એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનાર સામ પિત્રોડાને કોંગ્રેસે આપી મોટી જવાબદારી
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ તરફથી સામ પિત્રોડા ચૂંટણી પ્રચારની મોનિટરીંગ કમિટીના પ્રમુખ હશે. આ ઉપરાંત આ કમિટીમાં કોંગ્રેસના ઘણા નેતા જેવા કે પવન ખેડા, રોહલ ગુપ્તા, પ્રવીણ ચક્રવર્તી, પ્રિયંકા ચતુર્વેદી, દિવ્યા સ્પંદના અને મનીષ ચતરાને પણ શામેલ કરવામાં આવ્યા છે. કમિટીના સભ્ય લોકસભા ચૂંટણી પ્રચારનું મોનિટરીંગ કરશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ પ્રચાર માટે એડ એજન્સી પણ હાયર કરી લીધી છે.
તમને જણાવી દઈએકે હાલમાં જ સામ પિત્રોડાએ પુલવામાં હુમલા પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, 'મને પુલવામા હુમલા વિશે વધુ જાણ નથી પરંતુ આવા હુમલા થતા રહે છે, મુંબઈની તાજ હોટલ અને ઓબેરૉય હોટલમાં પણ હુમલા થયા. અમે પણ એ વખતે પ્રતિક્રિયા આપી શકતા હતા અને પોતાના વિમાન મોકલી શકતાહતા પરંતુ આ રીતે કરવાનું યોગ્ય ન ગણાતુ. તેમણે મુંબઈના 26/11 હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આઠ લોકો આવે છે અ કંઈ કરે તો તેના માટે તમે સમગ્ર દેશ (પાકિસ્તાન) ને દોષી ન ગણી શકો.' પિત્રોડાના આ નિવેદન બાદ સત્તાધારી પાર્ટી ભાજપે ખૂબ નિશાન સાધ્યુ હતુ.
ત્યારબાદ શનિવારે સામ પિત્રોડાએ શનિવારે કહ્યુ કે તેમણે સેનાના જવાનો કે પછી સુરક્ષા બળો માટે કંઈ પણ અપમાનજનક નથી કહ્યુ. આ સાથે તેમણે પોતાની ટિપ્પણી પર પીએ મોદી અને સરકારના અન્ય મોટા લોકોના દાવાને ખોટો ગણાવ્યો છે. સામ પિત્રોડાએ કહ્યુ કે તેમની ટિપ્પણીઓની જે 40 મિનિટની ટેપે તોફાન ઉભુ કર્યુ છે તેને દરેક જણ સાંભળી શકે છે. તે દરેકના માટે ઉપલબ્ધ છે અને જો કોઈ તેમાંથી એવુ કંઈ કાઢી દે જે આપણા જવાનો કે આપણી સેના માટે ક્યાંયથી અપમાનજનક છે તો હું માફી માંગવા માટે તૈયાર છુ. અન્યથા પીએમ મોદી સહિત અમિત શાહ અને જેટલીને એક સાર્વજનિક મંચ પર ચર્ચા કરવાનો પડકાર ફેકુ છુ.
આ પણ વાંચોઃ ભાજપે જાહેર કરેલી 40 સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બે મોટા નેતાઓના નામ ગાયબ