• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અખિલેશ-માયાવતીના કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ, Video વાયરલ

|

ગાઝીપુરઃ 23મી મે પહેલા જ ગઠબંધનની સંયુક્ત રેલીમાં સપા-બસપાના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે. બંને પક્ષો વચ્ચે ભારે પીટાઈ થઈ. મારપીટનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સોમવારે ગાઝીપુરના આરટીઆઈ મેદાનમાં સપા-બસપા ગઠબંધનની સંયુક્ત રેલીને સંબોધિત કરવા અખિલેશ યાદવ, માયાવતી અને રાલોદ અધ્યક્ષ અજીત સિંહ પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી.

samajwadi party

ગાજીપુરમાં સોમવારે બસપા ઉમેદવાર અફજાલ અંસારી અને બલિયાથી ઉમેદવાર સનાતન પાંડેયના સમર્થનમાં સંયુક્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નેતાઓના ભાષણ પહેલા જ સપા અને બસપા કાર્યકર્તાઓમાં કોઈ વાતને લઈ બબાલ થઈ હતી. વાત હાથાપાઈ પર પહોંચી ગઈ હતી. જે સમયે મારપીટ શરૂ થઈ ત્યારે અખિલેશ યાદવ, માયાવતી અને અજીત સિંહ મંચ પર નહોતા પહોંચ્યા. પોતપોતાની પાર્ટીના ઝંડા માટે બંને દળોના કાર્યકર્તા નારેબાજી કરી રહ્યા હતા. તે સમયે અચાનક તેમની વચ્ચે વિવાદ થયા બાદ મારપીટ થવા લાગી.

બંને પાર્ટીના કાર્યકર્તાઓમાં મારપીત થતી જોઈ ત્યાં હાજર મીડિયાકર્મીઓએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓએ મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર પણ કર્યો. જો કે કેટલાક લોકોએ હાથ જોડી આવું કરવાની ના પાડી, પરંતુ ગુસ્સે ભરાયેલ કાર્યકર્તાઓ તેમની સાથે પણ લડવા લાગ્યા.

જ્યારે મોદી-મોદીના નારા લગાવતા લોકોને જોઈ ગાડીમાંથી ઉતરી ગયાં પ્રિયંકા ગાંધી

English summary
Lok Sabha Elections 2019 clash between akhilesh yadav and mayawati supporters video viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more