કોહલી, ગંભીર અને પ્રજ્ઞા ઠાકુર સહીત આ દિગ્ગજોએ આજે વોટ કર્યો
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2019 માટે રવિવારે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન થનાર છે. બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, મધ્ય પ્રદેશની 8, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 8 અને દિલ્હીની 7 સીટ પર વોટિંગ થનાર છે. આ તબક્કામાં કુલ 10.17 કરોડ મતદાતાઓ છે, જેઓ 979 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે.

ગૌતમ ગંભીરે વોટિંગ કર્યું
પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર ગૌતમ ગંભીરે ઓલ્ડ રાજેન્દ્ર નગર પોલિંગ બૂથથી મતદાન કર્યું. આ દરમિયાન ગૌતમ ગંભીરની પત્નીએ પણ વોટિંગ કર્યું.
|
વિરાટ કોહલીએ પણ લાઈનમાં લાગીને વોટિંગ કર્યું
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ લાઈનમાં લાગીને વોટિંગ કર્યું. વિરાટ કોહલીએ ગુરુગ્રામમાં મતદાન કર્યું. વિરાટ કોહલી વહેલી સવાટે જ મતદાન મથક પહોંચી ગયા હતા. મીડિયા સાથે વાતચીતમાં વિરાટ કોહલીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.

શીલા દીક્ષિત પણ પહોંચ્યા
દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી અને દિલ્હી નોર્થ ઈસ્ટથી કોંગ્રેસ ઉમેદવાર શીલા દીક્ષિતે નિઝામુદ્દીન પોલિંગ બુથથી પોતાનો વોટ આપ્યો. શીલા દીક્ષિતે કહ્યું કે તેઓ દિલ્હીની સાતે સીટો પર જીત મેળવવા માટે આશ્વસ્ત છે. શીલા દીક્ષિતે જણાવ્યું કે અમારા બધા જ ઉમેદવારોએ લોકો સાથે સંપર્ક કર્યો છે.

પૂજા પાઠ કર્યા પછી પ્રજ્ઞા ઠાકુરે વોટ આપ્યો
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકસભા ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે સવારે પૂજા પાઠ કર્યા પછી વોટ આપ્યો. આપને જણાવી દઈએ એક ભોપાલથી પ્રજ્ઞા ઠાકુર સામે કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ મેદાને છે.
|
આમ આદમી પાર્ટી ઉમેદવાર આતિશીએ પણ વોટિંગ કર્યું
પૂર્વ દિલ્હીથી આમ આદમી પાર્ટી ઉમેદવાર આતિશીએ જંગપુરાના કમલા નહેરુ સરકારી સર્વોદય વિદ્યાલયના પોલિંગ બુથે મતદાન કર્યું. તેમની સામે પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર ગૌતમ ગંભીર અને કોંગ્રેસ ઉમેદવાર અરવિંદર સિંહ લવલી મેદાને છે.
|
મનોજ તિવારીએ વોટ આપ્યો
ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ યમુના વિહાર પોલિંગ બૂથ નંબર 60 પર મતદાન કર્યું. તેમની સામે કોંગ્રેસની શીલા દીક્ષિત અને આમ આદમી પાર્ટીના દિલીપ પાંડે મેદાનમાં છે.