• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિહાર મહાગઠબંધનમાં તિરાડ, કોંગ્રેસમાં જઈ શકે છે RJDના 3 પૂર્વ નેતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીને લઈ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને માયાવતીના મહાગઠબંધનના એલાન બાદ હવે હવે સૌની નજર બિહારમાં બનનાર મહાગઠબંધન પર છે. જો કે હાલ જેવી રીતે અહેવાલો સામે આવી રહ્યા છે, તે મુજબ ગઠબંધન બનતા પહેલા જ ગઠબંધનમાં તિરાડ પડતી જોવા મળી રહી છે. સીટ શેરિંગને લઈ કોંગ્રેસ અને આરજેડી વચ્ચે પેંચ લડ્યા હોવાના અહેવાલ બાદ હવે વધુ એક મુદ્દા પર લાલુ પ્રસાદ યાદવની પાર્ટીએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ દિગ્ગજ નેતા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થવાની તૈયારીમાં છે, જેને પગલે આરજેડીએ કોંગ્રેસ આલાકમાન સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

કોણ છે એ ત્રણ નેતા

કોણ છે એ ત્રણ નેતા

હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ સીટ વહેંચણીને લઈ પહેલેથી ચાલી રહેલ રસાકશી વચ્ચે હવે આરજેડીએ પોતાના પૂર્વ નેતાઓ કોંગ્રેસમાં સામેલ થયા હોવાના અહેવાલને લઈ પાર્ટી સમક્ષ નારાજગી જાહેર કરી છે. આરજેડીના એક નેતાએ જણાવ્યું કે તેમની પાર્ટી એવા અહેવાલોને લઈને નારાજ છે, જેમાં પપ્પૂ યાદવ, લવલી આનંદ અને અનંત સિંહ કોંગ્રેસમાં સામેલ થયા અને લોકસભા ચૂંટણીમાં ત્રણેયને ટિકિટ આપવાની આવનાર હોવાની વાત થઈ રહી છે. આરજેડી નેતા મુજબ તેમની પાર્ટીએ કોંગ્રેસ નેતૃત્વને સમજી આ દાગી નેતાઓને પગલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

કોંગ્રેસને ભારે પડી શકે RJDની નારાજગી

કોંગ્રેસને ભારે પડી શકે RJDની નારાજગી

જણાવી દઈએ કે આરજેડીએ આ મુદ્દા પર એવા સમયે પોતાની નારાજગી વ્યક્ત કરી છે, જ્યારે મહાગઠબંધનમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તરફથી બંને દળો વચ્ચે બરાબર સીટ વહેંચણીની માંગ ઉઠી રહી છે. યૂપી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ બાદ 40 લોકસભા સીટવાળું બિહાર ચોથું મોટું રાજ્ય છે, જ્યાં કેન્દ્રની ભાજપ સરકારને સત્તામાંથી હટાવવા માટે વિપક્ષ એકજુટ થાની કોશિશમાં લાગ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બિહારની કુલ 40માંથી 22 સીટ પર જીત હાંસલ કરી કેન્દ્રની સત્તામાં વાપસી કરી હતી.

સીટને લઈને મુંઝવણ

સીટને લઈને મુંઝવણ

ઉલ્લેખનીય છે કે હિંદી પટ્ટીના ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાજેતરમાં જ સત્તામાં વાપસી બાદ કોંગ્રેસ હવે બિહા અને ઉત્તર પ્રદેશમાં ખુદને ફરીથી મજબૂત કરવા મથી રહી છે. ત્રણેય રાજ્યોમાં જીત બાદ જ કોંગ્રેસ મહાગઠબંધનમાં આરજેડીના બરાબર સીટ આપવાની માંગ પણ કરી હી છે. જો કે યૂપીમાં બનેલ મહાગઠબંધનમાં અખિલેશ યાદવ અને માયાવતીએ કોંગ્રેસને સામેલ નથી કર્યા. સૂત્ો મુજબ બિહારમાં આરજેડી પણ કોંગ્રેસની વધુ સીટોની માગણીનો સ્વીકાર કરવામાં પક્ષમાં નથી જણાઈ રહ્યું.

અખિલેશ-માયાવતીને મળ્યા તેજસ્વી

અખિલેશ-માયાવતીને મળ્યા તેજસ્વી

બિહાર કોંગ્રેસના એક મોટા નેતાએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, આરજેડી નેતા તેજસ્વી યાદવની આ મહિને બસપા પ્રમુખ માયાવતી અને સપા નેતા અખિલેશ યાદવ સાથે યૂપીના લખનઉમાં થયેલ મુલાકાતને પણ બંને સહયોગી દળોની વચ્ચે વધી રહેલા તણાવ તરીકે જોવામાં આવી રહી છે. તેમણે સપા-બસપા મહાગઠબંધનને સમર્થન આપી માત્ર આ સંદેશ આપવાની કોશિશ કરી છે કે કોંગ્રેસે બિહારમાં વધુ સીટની અપેક્ષા ન રાખવી જોઈએ. બંને પાર્ટી વચ્ચેની ગુંચવણ ઉકેલવા માટે સોમવારે બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલે સોમવારે તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી.

વિવાદ ઉકેલવા મથી રહી છે કોંગ્રેસ

વિવાદ ઉકેલવા મથી રહી છે કોંગ્રેસ

મુલાકાત બાદ શક્તિસિંહ ગોહિલે આરજેડી સાથે તણાવના અહેવાલોને ફગાવતા જોર આપીને કહ્યું કે, 'બિહારમાં કોંગ્રેસ આરજેડી પાસેથી સલાહ લીધા બાદ ત્રણેય નેતાઓ વિશે ફેસલો લેશે. કોઈપણ સંગઠનમાં અમુક સિદ્ધાંતો હોય છે. અમે અમારા સાથે સાથે ચર્ચા કરીશું અને ત્યાર બાદ જ કોઈ અંતિમ ફેસલો લેશું. જ્યારે પણ કોઈ મુદ્દા પર ફેસલો લેવાનો હશે ત્યારે અમે અમારા સહયોગી સંગઠન સાથે ચર્ચા કરીને જ જે-તે બાબતનો ફેસલો લેશું. મહાગઠબંધનના તમામ દળોની વચ્ચે સારી વાતચીત છે. ગઠબંધનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી. અમે ગઠબંધનમાં બિહારની બધી સીટ પર ચૂંટણી લડીશું. અમારું ફોકસ મહાગઠબંધનને બિહારની વધુમાં વધુ સીટ જીતવવા પર છે.'

પ્રિયંકા ગાંધીની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી, મહાસચિવનું પદ અપાયુંપ્રિયંકા ગાંધીની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી, મહાસચિવનું પદ અપાયું

English summary
Lok Sabha Elections 2019: RJD Convey Its Displeasure Over Three Former Leaders May Join Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X