
Loksabha Byelection 2022 : આઝમનું સપનું તૂટી ગયું, રામપુરમાં ખીલ્યું કમળ ખીલ્યું
Loksabha Byelection 2022 : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી રામપુર લોકસભા સીટ પર આઝમ ખાનનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. રામપુર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર ધનશ્યામ લોધીએ સપાના અસીમ રઝાને હરાવીને બમ્પર જીત નોંધાવી છે. રામપુર લોકસભા સીટ પર કમળ ખીલ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ધનશ્યામ લોધી સપાના ઉમેદવાર અસીમ રાજાને હરાવીને પહેલીવાર સાંસદ બન્યા છે.

ઉત્તર પ્રદેશની રામપુર અને આઝમગઢ સીટ પર પેટા ચૂંટણી યોજાઈ
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને ધારાસભ્ય તરીકે ચૂંટાયાબાદ સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના પછી આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો માટે23 જૂનના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. આઝમગઢમાં 48.58 ટકા જ્યારે રામપુરમાં 39.02 ટકા મતદાન થયું હતું.

રામપુરમાં ભાજપની બમ્પર જીત, SPને 42,000થી વધુ મતોથી હરાવ્યું
આઝમ ખાનના ગઢ તરીકે ઓળખાતા રામપુરમાં ભાજપે લોકસભા પેટા ચૂંટણીમાં 42,000થી વધુ મતોના માર્જિનથી બમ્પર જીત નોંધાવીછે. ભાજપના ઉમેદવાર ધનશ્યામ સિંહ લોધી સપાના ઉમેદવાર અસીમ રઝા પર નિર્ણાયક લીડ લઈ રહ્યા છે.
રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અસીમ રાજાએ આરોપ લગાવ્યો કે, રામપુરમાં ચૂંટણી હાઇજેક કરવામાં આવી હતી. લોકોનેમતદાન કરવા પણ દેવામાં આવ્યું ન હતું. જ્યાં 600 મત આપવાના હતા ત્યાં 4 મત પડ્યા હતા. જ્યાં 500 મત આપવાના હતા ત્યાં 9 મતપડ્યા હતા. લોકો ચૂંટણી પ્રત્યે એટલા ઉદાસીન નથી.

કોણ છે ઘનશ્યામ લોધી?
ઘનશ્યામ લોધી એ જ વર્ષે ભાજપમાં જોડાયા હતા. આ અગાઉ તેઓ સમાજવાદી પાર્ટીમાં હતા અને આઝમ ખાનની ખૂબ નજીક માનવામાંઆવતા હતા. લોધી સૌપ્રથમ 2004માં રામપુર-બરેલી સ્થાનિક સત્તા વિસ્તારમાંથી કલ્યાણ સિંહની રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટીની ટિકિટ પર સપાનાસમર્થનથી MLC બન્યા હતા. આ પછી તેઓ 2016માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર આ જ મતવિસ્તારમાંથી MLC બન્યા હતા.