For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રબાબુ નાયડુનું પીએમ પદ વિશે મોટુ નિવેદન, આ નેતાઓને ગણાવ્યા મોદી કરતા સારા દાવેદાર

ટીડીપીના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ કે તે પીએમની રેસમાંથી બહાર છે.

|
Google Oneindia Gujarati News

ટીડીપીના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ કે તે પીએમની રેસમાંથી બહાર છે. તેમણે કહ્યુ કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કોઈ પણ એક પક્ષને પૂર્ણ બહુમત નહિ મળે. ટીડીપી પ્રમુખે જનતા દળ સેક્યુલરના નેતા એચડી દેવગૌડા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવારનું નામ લઈને કહ્યુ કે જો ભાજપને પૂર્ણ બહુમત નહિ મળે તો આ બંને નેતા વિપક્ષ તરફથી પીએમ પદ માટે સૌથી સારા ઉમેદવાર છે.

Chandrababu Naidu

અંગ્રેજી વર્તમાનપત્ર હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં નાયડુએ કહ્યુ કે 'હું સ્પષ્ટ કહેવા ઈચ્છુ છુ કે હું પીએમ બનવાની રેસમાં નથી. હું મીડિયા દ્વારા બતાવવા ઈચ્છુ છુ કે હું અહીં માત્ર વસ્તુઓને આગળ વધારવા માટે છું.' તેમણે કહ્યુ કે દશકો પહેલા મને પ્રધાનમંત્રી પદની ઑફર આપવામા આવી હતી ત્યારે પણ મે ના કહી હતી. હું આજે પણ મારા વલણ પર અડગ છુ. હું એ સમયે સંયુક્ત મોરચાનો સંયોજક હતો. ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ, '1995-96માં મને પ્રધાનમંત્રી બનવાની ઑફર મળી. પછી દેવગૌડાને પૂછ્યુ હતુ તે અનિચ્છુક હતા. ત્યારબાદ અમે લોકોએ જ્યોતિ બસુને આ પદ માટે પસંદ કર્યા પરંતુ પાર્ટીએ ના કહી દીધી.'

ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ કે પીએમ પદ માટે જો કોઈ ખુલીને સામે આવશે તો ભ્રમની સ્થિતિ હશે. અમે પીએમ પદ માટે સંયમ રાખવો પડશે. અમુક લોકો દેશ પ્રત્યે સંપૂર્ણપણેસમર્પિત છે. મમતા બેનર્જીના પીએમ પદ માટે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો તો તે સીધા કંઈ પણ કહેવાથી બચતા જોવા મળ્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે બધા નેતા ભલે તે માયાવતી હોય, મમતા બેનર્જી હોય કે અખિલેશ યાદવ, પીએમ પદ માટે નરેન્દ્ર મોદી કરતા સારા દાવેદાર છે.

આ પણ વાંચોઃ સંજય નિરુપમે પીએમ મોદીને ઔરંગઝેબ કહેતા ભાજપે કર્યો તગડો પલટવારઆ પણ વાંચોઃ સંજય નિરુપમે પીએમ મોદીને ઔરંગઝેબ કહેતા ભાજપે કર્યો તગડો પલટવાર

English summary
Lok Sabha Elections 2019: Chandrababu Naidu opts out of PM race, says any Opposition leader better choice than Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X