કલમ 370 હટાવી તો ભારત સાથે જમ્મુ-કાશ્મીરનો સંબંધ ખતમઃ મહેબુબા મુફ્તી
જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ કહ્યુ છે કે કલમ 370 ને ખતમ કરવા વિશે કેન્દ્રની ભાજપ સરકાર ના વિચારે. જો તે આવુ કરશે તો જમ્મુ કાશ્મીરને ભારત ખોઈ દેશે. મુફ્તીએ કહ્યુ કે સતત ભાજપ નેતા 370ને ખતમ કરવાની વાત કરતા રહે છે પરંતુ તે નથી જાણતા કે આ જ ભારત અને જમ્મુ કાશ્મીર વચ્ચે પુલ છે. કલમ 370ને ખતમ કરવામાં આવી તો પછી જમ્મુ કાશ્મીર સાથે તમારો સંબંધ ખતમ થઈ જશે.

370 ખતમ તો 1947માં પહોંચી જશે સંબંધ
મહેબુબાએ શનિવારે કહ્યુ, ‘કલમ 370 એક પુલ છે, આ પુલને જો તમે ખતમ કરશો તો મહેબુબા મુફ્તી હિંદુસ્તાનના આઈના હલ્ફ કેવી રીતે ઉઠાવશે. પછી તમારે ફરીથી જમ્મુ કાશ્મીર અને હિંદુસ્તાનનો સંબંધ બનાવવો પડશે. પછી તો નવી શરતો, નવી સમજૂતીઓ થશે. 1947ના સમયમાં આપણે પહોંચી જઈશુ.'
|
સાથે રહેવાની શરત સાથે સંબંધ પણ ખતમ
મહેબુબા મુફ્તીએ કહ્યુ, ‘જ્યારે તમે 370 ખતમ કરશો તો પછી એ પણ ન કહી શકાય કે તમે એક મુસ્લિમ બહુસંખ્યક રાજ્ય સાથે મળવા ઈચ્છશો, તેને સાથે લેવા પણ ઈચ્છશો કે નહિ. વળી, અમે પણ આના પર ફરીથી વિચારીશુ. જો તમે બંધારણમાં મળેલા અમારા હકને ખતમ કરશો તો અમે પણ વિચારીશુ કે સાથે રહેવુ કે નહિ. છેવટે જે શરતો પર અમે તમારી સાથે આવ્યા તે ખતમ કરશો તો અમારે વિચારવુ પડશે. અરુણ જેટલીએ આ સરકારે વિચારવુ જોઈએ કે આ આટલુ સરળ નથી, 370 ને ખતમ કરવામાં આવી તો પછી જમ્મુ કાશ્મીર સાથે પણ તમારો સંબંધ ખતમ થઈ જશે.'

જેકેએલએફ અને જેઈઆઈનો પ્રતિબંધ હટાવીશુ
આ પહેલા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મહેબુબા મુફ્તી ફરીથી સત્તામાં પાછા આવવા પર જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ) અને સ્થાનિક જમાત એ ઈસ્લામી (જેઈઆઈ) પર લાગેલા પ્રતિબંધ હટાવવાની વાત પણ કહી ચૂક્યા છે. બંને સંગઠનો પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. મહેબુબા મુફ્તી આવનારી સામાન્ય ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરની અનંતનાગ સીટથી પીડીપી ઉમેદવાર છે.
આ પણ વાંચોઃ ગરીબોને અવગણી પીએમ મોદીના ફેશિયલ પર થઈ રહ્યા છે કરોડો ખર્ચઃ કન્હૈયા કુમાર