For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડમાં ભાજપની રેલી પહેલા નક્સલવાદીઓએ બોમ્બથી ઉડાવ્યું ભાજપનું કાર્યાલય

ઝારખંડમાં ભાજપની રેલી પહેલા નક્સલવાદીઓએ બોમ્બથી ઉડાવ્યું ભાજપનું કાર્યાલય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના 5 તબક્કાની ચૂંટણીના પ્રચાર અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે ઝારખંડમાં ત્રણ રેલીઓ યોજવાના છે. પરંતુ અમિત શાહની આ રેલી પહેલા જ સરાયકેલા જિલ્લાના ખરસાવાંમાં નક્સલિઓએ ભાજપના કાર્યાલયને વિસ્ફોટથી ઉડાવી દીધું. પલામૂ બાદ હવે તેમની ખૂંટી સંસદીય ક્ષેત્રના ખરસાવાંમાં નક્સલિયોએ ભાજપના કાર્યાલય પર હુમલો બોલ્યો છે. આ હુમલો ગુરુવારે રાત્રે એક વાગ્યો થયો.

ખરસવાંમાં બોમ્બથી ઉડાવ્યું ભાજપનું કાર્યાલય

ખરસવાંમાં બોમ્બથી ઉડાવ્યું ભાજપનું કાર્યાલય

મીડિયા રિપોર્ટ્સ મુજબ ખરસાવાંના ચાંદની ચૌક સ્થિત ભાજપના કાર્યાલયને ઉડાવ્યા બાદ ત્યાં નક્સલી પોસ્ટર પણ ચોડવામાં આવ્યાં છે જેમાં મતદાનના બહિષ્કારની ધમકી આપવામાં આવી છે. અહેવાલો મુજબ ગત રાત હથિયારબંધ નક્સલિઓએ પહેલા પાર્ટી ઑફિસમાં ઊંઘી રહેલ વાહનચાલકોને પોતાના કબ્જામાં લીધા. બદમાં તેમણે પાર્ટી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દીધું જો કે, પાર્ટી કાર્યાલય ઉડાવ્યા બાદ બધા જ ડ્રાઈવરને છોડી દીધા હતા.

અમિત શાહ ઝારખંડમાં ત્રણ રેલી કરશે

અમિત શાહ ઝારખંડમાં ત્રણ રેલી કરશે

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા અર્જુન મુંડા લોકસભા ચૂંટણીમાં ખૂંટીથી ચૂંટણી લડી રહ્યા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે જ્યારે એસપી ચંદન કુમાર સિન્હા પણ બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહ્યા છે. ખૂંટી લોકસભા સીટથી કરિયા મુંડા વર્તમાન સાંસદ છે. આ સીટ માટે 6 મેના રોજ મતદાન થનાર છે.

ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીએ નક્સલી હુમલામાં જીવ ગુમાવ્યો હતો

ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીએ નક્સલી હુમલામાં જીવ ગુમાવ્યો હતો

અમિત શાહ શુક્રવારે ખૂંટી, કોડરમા અને રાંચીમાં જનસભા કરનાર છે. જણાવી દઈએ કે 9 એપ્રિલે છત્તીસગઢના દંતેવાડામાં થયેલ એક નક્સલી હુમલામાં ભાજપી ધારાસભ્ય ભીમા મંડાવીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભાજપના ધારાસભ્યના કાફલા પર 11 એપ્રિલે લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબકકાના ઠીક 36 કલાક પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કુલ 5 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ સી60ની ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં 15 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલામાં 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ગઢચિરોલી નક્સલી હુમલામાં 15 જવાન શહીદ, પીએમ મોદીએ શોક જતાવ્યોગઢચિરોલી નક્સલી હુમલામાં 15 જવાન શહીદ, પીએમ મોદીએ શોક જતાવ્યો

English summary
Lok Sabha Election 2019: Ahead of Amit Shah's rally, Naxals blow up BJP office in Jharkhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X