• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્થાનિકસ્વરાજ ચૂંટણીપરિણામ : ભાજપનો ભવ્ય વિજય, કૉંગ્રેસની હાર બાદ દિગ્ગજોનાં રાજીનામાં

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે કૉંગ્રેસની હાર બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે.

નગરપાલિકામાં ભાજપે 2085, કૉંગ્રેસે 388, અપક્ષે 172, આપે નવ, બીએસપીએ છ અને અન્યે 24 બેઠકો જીતી છે.

જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપે 800, કૉંગ્રેસે 169, અપક્ષે ત્રણ, આપે બે, બીએસપીએ એક અને અન્યે ચાર બેઠકો જીતી છે.

તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ભાજપે કુલ 3352 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કૉંગ્રેસે 1252, અપક્ષે 115, આપે 31, બીએસપીએ ચાર અને અન્યે 16 બેઠકો જીતી છે.


ગુજરાત ભાજપના ઍજન્ડા સાથે - PM મોદી

https://twitter.com/ANI/status/1366725478426374145

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલા વિજય પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યાં છે.

વડા પ્રધાને ટ્વિટર પર લખ્યું, "ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીનાં પરિણામોથી સ્પષ્ટ છે કે ગુજરાત ભાજપના વિકાસ અને ગુડ ગવર્નેન્સના ઍજન્ડા સાથે ઊભું છે. હું ગુજરાતના લોકોને ભાજપ માટે તેમના અટલ વિશ્વાસ અને પ્રેમ માટે નમન કરું છું."


અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું

https://twitter.com/bbcnewsgujarati/status/1366725969831211013

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે ત્યારે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું.

કૉંગ્રેસના કયાકયા મોટા નેતાઓ એમનાં 'ઘર'માં જ કૉંગ્રેસને ન જિતાડી શક્યા?

અમિત ચાવડાથી પરેશ ધાનાણી, દિગ્ગજ નેતાઓના વિસ્તારમાં કૉંગ્રેસની હાર સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થઈ રહ્યો છે અને કૉંગ્રેસનો પરાજય થઈ રહ્યો છે.

કૉંગ્રેસના પરાજયમાં મોટા મોટા નેતાઓની પણ હાર થઈ છે. કૉંગ્રેસ ગુજરાત પ્રમુખ અમિત ચાવડાથી લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુધીના અનેક દિગ્ગજોના પોતાના મતવિસ્તારમાં કૉંગ્રેસનો પરાજય થયો છે.

https://twitter.com/bbcnewsgujarati/status/1366703525267337218


કૉંગ્રેસે ક્યાં ચૂકી?

પરંપરાગત રીતે શહેરી વિસ્તારમાં ભાજપ તો ગ્રામ્ય વિસ્તારને કૉંગ્રેસનો ગઢ માનવામાં આવતો પરંતુ જે રીતે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાથી લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓના વિસ્તારમાં કૉંગ્રેસની હાર પરાજય થઈ રહ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ કૉંગ્રેસનો આધાર ખસકવા લાગ્યો છે.

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસનો આ હાલ દેખાડે છે કે ગુજરાતમાં કૉંગ્રેસ ખતમ થઈ ગઈ છે." "2015 માં ભાજપને સૌરાષ્ટ્રની 56માંથી 30 વિધાનસભાની બેઠકો મળી હતી. અને મોટાભાગની જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ જેમાં રાજકોટ જિલ્લા પંચાયત પણ સામેલ છે તે કૉંગ્રેસ પાસે હતી." "કૉંગ્રેસને મળેલી એસફળતા પાછળ ભાજપથી પાટીદારો અને ખેડૂતોની નારાજગીનો મોટો ભાગ હતો. એ સમયે ગ્રામ્ય વિસ્તારો કૉંગ્રેસની સાથે હતા."

"2015માં મોરબી પાટીદાર આંદોલનમાં મહત્ત્વનું મથક હતું અને ત્યાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને સફળતા મળી હતી. અમરેલી સહિત અન્ય જગ્યાએ પણ આવું જ થયું હતું. જ્યાંજ્યાં પાટીદારોનું પ્રભુત્વ હતું ત્યાં કૉંગ્રેસને સફળતા મળી હતી."

"2015 માં પાટીદાર આંદોલનનો પ્રભાવ હતો અને હાર્દિક પટેલની લોકપ્રિયતા પણ ચરમ પર હતી. કૉંગ્રેસને ત્યારે આનો ફાયદો મળ્યો હતો પરંતુ આ વખતે ખેડૂતો અને પાટીદારો ભાજપ સાથે છે."

તેઓ કૉંગ્રેસની ખામી વિશે વાત કરતા કહે છે કે "કૉંગ્રેસમાં સક્ષમ નેતાગીરીનો અભાવ, આંતરિક કંકાસ, નેતાઓ માત્ર ચૂંટણી વખતે દેખાય પછી ભૂલી જાય અને ટિકિટ છેલ્લે સુધી જાહેર નથી થતી, એવી અનેક સમસ્યાઓ છે.""પરેશ ધાનાણી વિપક્ષના નેતા છે પરંતુ પોતાના ગઢ અમરેલી જિલ્લા પંચાયતમાં પક્ષને જિતાડી ન શકે, અજુન મોઢવાડિયા પણ પોતાના શહેરમાં પાર્ટીને જિતાડી ન શકે તો સમજવું કે પાર્ટી પાસે ચૂંટણીની કોઈ રણનીતિ જ નથી." "આ કૉંગ્રેસના પતનનાં કારણો છે અને હવે પરિસ્થિતિ એ છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ રહેશે કે નહીં એ સવાલ છે."

તેમનું કહેવું છે, "કૉંગ્રેસનું જે હદે પતન થયું છે ત્યાંથી પાછાં ઊભા થવું બહુ મશ્કેલ છે."

હાર્દિક પટેલ પણ મહાનગરપાલિકા ચૂંટણી પછી પોતાની નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓ જ પાર્ટીને ડુબાડી દેવા માટે જવાબદાર છે.

જગદીશ આચાર્યે કહ્યું કે કૉંગ્રેસમાં જે સંસ્કૃતિ છે એ ઇશારો કરે છે કે હાર્દિક પટેલ જેવા નવા નેતાઓને અન્ય નેતાઓનો સાથ નહીં મળ્યો હોય. તેઓ ઉમેરે છે, "તેમના જણાવ્યા અનુસાર પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પાર્ટી તરફ એ રીતે સમર્પિત નથી દેખાતા કે તેઓ નવા નેતાને ટેકો આપીને પાર્ટીને મજબૂત બનાવે. કૉંગ્રેસનો આંતરિક વિખવાદ તેને અસફળ બનાવે છે."


સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Local body election results: BJP's glorious victory, resignation of veterans after defeat of Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X