• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live: આ દેશની કરોડો માતા મારું સુરક્ષાકવચ બનીને ઉભી છે- મોદી

|

નવી દિલ્હીઃ પીએમ મોદી શુક્રવારે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીથી બીજીવાર નામાંકન દાખલ કરશે. અગાઉ ગુરુવારે પીએમ મોદીએ વારાણસીમાં મેગા રોડ શો કર્યો, જેમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હી. રોડ શો બાદ મોદીએ પ્રબુદ્ધજનોને સંબોધિત કરતા ઈન્ડિયા ફર્સ્ટની વાત કહી. રોડ શો બાદ પીએમ મોદી દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં સામેલ થયા હતા. શુક્રવારે પીએમ કાશીને કોતવાલ કાળ ભૈરવ અને વિશ્વનાથ મંદિરમાં પૂજ કર્યા બાદ નામાંકન કરવા કલેક્ટ્રેટ પહોંચશે. પીએમ મોદીના નામાંકનમાં એનડીએના ઘટક દળોના કેટલાય નેતાઓ સામેલ થશે.

Newest First Oldest First
2:09 PM
વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદીએ ભર્યું પોતાનું નામાંકન
11:31 AM
નામાંકન પહેલા પીએમ મોદીએ કાળભૈરવના મંદિરમાં કરી પૂજા
10:40 AM
મહાનિદેશક ઈન્ટેલિજેન્સ, મુખ્ય સચિવ અને વિવિધ જિલ્લાના પોલીસ અધિક્ષકોના સ્થાનાંતરણ પર સીએમ એન ચંદ્રબાબૂ નાયડૂએ ચૂંટણી પંચને પત્ર લખ્યો.
10:39 AM
કાલે સોશિયલ મીડિયા પર લોકો મને બહુ વઢ્યા કે રોડ શો બંધ કરી દો, તમારી સુરક્ષાનું ધ્યાન રાખો. પરંતુ મોદીનું કોઈ ધ્યાન રાખે છે તો તે આ દેશની કરોડો માતા. તેઓ શક્તિ બનીને મારું સુરક્ષાકવચ બને છેઃ પીએમ મોદી
10:38 AM
હું ઈચ્છું છું કે પુરુષોની સરખામણીએ મહિલાઓનું મતદાન 5 ટકા વધુ થવું જોઈએ- પીએમ મોદી
10:38 AM
પીએમ મોદી- વારાણસીની ચૂંટણી એવી હોય કે દેશના રાજનૈતિક પંડિતોને તેના પર પુસ્તક લખવાનું મન થાય.
10:37 AM
કયા પાર્ટીના ઉમેદવાર છે, કેવા છે, કોઈ ખાનગી ટિપ્પણી ન કરે, દરેક ઉમેદવાર સન્માનનીય છે, તેઓ પણ લોકતંત્રને મજબૂત બનાવવા માટે મેદાનમાં છે, તેઓ આપણા દુશ્મન નથી- પીએમ મોદી
9:53 AM
વારાણસીમાં એનડીએના નેતાઓની બેઠ, પીએમ મોદીના નામાંકન માટે એકઠા થયા કેટલાય દિગ્ગજો
9:53 AM
પીએમ મોદીના નામાંકનમાં સામેલ થશે એનડીએના કેટલાય દિગ્ગજ નેતા, ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ પણ કાશીમાં હાજર.
9:53 AM
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ત્રણ રાજ્યોમાં ચૂટણી પ્રચાર કરશે. રાહુલ ગાંધી બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં રેલીઓને સંબોધિત કરશે.
9:53 AM
કેન્દ્રીય મંત્રી વિશંકર પ્રસાદ પટના સાહિબથી નામાંકન દાખલ કરશે
9:52 AM
બંગાળમાં સીતારામ યેચુરી- 100 કૌરવોમાં તમને 2 નામ યાદ છે- દુર્યોધન અને દુશાસન, દુનિયાની સૌથી મોટી પાર્ટીની અંદર તમને કેટલા લોકોના નામ યાદ છે, - અમિત શાહ અને મોદી.
9:52 AM
ગૃહમંત્રી રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અમિત શાહ પણ હાજર રહેશે.
9:52 AM
યૂપીના સીએમ યોગી આદિત્યનાથની સાથોસાથ પાંચ અન્ય રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.
9:52 AM
મોદીના નામાંકનમાં એનડીએના ઘટકદળોના નેતા પણ સામેલ થશે. બિહારના મુખઅયમંત્રી નીતિશ કુમાર, લોજપા નેતા રામવિલાસ પાસવાન, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પણ નામાંકનમાં સામેલ થશે.
9:52 AM
ડોમરાજાના પરિવારના કોઈ સભ્ય, ત્રિપલ તલાકનો મુદ્દો ઉઠાવનાર એક મહિલા, ચોકીદાર અને એક સફાઈકર્મી બની શકે છે પીએમ મોદીના પ્રસ્તાવક
9:51 AM
યૂપીના ડેપ્યૂટી સીએમ કેપી મૈર્ય- હું હંમેશા કહું છું, સપા મતલબ સમાપ્ત પાર્ટી, બસપા મતલબ બિલકુલ સમાપ્ત પાર્ટી.
9:51 AM
પીએમ મોદીના નામાંકનમાં સામેલ થતા પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કાળભેરવ મંદિરમાં પૂજા કરી.
9:51 AM
પીએમ મોદી ડી પેરિસ હોટલમાં બૂથ અધ્યક્ષ અને પદાધિકારિઓને સંબોધિત કરશે.
9:51 AM
નામાંકન પહેલા મોદી કાલભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે.

English summary
Lok Sabha Elections 2019: PM Narendra modi Nomination from Varanasi live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X