For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં મહાગઠબંધન ફાઈનલ, આટલી સીટો પર લડશે માયાવતી અને અખિલેશ

2019ની લોકસભા ચૂંટણી માટે બસપા સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે યુપીમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા ફાઈનલ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણી માટે બસપા સુપ્રીમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે યુપીમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા ફાઈનલ કરી દીધી છે. મહાગઠબંધનની આ ફોર્મ્યુલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આમાં કોંગ્રેસને જગ્યા આપવામાં આવી નથી. હાલમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ બદલાયેલા રાજકીય સમીકરણોને જોતા માનવામાં આવી રહ્યુ હતુ કે કોંગ્રેસ પણ યુપીમાં મહાગઠબંધનનો હિસ્સો બનશે પરંતુ આવુ ન બન્યુ. જો કે મહાગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) ને જગ્યા આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે માયાવતીના જન્મદિવસ 15 જાન્યુઆરીએ સીટોની વહેંણીનું અધિકૃત એલાન કરવામાં આવી શકે છે.

આટલી સીટો પર લડશે સપા-બસપા અને રાલોદ

આટલી સીટો પર લડશે સપા-બસપા અને રાલોદ

સૂત્રોના હવાલાથી સમાચાર છે કે અખિલેશ યાદવ અને માયાવતીએ લોકસભા ચૂંટણી માટે યુપીમાં સીટોની વહેંતણીને અંતિમ રૂપ આપી દીધુ છે. આ વહેંચણીમાં ચૌધરી અજીત સિંહની પાર્ટી રાલોદને પણ શામેલ કરવામાં આવી છે. યુપીની 80 લોકસભા સીટોપર નક્કી કરેલ ફોર્મ્યુલા મુજબ બહુજન સમાજ પાર્ટી (બસપા) 38 સીટો પર, સમાજવાદી પાર્ટી (સપા) 37 સીટો પર અને રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) 3 સીટો પર ચૂંટણી લડશે. બચેલી બે સીટો અમેઠી અને રાયબરેલીમાં સપા કે બસપા પોતાના ઉમેદવાર નહિ ઉતારે. વાસ્તવમાં અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી લડતા રહ્યા છે. આ બંને સીટોને કોંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે.

3 રાજ્યોમાં જીત ન બદલી શકી યુપીના સમીકરણ

3 રાજ્યોમાં જીત ન બદલી શકી યુપીના સમીકરણ

તમને જણાવી દઈએ કે હાલમાં જ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બસપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે બંને દળો વચ્ચે ગઠબંધન પર વાત ન બની શકી અને બસપાએ છત્તીસગછમાં અજીત જોગીની પાર્ટી સાથે ગઠબંધન કરી લીધુ. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બસપા એકલા જ ચૂંટણી લડી. ચૂંટણી બાદ બસપાએ શરત વિના મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સમર્થન આપી દીધુ. બાદમાં અખિલેશ યાદવે પણ એલાન કર્યુ કે મધ્ય પ્રદેશમાં તેમની પાર્ટીનો એકમાત્ર ધારાસભ્ય કોંગ્રેસને સમર્થન આપશે. એવામાં ફરીથી ચર્ચા ચાલી રહી હતી કે કોંગ્રેસ પણ યુપીમાં સપા અને બસપા વચ્ચે થનારા મહાગઠબંધનનો હિસ્સો બની શકે છે.

પીએમ પદ પર રાહુલ મંજૂર નહિઃ અખિલેશ યાદવ

પીએમ પદ પર રાહુલ મંજૂર નહિઃ અખિલેશ યાદવ

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીગઢમાં સોમવારે થયેલા શપથગ્રહણ સમારંભથી પણ માયાવતી અને અખિલેશે અંતર જાળવ્યુ હતુ. વળી, એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં અખિલેશ યાદવે રાહુલ ગાંધીની પીએમ પદની દાવેદારીને પણ ફગાવી દીધી. વાસ્તવમાં ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને હાલમાં જ નિવેદન આપ્યુ હતુ કે રાહુલ ગાંધી દેશના આગામી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હોવા જોઈએ. અખિલેશ યાદવે આના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે સ્ટાલિનનો મત બધા વિપક્ષી દળોનો મત નથી. દેશના લોકો ભાજપથી નાખુશ છે એટલા માટે કોંગ્રેસને ત્રણ રાજ્યોની ચૂંટણીમાં સફળતા મળી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, એનસીપી નેતા શરદ પવાર સહિત તમામ નેતાઓએ કોશિશ કરી છે કે 2019ની ચૂંટણી પહેલા બધા વિપક્ષી દળો એકજૂથ થાય, પરંતુ જો પ્રધાનમંત્રી પદ માટે કોઈનો કોઈ ખાસ મત હોય તો એ જરૂરી નથી તે સમગ્ર વિપક્ષનો મત હોય.

આ પણ વાંચોઃ ક્યારેક થાય છે કાશ! હું પાકિસ્તાનમાં પેદા થયો હોતઃ સોનુ નિગમઆ પણ વાંચોઃ ક્યારેક થાય છે કાશ! હું પાકિસ્તાનમાં પેદા થયો હોતઃ સોનુ નિગમ

English summary
Lok Sabha Elections 2019: Akhilesh Yadav and Mayawati Finalise Seat Sharing Formula in UP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X