Live: વારાણસી પહોંચ્યા પીએમ મોદી, ભવ્ય રોડ શો શરૂ

Live: વારાણસી પહોંચ્યા પીએમ મોદી, ભવ્ય રોડ શો શરૂ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. તમામ રાજનૈતિક દળો હવે બાકીના 4 તબક્કા માટે થનાર ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. પીએમ મોદી ગુરુવારે વારાણસીના બે દિવસીય પ્રવાસ પર છે. શુક્રવારે 26મી એપ્રિલે પીએમ મોદી પોતાનું નામાંકન દાખલ કરશે. જ્યારે ગુરુવારે કાશીમાં મેગા રોડ શો કરશે. પીેમ મોદીના મેગા રોડશોની કમાન ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાના હાથમાં લઈ રાખી છે. બીજી બાજુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બુંદેલખંડના પ્રવાસ પર છે, જ્યાં તેઓ કેટલીય જનસભાઓને સંબોધિત કરશે.

pm modi

Apr 25, 2019, 7:10 pm IST

શુક્રવારે કન્નૌજમાં સપા, બસપા અને રાલોદની સંયુક્ત રેલી દરમિયાન કન્નૌજથી ગઠબંધન ઉમેદવાર ડિંપલ યાદવે પગે લાગી બસપા પ્રમુખ માયાવતીના આશીર્વાદ લીધા. માયાવતીએ આ દરમિયાન કહ્યું કે તેઓ તેમના પરિવારની વહુ છે.
Apr 25, 2019, 6:53 pm IST

નરેન્દ્ર મોદીનો રોડ શો અસ્સી ઘાટથી આગળ નિકળી શિવાલા પાસે પહોંચ્યો. અંધારુ થયા બાદ મોબાઈલની લાઈટ ચાલુ કરી પીએમ અને પોતાના ઉમેદવારનું સ્વાગત કરી રહ્યા છે.
Apr 25, 2019, 5:54 pm IST

પીએમ મોદીની રોડ શો બનારસ હિંદુ યુનિવર્સિટીની બહારથી શરૂ થઈ શહેરમાંથી પસાર થઈ રહ્યો છે.
Apr 25, 2019, 5:53 pm IST

વારાણસીથી ભાજપના ઉમેદવાર પીએમ મોદીના રોડ શોની તસવીરો
Apr 25, 2019, 5:52 pm IST

રોડ શોમાં પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને કેટલાય વરિષ્ઠ નેતા હાજર
Apr 25, 2019, 5:30 pm IST

વારાણસી પહોંચ્યા પીએમ મોદી, મહામના મદન મોહન માલવીયાની પ્રતિમા પર માળાર્પણ કરી
Apr 25, 2019, 5:04 pm IST

રોડ શો માટે વારણસી પહોંચ્યા પીએમ મોદી, અહીં દશ્વાશમેઘ ઘાટ પર ગંગા આરતી પણ કરશે. રોડ શો બાદ ગંગા આરતી માટે પહોંચશે.
Apr 25, 2019, 4:56 pm IST

પીએમ મોદીનું ટ્વીટ- દરભંગા અને બાંદાની બંપર રેલી બાદ પ્યારી કાશી પહોંચી રહ્યો છું.. હર હર મહાદેવ
Apr 25, 2019, 11:49 am IST

દરભંગામાં પીએમ મોદી- કેટલાક લોકોને ભારત માતાની જયથી સમસ્યા છે, આવા લોકોની જમાનત જપ્ત થવી જોઈએ કે નહિ.
Apr 25, 2019, 11:48 am IST

અમારી આજુબાજુ આડોસપાડોસમાં જ આતંકની ફેક્ટરીઓ ચાલી રહી છે અને એમ કહેવાય છે કે આતંકવાદ મુદ્દો જ નથી- પીએમ મોદી
Apr 25, 2019, 11:48 am IST

પીએમ મોદીએ કહ્યું કે તેમને જૂની વાતો, જાત-પાતના સમીકરણો સમજમાં નથી આવતાં. તેઓ માનીને ચાલ્યા છે કે 21મી સદીનું ભારત તેમની આકાંક્ષાઓ અનુરુપ છે.
Apr 25, 2019, 11:48 am IST

બિહારના દરભંગામાં પીએમ મોદી- આ જે લહેર છે તે નવા ભારતની લલકાર છે. 21મી સદીમાં જે દીકરા-દીકરી પહેલીવાર દિલ્હીની સરકાર ચૂંટી રહ્યા છે, તે નવયુવાનો આ ચૂંટણીનું નેતૃત્વ કરી રહ્યા છે.
Apr 25, 2019, 11:48 am IST

લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત પીએમ મોદી આજે યૂપી-બીહારમાં હશે તો રાહુલ ગાંધી રાજસ્થાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
Apr 25, 2019, 11:44 am IST

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણી માટે આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે.
Apr 25, 2019, 9:36 am IST

દમોહ-ખેડૂતોએ કહ્યું, જો પોતાનો પાક વેચવા માટે ભિલૌનીમાં પ્રશાસન મંડી નથી બનાવતું તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે.
Apr 25, 2019, 9:33 am IST

રોડ શોના રૂટ પર એસપીજી અને પોલીસના સીનિયર અધિકારીઓએ પગપાળા રિહર્સલ કરી.
Apr 25, 2019, 9:33 am IST

પીએમ મોદી શુક્રવારે વારાણસીથી દાખલ કરશે પોતાનું નામાંકન, ભાજપના દિગ્ગજ નેતાઓનો વારાણસીમાં જમાવડો.
Apr 25, 2019, 9:32 am IST

મોદી અહીં 7 વાગ્યો થનાર પ્રસિદ્ધ ગંગા આરતીમાં સામેલ થશે.
Apr 25, 2019, 9:32 am IST

પંડિત મદન મોહન માલવીયાની પ્રતિમા સ્થળથી શરૂ થશે પીએમ મોદીનો રોડ શો, લંકા, અસ્સી સોનારપુરા, મદનપુરા, ગોદૌલિયાથી પસાર થતા દશાશ્વમેઘ ઘાટ પર જઈ ખતમ થશે આ રોડ શો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X