India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

22 લાખ નોકરીઓનું વચન, 150 દિવસ મનરેગા...કોંગ્રેસના ઘોષણાપત્રની 30 મહત્વની વાતો

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસે મંગળવારે સામાન્ય ચૂંટણી 2019 માટે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધુ. કોંગ્રેસે પોતાના આ ઘોષણાપત્રનું નામ 'હમ નિભાએંગે' રાખ્યુ છે. કોંગ્રેસે પોતાના આ મેનિફેસ્ટોમાં લઘુત્તમ આવક યોજના, રોજગાર સૃજન અને ખેડૂતો માટે અલગ બજેટ સહિત 5 મોટા એલાન કર્યા છે. કોંગ્રેસ પક્ષે આ ઘોષણાપત્ર પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના નેતૃત્વવાળી કમિટિએ ત્રણ મહિનામાં તૈયાર કર્યુ છે. આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં કોંગ્રેસે અમર્ત્યસેન જેવા દિગ્ગજ અર્થશાસ્ત્રીઓની પણ સલાહ લીધી હતી. આવો જાણીએ આ ઘોષણાપત્રની મુખ્ય મહત્વની વાતો...

1. એક તરફ બેરોજગારી દેશ માટે સૌથી મોટો પડકાર છે ત્યાં બીજી તરફ રોજગાર સર્જન અર્થવ્યવસ્થાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 1 એપ્રિલ, 2019 અનુસાર કેન્દ્ર સરકાર સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો, ન્યાયપાલિકા અને સંસદના બધા 4 લાખ ખાલી પદોને માર્ચ 2020 સુધી ભરી દેવામાં આવશે. કોંગ્રેસ સરકાર રાજ્યોને શિક્ષણ આરોગ્ય અને સ્થાનિક એકમો (ગ્રામ પંચાયત, નગર નિગમ) માટે પૈસા આપતા પહેલા શરત રાખશે કે શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક એકમોના બધા ખાલી જગ્યાઓ (લગભગ 20 લાખ) ને પ્રાથમિકતાથી ભરવામાં આવે.

2. વર્ષ 2020 સુધીમાં ગરીબીનું નામોનિશાન મિટાવવા માટે કોંગ્રેસ લઘુત્તમ આવક યોજનાની શરૂઆત કરશે. દેશની જનસંખ્યાના 20 ટકા એટલે કે લગભગ 5 કરોડ પરિવાર કે જે સૌથી વધુ ગરીબ છે તે આ યોજનાથી લાભાન્વિત થશે. પ્રત્યેક પરિવારને દર વર્ષે બોત્તેર હજાર રૂપિયા (72000) રોકડા હસ્તાંતરિત કરવામાં આવશે. જ્યાં સુધી સંભવ હશે પૈસા પરિવારની મહિલાના ખાતામાં જશે, જો તેમની પાસે બેંકમાં ખાતુ છે તો ઠીક નહિતર નવ બેંક ખાતુ ખોલવાનું કહેવામાં આવશે. શરૂઆતના ત્રણ મહિના (0-3) કાર્યક્રમને સંપૂર્ણપણે ડિઝાઈન કરવામાં આવશે તથા પ્રાથમિક તબક્કા બાદ આગામી છ મહિના (6-9) કાર્યક્રમની યોજના, ક્રિન્યાવયન પદ્ધતિ તથા સફળતાને પરખ કરવામાં આવશે. ત્યારબાદ કાર્યક્રમને સંપૂર્ણપણે શરૂ કરવામાં આવશે. કાર્યક્રમને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે.

3. અમે મનરેગા - 3.0 નો શુભારંભ કરીશુ, જે વિશેષ રીતે જળ સુરક્ષા, માટીની ગુણવત્તા અને ખેડૂતોને થતા અન્ય સંકટને પહોંચી વળવામાં કારગર સાબિત થશે આ અંતર્ગત અમે જે બ્લોકો કે જિલ્લાઓએ 100 દિવસના કાયદાકીય રોજગારને લક્ષ્યને પૂરુ કરી લીધુ છે ત્યાં રોજગાર દિવસોની સંખ્યા વધારીને 150 કરવામાં આવશે. મનરેગા કોષનો ઉપયોગ વિદ્યાલય આરોગ્ય કેન્દ્ર શૌચાલય, રમતનું મેદાન, પુસ્તકાલય જેવી સાર્વજનિક સંપત્તિઓના નિર્માણમાં કરવામાં આવશે.

4. અમે બેઘરો તથા ભૂમિહિન (જેમની પાસે ઘર બનાવવા માટે ભૂમિ ન હોય) ને ઘર આપવા માટે 'વાસભૂમિનો અધિકાર' કાયદો બનાવીશુ (Right to Homestead Act).

5. કોંગ્રેસ પ્રવાસી મજૂરો માટે એ પ્રકારના રેશન કાર્ડ ઉપલબ્ધ કરાવશે જેનાથી તે ક્યાંય પણ મજૂરી કામ માટે પ્રવાસ કરતો હોય તો તેને રેશન મળી શકશે.

6. કોંગ્રેસ બધા મુખ્ય શહેરો અને કસ્બાઓમાં આજીવિકા કેન્દ્ર સ્થાપિત કરવાનું વચન આપે છે. આ આજીવિકા કેન્દ્રોમાં અપ્રવાસી શ્રમિક પોતાને રજિસ્ટર કરાવી શકશે. જેના માધ્યમથી તે
i. સરકારી સુવિધાઓ મેળવી શકે છે.
ii. સામાન્ય આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
iii. પોતાના બાળકોને બાળગૃહ અને શાળાઓમાં પ્રવેશ કરાવી શકે છે.
iv. કૌશલ વિકાસ તેમજ પ્રશિક્ષણ કેન્દ્રની સેવાઓ લઈ શકે છે.
v. કાયદાકીય સુવિધાઓ લઈ શકે છે.

7. અમે માત્ર દેવામાફી કરીને અમારી જવાબદારીમાંથી મુક્ત નહિ થઈ જઈએ. અમે યોગ્ય ભાવ, કૃષિમાં ઓછી પડતર, બેંકોમાંથી ઋણ સુવિધા દ્વારા અમે ખેડૂતોને 'દેવા મુક્તિ' એટલે કે Freedom From Indebtedness તરફ લઈ જવાનું વચન આપીએ છઈએ. કૃષિ ઋણ એક દિવાની (સિવિલ) કેસ છે. અમે કોઈ પણ ખેડૂત કે જે દેવુ ચૂકવવામાં અસમર્થ છે તેની સામે ગુનાહિત કાર્યવાહી કરવાની મંજૂરી નહિ આપીએ. કૃષિ ક્ષેત્રને વિશેષ મહત્વ આપીને અમે અલગથી ખેડૂત બજેટ રજૂ કરીશુ. કોંગ્રેસ કૃષિ ક્ષેત્રના વિકાસની યોજનાઓ અને કાર્યક્રમને બનાવવા માટે એક સ્થાયી રાષ્ટ્રીય કમિશન 'કૃષિ વિકાસ અને યોજના કમિશન'ની સ્થાપના કરશે.

8. ભાજપ સરકારની નિષ્ફળ કૃષિ વીમા યોજનાને સંપૂર્ણપણે બદલી દઈશુ. જેણે ખેડૂતોની કિંમતે વીમા કંપનીઓના ખિસ્સા ભર્યા છે તથા વીમા કંપનીઓને નિર્દેશિત કરીશુ કે તે 'ના લાભ ના નુકશાન' (No Profit - No Loss) ના સિદ્ધાંતને અપનાવીને પાક વીમા ઉપલબ્ધ કરાવે તથા તેના આધારે હપ્તો લે.

9. નોટબંધી તેમજ દોષપૂર્ણ જીએસટીના કારણે નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. કોંગ્રેસ પક્ષ આવા પ્રભાવિત ઉદ્યોગોને પુનઃજીવિત અને પુનઃસ્થાપિત કરવા માટે નવી યોજના બનાવશે.

10. જીએસટી 2.0 યુગ બધી વસ્તુઓ અને સેવાઓ પર એક સમાન, સીમિત અને આદર્શ માપદંડ અનુસાર થશે. જીએસટી 2.0 નવા વ્યવસાય અને રોજગાર પેદા કરીને વિકાસની ગતિને વધારશે. આ દર કેન્દ્ર અને રાજ્ય સરકારોના વર્તમાન અપ્રત્યક્ષ કર પ્રત્યે સંપૂર્ણપણે તટસ્થ હશે તથા જીએસટી 2.0 અંતર્ગત કરદાતાની ટેક્સ ક્ષમતાઓને વિકસિત કરવા પર ધ્યાન આપશે. જીએસટી 2.0 સિગરેટ, દારૂ જેવી વસ્તુઓ (Demerit Goods) પર એક વિશેષ ટેક્સ લગાવશે. સામાન્ય વ્યક્તિ દ્વારા મોટાપાયે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ (જેવી કે ખાદ્યાન્ન, જીવનરક્ષક દવાઓ, ટીકા વગેરે) તથી જરૂરી સેવાઓને જીએસટીમાંથી બહાર રાખવામાં આવશે અથવા આના પર શૂન્ય કર લાગશે. કોંગ્રેસ જીએસટીમાંથી પ્રાપ્ત રાજકોષનો એક હિસ્સો પંચાયતો અને નગર નિગમોને આપશે.

11. એમ.એસ.એમ.ઈને ઋમ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય અને સ્થાનિક સ્તરે નવી સંસ્થાઓ (નાની બેંકો) ની સ્થાપનાને પ્રોત્સાહિત કરશે જેથી એમ.એસ.એમ.ઈને ઋણ ઉપલબ્ધ કરાવી શકાય. કોંગ્રેસ આરબીઆઈ સાથે મળીને કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા, વારંવાર ચકાસણીમાંથી બચવા સાથે જ, અનેક પ્રકારના દસ્તાવેજોના ઉપયોગની દિશામાં કાર્ય કરશે.

12. કોંગ્રેસ પેટન્ટ કાયદાને મજબૂત કરશે તથા ભારતીય શોધકર્તાઓ અને આવિષ્કારકર્તાઓને આંતરરાષ્ટ્રીય પેટન્ટ લેવામાં મદદ કરશે. અમે એક પેટન્ટ સમૂહ (Pool/બેંક) બનાવીને પેટન્ટ મેળવીશુ અને સસ્તી કિંમતે વેપારીઓને પેટન્ટ પ્રોદ્યોગિકી ઉપલબ્ધ કરાવીશુ.

13. કોંગ્રેસ મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોના કલ્યાણ માટે એક અલગ મંત્રાલયની રચના કરશે. કોંગ્રેસ શ્રીલંકા અને પાકિસ્તાન સાથે એક સ્થાયી તંત્રની સ્થાપના કરશે જેનો ઉદ્દેશ્ય હશે, સમુદ્દમાં થતો સંઘર્ષ, હિંસા, બળજબરીની કાર્યવાહી અને જાનમાલના નુકશાનને ખતમ કરવુ અને માછીમારોની આજીવિકાના અવસરોમાં સુધારો કરવો.

15. કોંગ્રેસ સંરક્ષણ સંબંધિત બાબતો પર સરકારના પ્રમુખ સલાહકાર તરીકે સંરક્ષણ સ્ટાફના પ્રમુખ (સીડીએસ) ના કાર્યાલયની સ્થાપના કરશે. કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ના કાર્યાલયને કાયદેસરતા આપશે, તેમની શક્તિઓ તથા કાર્યોને પરિભાષિત કરશે, તેમના આધીન કાર્યરત એજન્સીઓ, સંસદ પ્રત્યે જવાબદેહ રહેશે.

16. આંતરિક સુરક્ષાને સૌથી વધુ જોખમ 1. આતંકવાદ 2. આતંકવાદીઓની ઘૂસણખોરી 3. માઓવાદ/નક્સલવાદ 4. જાતીય સંપ્રદાય સંઘર્ષથી છે. કોંગ્રેસ આ બધા ખતરાને અલગ અલગ રીતે ઉકેલશે. જાતીય સાંપ્રદાયિક હિંસાની બાબતોને ઉકેલવા માટે કોંગ્રેસ સરકાર પોલિસની મદદથી હિંસા ભડકાવતા કે દંગાખોરો સામે કડક કાર્યવાહી કરશે તથા તેમને કાયદાકીય રીતે દંડિત કરશે. સ્વયંભૂ સતર્કતા સમૂહો અને કાયદાઓને પોતાના હાથમાં લેનારા સમૂહો (Moral Policing) માટે કોઈ સ્થાન નહિ હોય.

17. કોંગ્રેસ મિત્રતા, શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ, જૂથનિરપેક્ષતા અને સ્વતંત્રતાના વિચાર સાથે વિવિધ દેશો સાથે દ્વિપક્ષીય સંબંધ વધારવાની દિશામાં કાર્ય કરશે. કોંગ્રેસ વિદેશ નીતિ સાથે સંબંધિત બાબતો પર સરકારને સલાહ આપવા માટે સુરક્ષા વિશેષજ્ઞો, વિષય નિષ્ણાતો અને કૂટનીતિજ્ઞો તથા સુરક્ષા હેતુ કેબિનેટ કમિટિને મિલાવીને વિદેશ નીતિ પર એક રાષ્ટ્રીય પરિષદની સ્થાપનાનું વચન આપે છે. અમે દુનિયાના અન્ય દેશને પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે કહીશુ કે પાકિસ્તાન પોતાની ધરતીથી સંચાલિત થતી આતંકી ગતિવિધિઓ અને આતંકવાદી સમૂહો પર રોક લગાવે.

18. યુપીએ સરકારો હેઠળ કોંગ્રેસે વન રેંક વન પેન્શનના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો અને વર્ષ 2006, વર્ષ 2010 અને વર્ષ 2013માં ત્રણ મહત્વપૂર્ણ પગલા લીધા. કોંગ્રેસ વન રેંક વન પેન્શનમાં લાગુ વિસંગતિઓ દૂર કરવા માટેનો દરેક સંભવ પ્રયાસ કરવાનું વચન આપે છે. ફેબ્રુઆરી, 2014માં યુપીએ સરકારે બધા રેંકોના પેન્શનધારકો વચ્ચેનું અંતર ખતમ કરવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસ એક એવી નીતિ બનાવશે જેમાં એક વિશેષ સમય સુધી નોકરી કર્યા બાદ કે તે પહેલા સેવાનિવૃત્ત થતા લોકો પોતાની યોગ્યતા અનુસાર પ્રશાસનિક સેવાઓ (Civil Services) માં સીધો પ્રવેશ (Lateral Entry) માં જઈ શકે છે.

19. કોંગ્રેસ પ્રવાસી ભારતીય મંત્રાલયની સ્થાપના કરશે જે પ્રવાસી ભારતીયો સાથે સંબંધિત બાબતો જેવી કે સુરક્ષા કાર્યની સ્થિતિ, સામાજિક સુરક્ષા, આરોગ્ય લાભ, તેમના બાળકોનું શિક્ષણ, નાણાંકીય સેવાઓની જરૂરિયાત તથા અંતતોગત્વા તેમની સુરક્ષિત પાછા આવવા પર કાર્ય કરશે.

20. કોંગ્રેસ સામાજિક એકતા, એકજૂટતા, સાંપ્રદાયિક સદભાવ, ભાઈચારો અને પરસ્પર મેલમિલાપની પ્રક્રિયાને મજબૂતી આપવા માટે રાષ્ટ્રીય એકતા પરિષદની પુનઃરચના કરશે, કોંગ્રેસ દેશની એકતા અને અખંડતા માટે ખતરો બની ચૂકેલ વિઘટનકારી અને સાંપ્રદાયિક તાકાતો સામે લડવા માટે રાષ્ટ્રીય એકતા પરિષદ સાથે મળીને કાર્ય કરશે.

21. કોંગ્રેસ ભેદભાવ વિનાના ભ્રષ્ટાચાર વિરોધી કાયદાને લાગુ કરશે. રાફેલ સહિત છેલ્લા પાંચ વર્ષોમાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા સોદાઓની તપાસ કરાવશે. કોંગ્રેસ એ કારકો અને પરિસ્થિતિઓની પણ તપાસ કરશે જે હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અનેક ભ્રષ્ટાચારીઓ અને ગોટાળાબાજોને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવી, તેમને પાછા લાવીનો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

22. ચૂંટણીમાં કાળા નાણાંના ઉપયોગ અને મતદારોને પ્રભાવિત કરવા માટેની રીતોને રોકવામાં ચૂંટણી કમિશન સંપૂર્ણપણે અપ્રભાવી રહ્યુ છે. અમે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરવાના સૌથી મોટા પડકારને પહોંચી વળવા માટે કારગર ઉપાય કરીશુ. અમે સત્તાધારી દળના પક્ષમાં બનાવાયેલા શંકાસ્પદ અને અપારદર્શી ચૂંટણી બોર્ડ સ્કીમને બંધ કરી દઈશુ. કોંગ્રેસ એ સુનિશ્ચિત કરશે કે ઈવીએમ અને વીવીપેટ સાથે છેડછાડ ન થઈ શકે. મતગણતરી દરમિયાન ઓછામાં ઓછા 50 ટકા ઈવીએમ તથા વીવીપેટનું જોડાણ ભૌતિક ગણતરી સાથે કરવામાં આવે.

23. કોંગ્રેસ સૂચનાના અધિકાર કાયદાનું તેના 14 વર્ષના કામકાજના આધારે મૂલ્યાંકન કરશે. આ દરમિયાન આ કાયદાને નબળો બનાવતી જોગવાઈઓને હટાવીને કાયદાને વધુ મજબૂત કરતી જોગવાઈઓને જોડવામાં આવશે જેથી આ કાયદો વધુ પ્રભાવી બની શકે. કોંગ્રેસ સમાજના વિવિધ વર્ગોમાંથી આવેલા લોકોને સૂચના કમિશ્નર નિયુક્ત કરવાનું વચન આપે છે. અમે વચન આપીએ છીએ કે કાર્યક્રમોને ક્રિયાન્વિત કરવાની પ્રક્રિયામાં કાર્યક્રમો/નીતિઓને સામાજિક ઑડિટ કરવામાં આવશે તથા પ્રત્યેક વર્ષના અંતમાં 'શું કર્યુ છે અને શું બાકી રહી ગયુ છે' વિશે એક રિપોર્ટ કાર્ડ જનતા સામે મૂકવામાં આવશે.

24. હાલના દિવસોમાં મીડિયાના અમુક ભાગોએ પોતાની સ્વતંત્રતાનો દૂરુપયોગ કર્યો છે અથવા તો આત્મસમર્પણ. કોંગ્રેસ નકલી સમાચારો અને પેડ ન્યૂઝના જોખમને પહોંચી વળવા માટે ભારતીય પ્રેસ પરિષદને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય પ્રેસ પરિષદ અધિનિયમ 1978માં સુધારો કરવાનું વચન આપે છે. કોંગ્રેસ મીડિયામાં એકાધિકાર રોકવા માટે કાયદો લાવશે જેથી વિવિધ ક્ષેત્રોના ક્રોસ માલિકી તથા અન્ય વ્યાવસાયિક સંગઠનો દ્વારા મીડિયા પર નિયંત્રણ ન કરી શકાય. કોંગ્રેસ ભારતના પ્રતિસ્પર્ધા કમિશનને શંકાસ્પદ એકાધિકારની બાબતોની તપાસ કરવા માટે કહેશે.

25. કોંગ્રેસનો વિચાર રહ્યો છે કે જમ્મુ કાશ્મીરના ત્રણ ક્ષેત્રોના લોકોની આકાંક્ષાઓને સમજે અને તેમના મુદ્દાઓનું સમ્માનજનક સમાધાન શોધવા માટે વાતચીત જ એકમાત્ર રસ્તો છે. અમે આ રસ્તાને અપનાવીશુ. કોંગ્રેસ જમ્મુ કાશ્મીરના લોકો સાથે કોઈ શરત વિના વાતચીતનું વચન આપે છે. અમે આ રીતની વાતચીત માટે નાગરિક સમાજમાંથી ચૂંટાયેલા 3 વાર્તાકારોની નિયુક્તિ કરીશુ.

26. અમે પંદરમાં નાણાપંચની સ્થાપના કરીશુ તથા રાજ્યોને આગ્રહ કરીશુ કે તે પણ પોતાના રાજ્યોમાં રાજ્ય નાણાપંચની ભલામણો લાગુ કરે.

27. કોંગ્રેસ નીતિ પંચને ખતમ કરશે જે સંપૂર્ણપણે માત્ર અક્ષમ અને નિષ્ફળ સાબિત થયુ છે. કોંગ્રેસ મધ્યમ અને દીર્ઘકાલિન યોજનાઓને તૈયાર કરવા તથા મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે એક સ્વતંત્ર વિશેષજ્ઞ એકમ રૂપે નવેસરથી પરિભાષિત જવાબદારીઓ સાથે યોજના પંચની રચનાનું વચન આપે છે.

28. કોંગ્રેસ 2023-24 સુધી સમાપ્ત થતા 5 વર્ષોમાં શિક્ષણ માટેનું બજેટ બમણુ કરીને જીડીપીના 6 ટકા કરવાનું વચન આપે છે. આના માટે આગળી રૂપરેખા 2019-20ના સામાન્ટ બજેટમાં સામે રાખવામાં આવશે અને વિશે વાર્ષિક લક્ષ્ય નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત આ રાજ્ય સરકારના સંબંધિત રાજ્યની સરકારી મેડીકલ કોલેજોમાં એ રાજ્યના મૂળ નિવાસી વિદ્યાર્થીઓના પ્રવેશના અધિકારમાં હસ્તક્ષેપ કરે છે.

29. કોંગ્રેસ વચન આપે છે કે વર્ષ 2023-24 સુધી આરોગ્ય સુવિધાઓ પર કુલ સરકારી ખર્ચને બમણો વધારીને સકલ ઘરેલુ ઉત્પાદનના 3 ટકા કરવામાં આવશે. 2023-24 સુધી લક્ષ્ય મેળવવા માટે દર વર્ષે વાર્ષિક બજેટમાં આ મદદમાં વધારા સાથે આનો સંકેત મળશે. કોંગ્રેસ મફત ડાયલ-ઈન-એમ્બ્યુલન્સ સેવાનો વિસ્તાર કરશે અને ભારતના બધા જિલ્લાઓમાં વધુમાં વધુ એમ્બ્યુલન્સ રસ્તા પર ઉતારશે.

30. એસસી-એસટી અને ઓબીસી જે કુલ વસ્તીના લગભગ 75 ટકા જેટલા છે તેમના માટે એક સમગ્ર અને સકારાત્મક કાર્યક્રમનું વચન આપે છે. અમે 200 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમના મૂળ ઉદ્દેશ્ય અને ઈરાદાને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી કાયદો બનાવીશુ અને આને બધા સંસ્થાઓમાં સંપૂર્ણતા સાથે લાગુ કરીશુ. કોંગ્રેસ ધાર્મિક લઘુમતીઓના બંધારણીય અધિકારની સુરક્ષાનું વચન આપે છેઃ કોંગ્રેસ બંધારણના અનુચ્છેદ 15, 16, 25, 26, 28, 29 અને 30 હેઠળ ગેરેન્ટી કરાયેલ ભેદભાવ રહિત રોજગારમાં સમાન અવસર, ધાર્મિક સ્વતંત્રતા અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનાને જાળવી રાખવાનું વચન આપે છે.

આ પણ વાંચોઃ રોડ શોમાં 'નેતાજી' ને બે મહિલાઓએ રોક્યા, બંનેને મળ્યો 2 BHK ફ્લેટઆ પણ વાંચોઃ રોડ શોમાં 'નેતાજી' ને બે મહિલાઓએ રોક્યા, બંનેને મળ્યો 2 BHK ફ્લેટ

English summary
lok sabha elections 2019 congress Manifesto big points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X