For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનસભામાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, જણાવ્યુ BJPમાં કોણ તેમને વઢી શકે છે

જ્યારે સૌથી મોટા પદ પર નરેન્દ્ર મોદી બિરાજમાન છે તો વિચારી પણ ન શકાય કે તેમને કોઈ વઢી શકે છે. પરંતુ આવુ છે અને આના વિશે પીએમ મોદીએ ઈન્દોરની એક જનસભામાં જણાવ્યુ.

|
Google Oneindia Gujarati News

ભારત દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે. લોકતંત્રમાં મોટુ કદ પ્રધાનમંત્રીનું હોય છે અને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે. હવે જ્યારે સૌથી મોટા પદ પર નરેન્દ્ર મોદી બિરાજમાન છે તો વિચારી પણ ન શકાય કે તેમને કોઈ વઢી શકે છે. પરંતુ આવુ છે અને આના વિશે પીએમ મોદીએ ઈન્દોરની એક જનસભામાં જણાવ્યુ. રવિવારે લોકસભા અધ્યક્ષના રૂપમાં સુમિત્રા મહાજનના કુશળ સંસદ સંચાલનની પ્રશંસા કરીને પીએમ મોદીએ હલ્કા ફૂલ્કા અંદાજમાં કહ્યુ કે ભાજપમાં માત્ર મહાજન જ છે જે તેમને વઢી શકે છે.

આ પણ વાંચોઃ મુંબઈના ઑલ રાઉન્ડર ક્રિકેટરે ઝેર ખાઈને આપ્યો જીવ, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહઆ પણ વાંચોઃ મુંબઈના ઑલ રાઉન્ડર ક્રિકેટરે ઝેર ખાઈને આપ્યો જીવ, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ

પોતાના સંબોધનમાં મોદીએ 10 વાર લીધુ સુમિત્રા મહાજનનું નામ

પોતાના સંબોધનમાં મોદીએ 10 વાર લીધુ સુમિત્રા મહાજનનું નામ

પીએમ મોદીએ ભાજપની ચૂંટણી જનસભામાં કહ્યુ, ‘લોકસભા સ્પીકર તરીકે તાઈ (મહાજનનું લોકપ્રિય નામ અને મરાઠીમાં મોટી બહેનનું સંબોધન) એ મોટી કુશળતા અને સંયમથી કાર્ય કર્યુ, આ કારણે તેમણે બધા લોકોના મન પર અમીટ છાપ છોડી છે.' મોદીએ ભાષણમાં તેમનુ નામ 10 વાર લીધુ. તેમણે મંચ પર મહાજનની હાજરીમાં કહ્યુ, ‘તમે બધા તો મને પ્રધાનમંત્રી રૂપે જાણો છો પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અમારી પાર્ટીમાં જો મને કોઈ વઢી શકે છે તો તે તાઈ જ છે.'

તાઈની કોઈ પણ ઈચ્છા અધૂરી નહિ રહે

તાઈની કોઈ પણ ઈચ્છા અધૂરી નહિ રહે

પીએમ મોદીએ કહ્યુ મને તાઈ સાથે સંગઠનમાંકામ કરવાનો મોકો મળ્યો. હું ઈન્દોરને એ વિશ્વાસ અપાવુ છુ કે શહેરના વિકાસમાં તાઈજીની કોઈ પણ ઈચ્છા અધૂરી નહિ રહે. પોતાના કાર્યકાળની ચર્ચા કરીને મોદીએ કહ્યુ કે 2019માં જનતાનો વિશ્વાસ ચરમ પર છે. મોદીના કામને દેશ જાણવા લાગ્યો છે. તેમણે ઈન્દોરની સફાઈની પણ પ્રશંસા કરી. વિરોધીઓ પર કટાક્ષ કરીને બોલ્યા કે વિપક્ષીઓની ઉંઘ ઉડી ગઈ છે અને બોલવાનું સંતુલન પણ ગુમાવી દીધુ છે.

જતી વખતે પીએમ મોદીએ કહ્યુ - તાઈ બહુ ભૂખ લાગી છે, ભોજન લાવ્યા છો

જતી વખતે પીએમ મોદીએ કહ્યુ - તાઈ બહુ ભૂખ લાગી છે, ભોજન લાવ્યા છો

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર હુમલા કર્યા. રાહુલ પર નિશાન સાધીને કહ્યુ કે ગઈ વખતે અહીં જ્યારે આવ્યા હતા ત્યારે ‘મેક ઈન ઈન્દોર' અને ‘મેક ઈન મંદસૌર' ની વાતો નામદાર કહીને ગયા હતા. અહીંની મીડિયાએ બહુ છાપ્યુ પણ, તેમના પર વિશેષ કૃપા રહે છે તેમની (મીડિયાની) પરંતુ તેમના મેનિફેસ્ટોમાં તેનો કોઈ ઉલ્લેખ નથી, આ વાત કોઈ વર્તમાનપત્ર નહિ છાપે. મધ્ય પ્રદેશ વિશે કહ્યુ કે વિજળીના બિલના બદલે વિજળીની સપ્લાય હાફ કેમ થઈ ગઈ? કોંગ્રેસ કહે છે કે મોદી આતંકવાદનો કેમ મુદ્દો ઉઠાવે છે તો ઈન્દોરવાળા બતાવો, આતંકવાદની ચર્ચા થવી જોઈએ કે નહિ?...આ કોઈ મ્યુનિસિપલ પાર્ટી ચૂંટણી તો છે નહિ. મોદીએ જતી વખતે તેમને કહ્યુ - તાઈ બહુ ભૂખ લાગી છે, ભોજન લાવી છો તો ગાડીમાં ખઈ લઈશ. તાઈએ કહ્યુ - સુરક્ષા કારણોથી ન લાવી શકી. બાદમાં તેમણે પુત્ર મંદારને ફોન કરીને જમવાનું મંગાવ્યુ અને એરપોર્ટ પર પ્રધાનમંત્રીના સ્ટાફને સોંપ્યુ.

English summary
Lok Sabha Elections 2019: ‘If anybody in BJP can admonish me, it’s Tai’: PM Modi on Sumitra Mahajan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X