For Quick Alerts
For Daily Alerts
મહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારાયું, કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉનને આગામી એક મહિના સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન 30 નવેમ્બર સુધી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. દેશમાં દરરોજ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, મહારાષ્ટ્ર કોવિડ - 19 ના 130,286 સક્રિય કેસ સાથે ટોચ પર છે.
ઓક્ટોબરની શરૂઆતમાં, મહારાષ્ટ્ર સરકારે હોટલ, રેસ્ટોરાં અને બાર ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી. જો કે, માત્ર 50 ટકા ક્ષમતા આવવાની મંજૂરી હતી. શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. રાજ્ય સરકારે મંગળવારે પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વેને લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની સલાહ સાથે પત્ર લખ્યો હતો.
દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર, એક દિવસમાં આવ્યા 5 હજાર મામલા