લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષની એકજૂટતા માટે કોંગ્રેસે રાખ્યું ડિનર

Written By:
Subscribe to Oneindia News

2019 લોકસભા ચૂંટણી માટે વિપક્ષને એકજૂટ કરવા માટે 9 ફેબ્રૂઆરીના રોજ સોનિયા ગાંધી આવાસ પર ડિનરનું આયોજન કરવામાં આવશે. બજેટના એક દિવસ પહેલાં સોનિયા ગાંધીના નિવાસ્સ્થાને એક બેઠક પણ થશે. આ ડિનર પાર્ટીનું આયોજન ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ એકજૂટ થવા માટે કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઉપસ્થિતિ અંગે ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે. કહેવાઇ રહ્યું છે કે, તેઓ કોંગ્રેસથી નારાજ છે. મમતાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ બીજી પંક્તિમાં બેસનાર નેતા બનીને નહીં રહે. કોંગ્રેસ નેતૃત્વએ મમતા બેનર્જીને સંપર્ક કરી તેમની પાસે સમય માંગ્યો, જેથી તેઓ સંયુક્ત વિપક્ષી જૂથની બેઠકમાં ભાગ લે. આ પહેલાં સોનિયા ગાંધીએ 1 ફેબ્રૂઆરીના રોજ વિપક્ષી નેતાઓ બેઠક બોલાવી છે. આ બેઠકમાં એનસીપી, બીએસપી, એસપી. ટીએમસી વગેરે પાર્ટીઓ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં બજેટ સત્રમાં વિપક્ષની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

Sonia Gandhu

સોનિયા ગાંધી હજુ પણ સક્રિય

રાષ્ટ્રવાદી કોંગ્રેસ(એનસીપી)ના સુપ્રીમો શરદ પવાર પણ વિપક્ષી દળોને એકજૂટ કરવામાં લાગેલા છે. જાણકારી અનુસાર, શરદ પવારના ઘરે વિપક્ષી દળોના નેતાઓની 1 ફેબ્રૂઆરીના રોજ બેઠક થશે. એવી પણ ખબરો છે કે, મમતા બેનર્જીએ બેઠકમાં હાજર રહેવાને અસમર્થ હોવાનું જણાવતા કહ્યું કે, તેમની પાર્ટીના નેતા ડેરેક-ઓ-બ્રાયન અને સુદીપ બંદોપાધ્યાય હાજર રહેશે. તો કોંગ્રેસે ઐપચારિક નિવેદન જાહેર કર્યું છે કે, યૂપીએના ચેરપર્સન હજુ પણ સોનિયા ગાંધી છે. આ પરથી સ્પષ્ટ છે કે, સોનિયા ગાંધી હજુ પણ રાજકારણમાં સક્રિય છે.

Sarad Pawar

શરદ પવારનો દાંવ

તો બીજી બાજુ મહારાષ્ટ્ર રાજકારણના ચતુર ખેલાડી શદર પવાર આ બહાને મહારાષ્ટ્ર તથા કેન્દ્રમાં સત્તાના સમીકરણ સાધવામાં વ્યસ્ત થઇ ગયા છે. ઉલ્લેખનીય છે, વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી યોજાશે. આ પહેલા તેઓ ભાજપ સામે હરીફાઇ કરવા માટે તમામ સમીકરણો ગોઠવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. રાજ્યમાં ઘણા મોરચે કોંગ્રેસ પાર્ટી નબળી પડે છે, જેનો ફાયદો શરદ પવાર લેવા માંગે છે. હાલમાં જ 26 જાન્યુઆરીના રોજ યોજાયેલ બંધારણ બચાવો યાત્રાનો સંપૂર્ણ શ્રેય શરદ પવાર લઇ ગયા, જ્યારે કે યાત્રાનું આયોજન કોંગ્રસના પૂર્વ સાંસદે કર્યું હતું.

English summary
lok sabha election 2019 tmc ncp bsp and sp leader join sonia gandhi dinner party.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.