Lok sabha elections 2019, 2nd Phase: રજનીકાંત, શિંદે, સીતારમણે આપ્યા મત, જુઓ ફોટા
આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 12 રાજ્યોની 95 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. બીજા તબક્કામાં તમિલનાડુની 38, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, ઉત્તરપ્રદેશની 8, અસમ, બિહાર અને ઓડિશાની 5-5, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળની 3-3, જમ્મુ કાશ્મીરની 2 અને મણિપુર અને પુડુચેરીની એક-એક સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ સાથે જ ઓડિશાની 35 વિધાનસભા સીટો પર પણ મતદાન ચાલી રહ્યુ છે.
|
પી ચિદમ્બરમે પોતાનો મત આપ્યો
સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. મતદાન માટે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે દિગ્ગજોએ મતદાન કરીને પોતાના દિવસની શરૂઆત કરી છે. ગુરુવારે તમિલનાડુની શિવગંગા લોકસભા સીટ પર પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે પોતાનો મત આપ્યો. આ સીટથી તેમના પુત્ર કાર્તિ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. વળી, અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતે ચેન્નઈ લોકસભા સીટ પર પોતાનો મત આપીને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી.
|
સુપર સ્ટાર રજનીકાંતે આપ્યો મત
આટલુ જ નહિ મહારાષ્ટ્રની સોલાપુર લોકસભા સીટ પર પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પોતાનો મત આપ્યો તો વળી, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે બેંગલુરુ સાઉથ સંસદીય ક્ષેત્રમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બીજા તબક્કાના મતદાન માટે 19 માર્ચે જાહેર કરાયેલી અધિસૂચના અનુસાર 13 રાજ્યોની 97 સીટો પર મતદાન થવાનુ હતુ પરંતુ હાલમાં જ કમિશન દ્વારા ત્રિપુરાની પૂર્વી ત્રિપુરા અને તમિલનાડુની વેલ્લોર સીટ પર મતદાન સ્થગિત કરાવાના કારણે આજે 12 રાજ્યોની 95 સીટો પર મતદાન થઈ રહ્યુ છે.
|
મતગણતરી 23 મેના રોજ થશે
લોકસભાની 543 સીટો માટે સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે થયેલી ચૂંટણીમાં 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થઈ ચૂક્યુ છે. મતગણતરી 23મેના રોજ થશે.
|
મતદાન માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત
મતદાન માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં થનારા મતદાન માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મતદારોમાં જાગૃકતા વધારવાના હેતુથી ઘણા પોલિંગ બુથોને સજાવવામાં આવ્યા છે જેથી મતદારો વધુને વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ ટ્વીટ કરી યુવાઓને મતદાન કરવાની અપીલ કરી