હવે સની દેઓલે વધાર્યું ભાજપનું ટેંશન, ચૂંટણી પંચને મળ્યા ભાજપી નેતા
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના 4 તબક્કાના મતદાન બા હવે રાજકીય પક્ષોની નજર પાંચમા તબક્કાના મતદાન પર છે. ચાર તબક્કાની ચૂંટણીમાં ઘટતા મતદાનની ટકાવારીને રાજનૈતિક દળો અને ઉમેદવારો ફરી એકવાર પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. આ વચ્ચે ભાજપ માટે એક ટેંશન ઉત્પન્ન થયું છે. પંજાબની ગુરદાસ લોકસભા સીટથી ભાજપે ફિલ્મ અભિનેતા સની દેઓલને પાર્ટીના ઉમેદવાર ગોષિત કર્યા છે અને સનીનનું અસલી નામ ભાજપ માટે મોટી પરેશાની બની ગયું છે. ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરવામાં આવેલ નામાંકન દસ્તાવેજોમાં સની દેઓલે પોતાનું અસલી નામ અજય સિંહ ધર્મેન્દ્ર દેઓલ ગણાવ્યું છે.

ઈવીએમ પર નામને લઈ ભાજપ ટેંશનમાં
ભાજપની પરેશાની એ છે કે ઈવીએમ પર નામાંકન પત્રમાં આપેલ જાણકારીના આધારે જ નામ પ્રદર્શિત થશે. એટલે કે, પંજાબની ગુરદાસ લોકસભા સીટ પર વોટર્સને ઈવીએમમાં સની દેઓલ નહિ બલકે અજય સિંહ દેઓ નામ જોવા મળશે. ભાજપને ડર છે કે મતદાનના દિવસે ઈવીએમ પર અજય સિંહ દેઓલ નામ જોઈ મતદાતા કન્ફ્યૂઝ થઈ શકે છે, કેમ કે ભાજપના ઉમેદવારને હજુ સુધી સની દેઓલના નામથી જાણે છે. પોતાના આ ડરને લઈ પંજાબ ભાજપના નેતાઓ ચૂંટણી મંચને મળીને માંગણી કરી છે કે ઈવીએમ પર અજય સિંહ દેઓલનું નામ લખવાને બદલે સની દેઓલ જ લખવામાં આવે.

શું કહે છે નિયમ
જણાવી દઈએ કે ચૂંટણી પંચના નિયમ મુજબ ઈવીએમ પર એ નામ જ લખવામાં આવે છે જે નામાંકન પત્રમાં ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવે છે. જો કે, અમુક એવા પ્રાવધાન છે, જે અંતર્ગત ઈવીએમ પર એક અલગ નામ લખવાની પણ મંજૂરી મળી જાય છે. ચૂંટણી પંચ સમક્ષ માંગ કર્યા બાદ ભાજપને અપેક્ષા છે કે સની દેઓલના નામને લઈ જલદી જ તેમની પરેશાની ખતમ થઈ જશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ સની દેઓલ ભાજપમાં સામેલ થયા હત અને જે બાદ પાર્ટીએ તેમને ગુરદાસપુર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર ઘોષિત કરી દીધા. ગુરદાસપુરથી કોંગ્રેસની ટિકિટ પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ ચૂંટણી લડી રહ્યા છે.

ગુરદાસપુરમાં રોડશો
અગાઉ ગુરુવારે સની દેઓલે ગુરદાસપુરમાં પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. સની દેઓલે ગુરદાસપુરમાં એક રોડ શો કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે એકઠા થયા. રોડ શો દરમિયાન સની વોટર્સને રિઝવવા માટે પોતાના હાથમાં હેન્ડ પંપ લઈને આવ્યા હતા. જણાવી દઈએ કે પોતાની ફિલ્મ ગદરના એક સીનમાં સની દેઓલે હેન્ડ પંપ ઉખાડ્યો હતો, જે ભારે ચર્ચાનો વિષય હતો. રોડ શો દરમિયાન સની દેઓલે ફિલ્મી અંદાજમાં ડાયલૉગ બોલતા તેમને વોટ આપવાની અપીલ પણ કરી.

સની પર છે 53 કરોડનું દેવું
જણાવી દઈએ કે સની દેઓલે ગુરદાસપુર સીટથી નામાંકન દાખલ કરતી સમયે ચૂંટણી પંચને જાણકારી આપી હતી કે તેમની અને તેમની પત્ની પાસે કુલ 87 કરોડની સંપત્તિ છે, જ્યારે તેઓ 53 કરોડના દેવાદાર છે. ચૂંટણી પંચને આપેલ સોગંધનામા મુજબ વર્ષ 2017-18માં સની દેઓલની આવક 63.82 લાખ રૂપિયા હતી, જ્યારે વર્ષ 2016-17માં 96.29 લાખ અને 2015-16માં તેમની આવક 2.25 કરોડ રૂપિયા હતી.
કોંગ્રેસ નેતા સિદ્ધુનો અમેઠીમાં વિરોધ, કાર પર ટામેટા ફેંક્યા