• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BJP સામે હવે પોતાનો છેલ્લો દાવ અજમાવવાની કોશિશમાં 21 વિપક્ષી દળ

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણીના પાંચમો તબક્કો પૂરો થયા બાદ હવે બાકી બચેલા બે તબક્કાની ચૂંટણી માટે રાજકીય પારો ગરમાયો છે. 23 મેના રોજ ચૂંટણી પરિણામો આવવા સાથે એ સ્પષ્ટ થઈ જશે કે દેશમાં આગામી સરકાર કોની બનવા જઈ રહી છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી એક મોટા સમાચાર એ છે કે વિપક્ષી દળ સાતમાં તબક્કાનું મતદાન ખતમ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવાની યોજના બનાવી રહ્યા છે. વાસ્તવમાં વિપક્ષી દળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને તેમની સામે એ માંગ મૂકવાના છે કે જો લોકસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશ આવે તો આવે સ્થિતિમાં સૌથી મોટી રાજકીય પાર્ટીને સરકાર બનાવવા માટે ના બોલાવવામાં આવે.

આ પણ વાંચોઃ Video: સંજય નિરુપમે પીએમ મોદીને ગણાવ્યા ઔરંગઝેબ, વારાણસીમાં તોડાવ્યા મંદિરઆ પણ વાંચોઃ Video: સંજય નિરુપમે પીએમ મોદીને ગણાવ્યા ઔરંગઝેબ, વારાણસીમાં તોડાવ્યા મંદિર

કેમ આ ‘અસામાન્ય પગલુ' ઉઠાવવા માંગે છે વિપક્ષ?

કેમ આ ‘અસામાન્ય પગલુ' ઉઠાવવા માંગે છે વિપક્ષ?

એનડીટીવીના સમાચાર અનુસાર કેન્દ્રમાં ભાજપ સરકારના વિરોધી 21 રાજકીય દળ એક પત્ર પર હસ્તાક્ષાર કરવાની તૈયારીમાં છે. આ પક્ષોની યોજના છે કે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ તે કેન્દ્રમાં એક વૈકલ્પિક સરકારને પોતાનું સમર્થન આપવા માટે આ પત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપશે. સૂત્રોનું કહેવુ છે કે વિપક્ષી દળ આ અસામાન્ય પગલુ' ઉઠાવવા ઈચ્છે છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે રાષ્ટ્રપતિ લોકસભા ચૂંટણી બાદ કોઈ પણ સૌથી મોટી રાજકીય પાર્ટીને સરકાર બનાવવાનું નિમંત્રણ ના આપે, જેનાથી એ પાર્ટીને સ્થાનિક પક્ષો કે કોઈ ગઠબંધનના ઘટક દળોને તોડવાની કોશિશ કરવાનો મોકો ના મળી શકે.

1998માં પડી ગઈ હતી વાજપેયી સરકાર

1998માં પડી ગઈ હતી વાજપેયી સરકાર

543 સીટોવાળી લોકસભામાં બહુમત માટે 272 સીટોનો આંકડો જોઈએ. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે એકલા જ 282 સીટો પર જીત મળી હતી. વળી, લોકસભામાં એનડીએના સાંસદોની સંખ્યા 336 હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 1998માં તત્કાલિન રાષ્ટ્રપતિ કે આર નારાયણને અટલ બિહારી વાજપેયીને કહ્યુ હતુ કે તે સરકાર બનાવવા માટે બોલાવતા પહેલા અને વિશ્વાસ પ્રસ્તાવ મેળવાતા પહેલા તેના સમર્થનમાં પત્ર રજૂ કરે. એ લોકસભા ચૂંટણીમાં ભાજપે 178 સીટો પર જીત મેળવી હતી જ્યારે ગઠબંધનને 252 સીટો મળી હતી. અટલ બિહારી વાજપેયીએ બહારથી સમર્થનથી કોઈ રીતે કેન્દ્રમાં પોતાની સરકારની રચના કરી લીધી પરંતુ માત્ર 20 દિવસ બાદ જ માત્ર એક મતથી તેમની સરકાર પડી ગઈ.

5 વર્ષમાં સામે આવી ચૂક્યા છે ઘણા વિવાદ

5 વર્ષમાં સામે આવી ચૂક્યા છે ઘણા વિવાદ

ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષોમાં ઘણા રાજ્યોમાં સરકારની રચના માટે ઘણા વિવાદ સામે આવ્યા છે. મણિપુર, ગોવા અને કર્ણાટકમાં ચૂંટણી બાદ બનેલી સૌથી મોટી રાજકીય પાર્ટી અને ચૂંટણી બાદ બનેલ ગઠબંધન સરકારની રચના વિવાદોમાં રહી છે. કર્ણાટકરમાં જ્યારે સરકાર બનાવવા માટે કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન કર્યુ તો ભાજપે આનો વિરોધ કર્યો હતો. કર્ણાટકમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ બી એસ યેદુરપ્પાએ રાજ્યપાલને મળીને માંગ કરી કે સૌથી મોટો પક્ષ હોવાના કારણે ભાજપને સરકાર બનાવવા અને સંસદમાં વિશ્વાસ મત મેળવવાનો મોકો મળવો જોઈએ. ત્યારબાદ રાજ્યપાલ પાસેથી બી એસ યેદુરપ્પાને સરકાર બનાવવાનો મોકો મળ્યો પરંતુ તે સંસદમાં બહુમત સાબિત ન કરી શક્યા.

બિન કોંગ્રેસ, બિન ભાજપ મોરચો બનાવવાની પણ કોશિશ

બિન કોંગ્રેસ, બિન ભાજપ મોરચો બનાવવાની પણ કોશિશ

તમને જણાવી દઈએ કે આ 21 રાજકીય પક્ષો વચ્ચે રાષ્ટ્રીય સ્તર પર જો કે કોઈ ઔપચારિક ગઠબંધન નથી પરંતુ આ બધા દળોએ ભાજપને સાધવા માટે એક જ મોરચા પર કામ કર્યુ છે. એવા પણ સંકેત છે કે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે અન્ય સમીકરણો પર પણ વિચાર કરવામાં આવી શકે છે. આમાં તેલંગાનાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પહેલ હેઠળ એક બિન કોંગ્રેસ, બિન ભાજપ મોરચો બનાવવાની પણ કોશિશ છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન 19મેના રોજ થશે અને ત્યારબાદ 23મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.

English summary
Lok Sabha Elections 2019: Opposition Parties Plans To Meet President After Election Results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X