• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંસદનું શિયાળુ સત્ર: TMC સાંસદોએ કાળી છત્રી સાથે મચાવ્યો હંગામો

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 25 નવેમ્બર: આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ શરૂ થઇ ગયો છે. નવા સીબીઆઇ નિર્દેશક ચૂંટણીને લઇને કેન્દ્ર સરકાર આજે લોકસભામાં બિલ લાવવાની આશા છે. તો બીજી તરફ કાળા નાણાને લઇને ટીએમસીના સાંસદ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમના હાથમાં કાળી છત્રી છે જેનાપર લખેલું છે કે કાળુનાણુ પરત લાવો. હંગામા લીધે સદનની બેઠક લગભગ લગભગ 11:20 વાગે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

તો બીજી તરફ રાજ્યસભાએ વીમા સુધારા બિલ પર પસંદ કરો સમિતિ માટે રિપોર્ટ રજૂ કરવા માટે સમયસીમા 28 નવેમ્બરથી વધારીને 12 ડિસેમ્બર કરી દિધી છે. સાંસદો દ્વારા સદનમાં છત્રીને લઇને આવવા પર સાંસદ સ્પીકર નારાજ જોવા મળ્યા અને તેમને છત્રી બંધ કરવાનો અનુરોધ કર્યો. સંસદમાં ટીએમસીના આ વિરોધની સાથ સમાજવાદી પાર્ટી અને જેડીયૂના સાંસદ પણ આપી રહ્યાં છે. સદન શરૂ થતાં પહેલાં સાંસદ લોકસભાની બહાર કાળા નાણાને લઇને એકજૂટ થવા લાગ્યા હતા.

જેડીયૂ સાંસદ કેસી ત્યાગીએ કહ્યું કે આ વિરોધ કાળાનાણાને લઇને છે જેમાં અમે ટીએમસીની સાથે છીએ. આ દરમિયાન ટીએમસી અને શિવસેનાએ સ્પષ્ટ કરી દિધું કે વીમા બિલનો તે વિરોધ કરશે.

આ સભ્યો આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબની માંગણી કરતાં નારા લગાવી રહ્યાં હતા. ''મોદીજી જવાબ દો'' તેમનો ઇશારો લોકસભા ચૂંટણી દરમિયાન મોદી દ્વારા સત્તામાં આવતાં સો દિવસની અંદર કાળુનાણુ પરત લાવવા સંબંધી કરવામાં આવેલા વાયદા તરફ હતા.

હંગામા દરમિયાન વિપક્ષની બેંચો પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે બેઠેલા સપા પ્રમુખ મુલાયમ સિંહ પણ ઉભા થઇને કંઇક કહેતા જોવા મળ્યા. અધ્યક્ષ સુમિત્રા મહાજને સભ્યોના વિરોધની આ રીત પર આકરી આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે દરરોજ આ પ્રકારે નવી રીતો શોધવી યોગ્ય નથી.

અધ્યક્ષે વિપક્ષના હંગામા અને નારેબાજી વચ્ચે જ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયત્ન કર્યો અને બે પ્રશ્ન પણ લીધા. પરંતુ ભારે નારેબાજીના લીધે પ્રશ્નકર્તા સભ્યોના પૂરક પ્રશ્ન અને મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા જવાબ સાંભળી ન શકાયા. હંગામો ચાલુ રહેતાં અધ્યક્ષે બેઠક 20 મિનિટ બાદ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દિધી.

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે 100 દિવસમાં કાળુનાણુ પરત લાવશે જેને ગરીબ જનતા વચ્ચે વહેંચવામાં આવશે પરંતુ 100 દિવસથી વધુ સમય થઇ ગયો હજુસુધી એવું કરવામાં આવ્યું નથી. અમે લોકો તેની તપાસ માટે બનાવવામાં આવેલી કમિટીની રાહ જોઇ રહ્યાં છીએ તે શું કહે છે.

ગઇકાલથી શરૂ થયેલું શિયાળુ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલશે જેથી 22 બેઠક થશે. આ દરમિયાન સરકારનો પ્રયત્ન વીમા સુધારા બિલ, વસ્તુ તથા સેવા ટેક્સ એટલે કે જીએસટી બિલ, લોકપાલ તથા લોકાયુક્ત સંશોધન બિલ જેવા ઘણા મહત્વપૂર્ણ બિલ મંજૂર કરવવાની હશે.

અત્યારે વીમા સુધારા બિલ પર બીએસપી અને એનસીપીનું કહેવું છે કે જો આ જનતાના ભલા માટે થશે તો તેનું સમર્થન કરીશું. જ્યારે વામદળ વીમામાં એફડીઆઇ વધારીને 49 ટકા કરવાનો વિરોધ કરી રહ્યાં છે.

English summary
The Opposition parties on Tuesday displayed a united front in cornering the Narendra Modi government on black money on the second day of the Winter session in Parliament, forcing the Lok Sabha to be adjourned for 40 minutes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more