For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશીરામ, અડવાણી અને પ્રણવ મુખર્જીને મળી શકે છે ભારત રત્ન

સૂત્રો મુજબ સરકાર પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે. જ્યારે કદાવર દલિત નેતા કાશીરામ સાથે સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય નાગરિકને અપાતા સર્વોચ્ચ નાગરિક સમ્માન 'ભારત રત્ન' ની ઘોષણા આ વર્ષે થશે તો કેટલાક રસપ્રદ નામો સામે આવી શકે છે. ઈતિહાસમાં પહેલી વાર એવુ બનશે જ્યારે ભારત રત્ન માટે 4 નામોની ઘોષણા કરવામાં આવશે. આ પહેલા વર્ષ 1954 માં ત્રણ વ્યક્તિઓને ભારત રત્નના સમ્માનથી નવાજવામાં આવ્યા હતા.

આ વર્ષે 4 લોકોને આપવામાં આવી શકે છે ભારત રત્ન

આ વર્ષે 4 લોકોને આપવામાં આવી શકે છે ભારત રત્ન

સૂત્રો મુજબ સરકાર પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે. જ્યારે કદાવર દલિત નેતા કાશીરામ સાથે સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ સરકાર ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે. આ ઉપરાંત એક નામ દક્ષિણ ભારતથી પણ છે.

રાજકીય લાભ પણ લેવા ઈચ્છશે ભાજપ

રાજકીય લાભ પણ લેવા ઈચ્છશે ભાજપ

કાશીરામને ભારત રત્ન આપવાની માંગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. કાશીરામને ભારત રત્ન તેમણે દલિત સમાજના ઉત્થાન માટે કરેલા પ્રયાસોને જોતા આપવામાં આવી શકે છે. ઘણા દલિત સંગઠન આ માંગ સતત કરતા આવ્યા છે. જ્યારે પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દેશની રાજનીતિમાં તેમના યોગદાન માટે સમ્માન આપવામાં આવી શકે છે. વળી, કાશીરામને ભારત રત્નથી સમ્માનિત કરાયા બાદ ભાજપ આનો રાજકીય લાભ લેવા પણ ઈચ્છશે કારણકે હાલમાં ઘણી એવી ઘટનાઓ બાદ ભાજપ પર દલિતો વિરોધી હોવાનો આરોપ પણ લાગ્યો છે. જેના કારણે પક્ષની ઘણી ટીકા પણ થઈ છે. આ પ્રકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરાયા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપને આનો ફાયદો મળી શકે છે.

ભારતનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે ભારત રત્ન

ભારતનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે ભારત રત્ન

ભારત રત્ન કોઈ પણ ભારતીય નાગરિકને તેના ઉલ્લેખનીય યોગદાન માટે આપવામાં આવે છે. શરૂઆતમાં આ સમ્માન કલા, સાહિત્ય, વિજ્ઞાન અને પબ્લિક સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી હસ્તીઓને જ આપવામાં આવતુ હતુ. પરંતુ ત્યારબાદ સરકારે 2011 માં આમાં માનવીય પ્રયાસોને પણ શામેલ કર્યા. ભારત રત્ન માટે નામોની ભલામણ દેશના પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ 3 નામ ભારત રત્ન માટે મોકલવામાં આવે છે પરંતુ આ વખતે પહેલી વાર 4 નામોની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

English summary
lk Advani Kanshi Ram and Pranab Mukherjee likely to get Bharat Ratna
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X