For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેતવણીઃ લૉકડાઉન દરમિયાન સંક્રમણથી બચાવવા માટે આ વ્યવસ્થા ન કરી તો...

વાયરોલૉજિસ્ટ, પૂર્વ પ્રમુખ, સેન્ટર ફૉર એડવાન્સ્ડ રિસર્ચ ઈન વાયરોલૉજી, આઈસીએમઆરના ટી જૈકબ જૉનનુ કહેવુ છે કે લૉકડાઉન દરમિયાન સંક્રમણથી બચાવવા માટે આ વ્યવસ્થા ન કરી તો...

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને કાબુ કરવા માટે 21 દિવસના લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન લોકોને સામાજિક અંતર જાળવવાની અપીલ કરવામાં આવી છે. વાયરોલૉજિસ્ટ, પૂર્વ પ્રમુખ, સેન્ટર ફૉર એડવાન્સ્ડ રિસર્ચ ઈન વાયરોલૉજી, આઈસીએમઆરના ટી જૈકબ જૉનનુ આના પર કહેવુ છે કે લૉકડાઉન ત્યારે જ સફળ થશે જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની ઓળખ કરીને તેમને આઈસોલેટ કરવામાં આવે.

આ સમયગાળાનો ઉપયોગ આ સમસ્યાના ઉકેલ માટે ન કર્યો તો..

આ સમયગાળાનો ઉપયોગ આ સમસ્યાના ઉકેલ માટે ન કર્યો તો..

ટી જૈકબ જૉનનુ કહેવુ છે કે પીએમ મોદી દ્વારા દેશમાં ઘોષિત 21 દિવસનુ લૉકડાઉન કોવિડ-19ના પ્રકોપને ધીમુ કરવામાં મદદ કરશે. પરંતુ જો આ સમયગાળાનો ઉપયોગ આ સમસ્યાના ઉકેલવા માટે કરવામાં ન આવ્યો તો આનો ઉદ્દેશ પૂરો નહિ થાય. એક ઈન્ટરવ્યુ દરમિયાન ટી જૈકબે સરકાર દ્વારા ઉઠાવાઈ રહેલ પગલાંના સંદર્ભમાં કહ્યુ કે સરકાર કદાચ આશ્વસ્ત હતી કે બધુ નિયંત્રણમાં છે. તેમણે વિચાર્યુ કે તે જે પણ જરૂરી છે તે કરી શકે છે કારણકે તેમણે પહેલા બધી વ્યવસ્થા કરી લીધી છે.

આપણા દ્રષ્ટિકોણનો દોષ

આપણા દ્રષ્ટિકોણનો દોષ

તેમણે કહ્યુ, તે (સરકાર) આ લડાઈમાં સાર્વજનિક-ખાનગી ભાગીદારી માટે તૈયાર નહોતા. આ મહામારી સામે લડવા માટે સરકારી આરોગ્ય સંસ્થાનો પૂરતા હોવાનુ અનુમાન લગાવ્યુ હતુ. આ આપણા દ્રષ્ટિકોણનો દોષ હતો કે આપણે સાર્વજનિક-ખાનગી ભાગીદારીને અમલમાં લાવ્યા ત્યારે જ્યારે આપણી પાસે એક મોટુ ખાનગી ક્ષેત્ર છે. તેમણે કહ્યુ કે હેલ્થકેર પાસે ટેસ્ટિંગની જરૂરિયાતો પણ છે. જૈકબે આગળ કહ્યુ, ‘લોકોને સમસ્યાના હિસ્સા તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. શું તમે જનતાને જણાવ્યુ કે આ એક રાષ્ટ્રીય ઈમરજન્સી છે? શું તમે એમને એ કેસોની અનુમાનિત સંખ્યા વિશે જણાવ્યુ છે જેને આપણે આવનારા દિવસોમાં જોઈશુ, આઈસયુમાં ઉપલબ્ધ બેડની સંખ્યા કે ઉણપ, પીપીઈ ઉપકરણોની ઉણપો, માસ્ક કે વેંટિલેટરની ઉપલબ્ધતા? એવી ઘણી વાતો છે, જેને જનતાને ઈમાનદારીથી જણાવવાની જરૂર છે.'

લોકો પાસેથી ત્રણ સપ્તાહ લેવામાં આવ્યા

લોકો પાસેથી ત્રણ સપ્તાહ લેવામાં આવ્યા

તેમણે કહ્યુ કે લૉકડાઉન દ્વારા કોરોના વાયરસના પ્રસારને ધીમો કરવાનો છે. આ મહામારીની અસરને ઘટાડવા માટે લોકો પાસેથી ત્રણ સપ્તાહ લેવામાં આવ્યા છે. શું તમને નથી લાગતુ કે દેશમાં અમુક સંક્રમિત લોકો છે જેમના વિશે હજુ પણ ખબર નથી? પડી તે પોતાના પરિવારોમાં હશે, તે પોતાના માતાપિતા, દાદા-દાદી, પત્ની અને બાળકોમાં સંક્રમણે ફેલાવી રહ્યા હશે. શું તેમને કંઈ કહેવામાં આવ્યુ છે જો ના, તો આ 21 દિવસો દરમિયાન આ નાના પરિવારોમાં ઘણા લોકોને સંક્રમણ થઈ શકે છે. જૈકબે કહ્યુ કે શું લોકોને જણાવવામાં આવ્યુ છે કે વાયરસના લક્ષણ દેખાવા પર તેમને તપાસ માટે કોનો સંપર્ક કરવો જોઈએ. કર્ફ્યુની સ્થિતિમાં તેમના સેમ્પલ કેવી રીતે લેવામાં આવશે? જો આ બધુ જણાવવામાં આવ્યુ છે અને આનુ પાલન કરવામાં આવ્યુ તો આ 21 દિવસ કમ્યુનિટીમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા અત્યાધિક પ્રભાવી હશે.

આ પણ વાંચોઃ અમેરિકાએ ભારતને આપ્યા 210 કરોડ રૂપિયા, 64 દેશોને પણ કરી મદદઆ પણ વાંચોઃ અમેરિકાએ ભારતને આપ્યા 210 કરોડ રૂપિયા, 64 દેશોને પણ કરી મદદ

English summary
lockdown: Veteran Virologist Jacob John Warns of Spike in Covid-19 Cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X