં 6 લોકસભા સીટ આપવામાં આવી છે. જ્યારે 1 રાજ્યસભા સીટ રામવિલાસ પાસવાનને આપવામાં આવી છે.

નવા ફોર્મ્યૂલામાં રામવિલાસ જશે રાજ્યસભા

નવા ફોર્મ્યૂલામાં રામવિલાસ જશે રાજ્યસભા

ઉલ્લેખનીય છે કે સીટની માગ કરતાં એલજેપીએ કહ્યું હતું કે તેમને અન્ય રાજ્યમાં પણ સીટ જોઈએ છે. કેમ કે એમનું જનસમર્થન અને તાકાત પાછલી ચૂંટણીથી અત્યારે વધુ વધી રહ્યું છે. માટે તેમણે અન્ય રાજ્યમાં પણ સીટ જોઈએ. આ નવા ફોર્મ્યૂલા બાદ બિહારમાં ભાજપ અને જેડીયૂ 17 લોકસભા સીટ પર ચૂંટણી લડશે. જેની ઘોષણા કાલે અમિત શાહ, નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાન એક પ્રેસ કોન્ફ્રન્સના માધ્યમથી કરી શકે છે.

ભાજપ યાત્રાને મંજૂરી નહિ, હાઈકોર્ટની ચીફ જસ્ટીસ બેંચે રદ કર્યો સિંગલ બેંચનો ચુકાદોભાજપ યાત્રાને મંજૂરી નહિ, હાઈકોર્ટની ચીફ જસ્ટીસ બેંચે રદ કર્યો સિંગલ બેંચનો ચુકાદો

English summary
LJP to contest on 6 Lok Sabha seats in Bihar also get 1 rajya sabha seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X