
જાણો EVMમાં ખરેખર મત નાખ્યા બાદ શું થાય છે
19મેના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન ખતમ થયા બાદજ વિપક્ષી દળોના નેતાઓએ ઈવીએમ મશીનમાં ટેંપરિંગનો આરોપ લગાવીને ચૂંટણી કમિશન સાથે મુલાકાત કરી. જો કે ચૂંટણી કમિશને એ તમામ આરોપને નિરાધાર ગણાવીને રિપોર્ટને ફગાવી દીધા. ચૂંટણી કમિશને કહ્યુ કે બધા ઈવીએમ અને વીવીપેટ મશીન સંપૂર્ણપણે સીઝ અને સ્ટ્રોંગ રૂમમાં સંપૂર્ણપણે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા તો આ કિંગ મેકર બનાવશે નવી સરકાર

મત આપ્યા બાદ છેવટે શું થાય છે ઈવીએમમાં
ચૂંટણી કમિશન મુજબ લોકસભા ચૂંટણીમાં લગભગ 4 મિલિયન ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો જેમાં કરોડો મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યા. ઈવીએમ મશીનમાં છેલ્લો મત નાખ્યા બાદ શું થાય છે તે જાણવુ પણ જરૂરી છે.

EVM મશીનની ખાસ સુરક્ષા
EVM મશીનમાં છેલ્લો મત નખાઈ ગયા બાદ મશીનને સીઝ કરી દેવામાં આવે છે. પોલિંગ બુથ પર હાજર બધા પોલિંગ એજન્ટ એ સીલ પર પોતાના હસ્તાક્ષર કરે છે.
ત્યારબાદ ભારે સુરક્ષા સાથે બધા ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવે છે. આ વર્ષે જીપીએસ લેસ વાહનોની મદદથી ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમ સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા છે.
બધા સ્ટ્રોંગ રૂમમાં સીસી ટીવી કેમેરા અને પાવર બેકએપની વ્યવસ્થા રાખવામાં આવી છે. પોલિંગ એજન્ટને સ્ટ્રોંગ રૂમમાં જવાની અનુમતિ માત્ર ઈવીએમ મશીન રાખવા સુધીની છે.
મતગણતરી બાદ 45 દિવસો સુધી ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવે છે.

સ્ટ્રોંગ રૂમમાં કડક પહેરો
બધા ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને સ્ટ્રોંગ રૂમના દરવાજા પર પોતાના સીલ નાખવાની છૂટ આપવામાં આવે છે. વળી, બધા ઉમેદવારોને સ્ટ્રોંગરૂમથી નિશ્ચિત અંતરે કેમ્પ લગાવીને ધ્યાન રાખવાની પણ છૂટ છે. મતગણતરીના દિવસે ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમથી કાઉન્ટિંગ સેન્ટર સુધી લઈ જવા માટે ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવે છે.