લોકડાઉન વચ્ચે લેવાશે બોર્ડ પરિક્ષાઓ, ગૃહ મંત્રાલયે શરતો સાથે આપી મંજુરી
કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે માર્ચમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન બોર્ડની અનેક પરીક્ષાઓ મુલતવી રાખવી પડી હતી. અગાઉ આશા હતી કે આ પરીક્ષાઓ લોકડાઉન પૂરૂ થયા પછી ફરીથી લેવામાં આવશે, પરંતુ આ અટકળો ગૃહ મંત્રાલયે મૂકી દીધી હતી. હવે લોકડાઉન વચ્ચે સુરક્ષાના પગલા સાથે પરીક્ષાઓ લેવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલયે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે.
ગૃહમંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને લોકડાઉનને રાજ્ય બોર્ડ, સીબીએસઇ અને આઈસીએસઈની 10 મી અને 12 મી પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ગૃહ મંત્રાલય દ્વારા ઘણી શરતો મૂકવામાં આવી છે. જે શાળા અને વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે. તેમજ રાજ્ય સરકારો ઘરેથી વિદ્યાર્થીઓને લાવવા બસોની વ્યવસ્થા કરશે.
આ છે શરતો
- કન્ટેન્ટ ઝોનમાં કોઈ પરીક્ષા કેન્દ્ર રહેશે નહીં.
- શાળાના કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.
- પરીક્ષા કેન્દ્રમાં આવતા તમામ વિદ્યાર્થીઓની થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. આ સાથે, પરીક્ષા કેન્દ્રોને સેનેટાઇઝ કરવામાં આવશે.
- રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે બસોની વ્યવસ્થા કરશે.
રશિયાએ તૈયાર કર્યા રોબોટ સંચાલીત ફાઇટર જેટ, કરી રહ્યું છે સિક્રેટ ટ્રાયલ