રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને અનિલ અંબાણીના ચોકીદાર ગણાવ્યા
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ અહીં કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં મોદી સરકારની નીતિઓ ગરીબ વિરોધી અને મોટા કારોબારીના પક્ષમાં જણાવી. રાહુલ ગાંધીએ પીએમ મોદીના "મેં ભી ચોકીદાર" કેમ્પેઇન વિશે કહ્યું કે ચોકીદાર તો છો પરંતુ કોના છો તે પણ જણાવો.
અમેઠી પછી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીને વાયનાડમાં પણ ટક્કર આપશે?

અંબાણીના ચોકીદાર છે મોદી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મંગળવારે રાજસ્થાનમાં છે. અહીં તેઓ આવનારી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના પક્ષમાં રેલીઓ કરી રહ્યા છે. શ્રીગંગાનગરમાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે પીએમ મોદી કહે છે તેઓ ચોકીદાર છે, પરંતુ કોના? અમે ક્યારેય કોઈ ખેડૂત અને ગરીબના ઘરે કોઈ ચોકીદાર નથી જોયો. ચોકીદાર તો અનિલ અંબાણીના ઘરની સામે જોવા મળે છે. નરેન્દ્ર મોદી સામાન્ય લોકોના નહીં પરંતુ નીરવ મોદી અને અનિલ અંબાણીના ચોકીદાર છે.

ગરીબોના ખાતામાં પૈસા જમા કરીશુ
રાહુલ ગાંધીએ સત્તામાં આવ્યા પછી ગરીબોને ન્યુનતમ આવક સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે ગરીબ લોકોના પૈસા મોટા ઉદ્યોગપતિઓને આપ્યા, અમે ગરીબોના ખાતામાં પૈસા જમા કરીશુ. કોંગ્રેસ ઘ્વારા સોમવારે ન્યુનતમ આવક યોજનાનું એલાન કરવામાં આવ્યું છે, જેના હેઠળ સૌથી ગરીબ 20 ટકા પરિવારોને વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે.

રાજસ્થાનમાં બે તબક્કામાં ચૂંટણી
રાજસ્થાનની 25 લોકસભા સીટો માટે પહેલા તબક્કામાં 29 એપ્રિલે 13 લોકસભા સીટો અને 6 મેં દરમિયાન 12 લોકસભા સીટો પર મતદાન થશે. વર્ષ 2014 દરમિયાન અહીંની બધી જ 25 સીટો પર ભાજપને જીત મળી હતી .આ ચૂંટણીમાં કોંગ્રેસ કમબેક કરવાની રાહ જોઈ રહી છે. રાજ્યમાં હજુ પણ કોંગ્રેસની સરકાર છે, તેવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે સારું પ્રદર્શન કરવાની આશા છે.