For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કોંગ્રેસ પક્ષથી નારાજ છે નવજોત સિદ્ધુ, 20 દિવસથી બંધ છે કામ, સામે આવ્યુ કારણ

પંજાબમાં કોંગ્રેસ પાર્ટીના તેજતર્રાર નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ નારાજ હોવાનું કહેવાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ પાર્ટી જબરદસ્ત તૈયારીઓમાં લાગી છે. મંગળવારે કોંગ્રેસ પાર્ટીનું ઘોષણાપત્ર પણ સામે આવી ગયુ છે. એટલુ જ નહિ પાર્ટી સતત અલગ અલગ રાજ્યોમાં ઉમેદવારોના નામનું એલાન કરી રહી છે. જો કે આ બધા વચ્ચે પંજાબમાં પાર્ટીના તેજતર્રાર નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ નારાજ હોવાનું કહેવાઈ રહ્યુ છે. એનડીટીવીના સમાચાર અનુસાર સિદ્ધુએ લગભગ 20 દિવસથી કામ છોડી દીધુ છે. એટલુ જ નહિ પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે પાર્ટી નેતાઓ સાથે તેમણે વાતચીત પણ બંધ કરી દીધી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે તેમની નારાજગીનું કારણ શું છે. જો કે એવુ કહેવામાં આવી રહ્યુ છે કે સિદ્ધુ પોતાની પત્ની નવજોત કૌર માટે ચંદીગઢ લોકસભા સીટની ટિકિટ ઈચ્છકા હતા જો કે કોંગ્રેસ હાઈ કમાન્ડે પાર્ટીના વરિષ્ઠ નેતા પવન બંસલને ઉમેદવાર ઘોષિત કરી દીધા છે.

પત્નીને આ સીટથી ટિકિટ નહિ મળવાના કારણે નારાજ છે સિદ્ધુ!

પત્નીને આ સીટથી ટિકિટ નહિ મળવાના કારણે નારાજ છે સિદ્ધુ!

નારાજગીના સમાચારો પર જો કે હજુ સુધી નવજોત સિંહ સિદ્ધુએ પોતે પાર્ટીની અંદર કંઈ કહ્યુ નથી પરંતુ ઘણા એવા મુદ્દાઓ છે જેના વિશે એવી ચર્ચા છે કે સિદ્ધુ નારાજ છે. કહેવામાં આવી રહ્યુ છે કે નવજોત કૌરને ચંદીગઢથી ટિકિટ નથી મળી, વળી તે ક્યાંથી ચૂંટણી લડશે પાર્ટી તરફથી તેના પર પણ સ્પષ્ટ રીતે કંઈ કહેવામાં આવ્યુ નથી. એવા સમાચાર હતા કે અમૃતસર સીટથી નવજોત કૌરને ટિકિટ મળી શકે છે. જો કે ત્યાં પણ પાર્ટીએ વર્તમાન કોંગ્રેસ ધારાસભ્ય ગુરજીતસિંહ ઔજલાને ટિકિટ આપી દીધી છે.

ચંદીગઢ અને અમૃતસરમાં કોંગ્રેસે ઘોષિત કર્યા ઉમેદવાર

ચંદીગઢ અને અમૃતસરમાં કોંગ્રેસે ઘોષિત કર્યા ઉમેદવાર

તમને જણાવી દઈએ કે અમૃતસર સીટ નવજોત સિંહ સિદ્ધુ માટે ખૂબ જ મહત્વની રહી છે. ભાજપમાં રહેવા દરમિયાન તે અહીંથી સાંસદ રહ્યા હતા. જો કે 2014ની ચૂંટણીમાં જ્યારે ભાજપે સિદ્ધુની જગ્યાએ અમૃતસરથી અરુણ જેટલીને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા તો સિદ્ધુએ ભાજપ છોડવાનું એલાન કરી દીધુ. બાદમાં તેમણે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી અને વર્તમાન અમરિંદર સિંહ સરકારમાં મંત્રી બન્યા છે.

સિદ્ધુની નારાજગીના આ પણ માનવામાં આવી રહ્યા છે કારણો

સિદ્ધુની નારાજગીના આ પણ માનવામાં આવી રહ્યા છે કારણો

કહેવામાં આવી રહ્યુ છે કે સિદ્ધુની નારાજગીનું એક કારણ એ પણ છે કે તેમને હાલમાં જ છત્તીસગઢ માટે જાહેર કરાયેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં શામેલ કરવામાં આવ્યા નથી. એ પણ ત્યારે જ્યારે પાર્ટીના પ્રચાર માટે સિદ્ધુની ડિમાન્ડ વધુ છે. આ ઉપરાંત સિદ્ધુના નારાજ થવા પાછળ એક કારણ એ પણ માનવામાં આવી રહ્યુ છે કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીની પંજાબના મોગામાં રેલી થઈ હતી. જો કે આ રેલીમાં સિદ્ધુને બોલાવવામાં આવ્યા હતા.

શું સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે બધુ બરાબર નથી?

શું સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે બધુ બરાબર નથી?

આ કારણો ઉપરાંત સમાચાર એ પણ છે કે નવજોત સિંહ સિદ્ધુ અને રાજ્યના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ. કહેવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથ સમારંભમાં શામેલ થવા માટે સિદ્ધુ ઈસ્લામાબાદ ગયા હતા તે સમયે તેમની પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા સાથે ગળે મળવાના ફોટા સામે આવ્યા હતા જે માટે વિવાદ થયો હતો. અમરિંદર સિંહે પોતે પણ આ ફોટા માટે સવાલ ઉઠાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પંજાબની 13 લોકસભા સીટોમાંથી 4 કોંગ્રેસ પાસે છે.

આ પણ વાંચોઃ 'મે ભી ચોકીદાર' ના લાઈવ પ્રસારણ પર દૂરદર્શનને ચૂંટણી કમિશનની નોટિસઆ પણ વાંચોઃ 'મે ભી ચોકીદાર' ના લાઈવ પ્રસારણ પર દૂરદર્શનને ચૂંટણી કમિશનની નોટિસ

English summary
Lok Sabha Elections 2019: Is Navjot Singh Sidhu Upset, Skips Work, Stays Out Of leaders Before Elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X