
Video:: શત્રુઘઅન સિન્હાએ કોંગ્રેસને ગણાવી ઝીણાની પાર્ટી, કહ્યું- આઝાદીમાં તેમનું પણ યોગદાન
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજનૈતિક દળો પૂરી તાકાત સાથે લાગી ગયા છે. ત્રણ તબક્કામાં ચૂંટણી બાદ બાકીના તબક્કાઓ માટે રાજનૈતિક દળોએ પ્રચાર અભિયાન તેજ કરી દીધું છે. કોંગ્રેસે ટિકિટ પર બિહારના પટના સાહિબથી ચૂંટણી લડી રહેલ શત્રુઘ્ન સિન્હા પણ પાર્ટી માટે પ્રચાર કરવા મધ્ય પ્રદેશના છિંદવાડા પહોંચ્યા હતા. શત્રુઘઅન સિન્હાએ અહીં એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસને મોહમ્મદ અલી ઝીણાની પાર્ટી ગણાવી.

શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસને ગણાવી ઝીણાની પાર્ટી
શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, 'સરદાર પટેલથી લઈ મહાત્મા ગાંધી સુધી મહાત્મા ગાંધીથી લઈ જવાહરલાલ નેહરૂ, મોહમ્મદ અલી ઝીણા સધી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી સુધી આ પાર્ટી છે. દેશના વિકાસ અને સ્વતંત્રતામાં તેમની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ જ કારણે હું અહીં આવ્યો છું. જો પહેલી અને છેલ્લીવાર કોંગ્રેસમાં આવી ગયો હોવ તો પરત ફરીને જવા માટે નથી આવ્યો.'
|
ઝીણાને લઈ પહેલા પણ થયો હતો વિવાદ
આ દરમિયાન મંચ પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર હતા. છિંદવાડાથી આ વખતે સીએમ કમલનાથના દીકરા નકુલનાથ ચૂંટણી મેદાનમાં છે. શત્રુઘ્ન સિન્હાએ ઈશારા-ઈશારામાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, કંઈક તો મજબૂરી રહી હશે, એમ જ કોઈ બેવફા ન થાય. ઝીણાને લઈ આપેલ નિવેદન પર રાજકારણ ગરમાય શકે છે. જણાવી દઈએ કે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીરને લઈ ભારે હંગામો થયો હતો. ભાજપે આના પર વાંધો ઉઠાવ્યો હતો જ્યારે આરએસએસ અને વિહિપ જેવા સંગઠનોએ પણ કહ્યું હતું કે દેશના ભાગલા કરાવનાર ઝીણાની તસવીર અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં ન હોવી જોઈએ.

છિંદવાડાની રેલીમાં શત્રુઘ્ન સિન્હાએ ઝીણાના વખાણ કર્યાં
લાંબા સમય સુધી અણબન બાદ શત્રુઘ્ન સિન્હાએ ભાજપનો સાથ છોડી દીધો હતો અને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. સિન્હા પટના સાહિબથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે જ્યારે તેમની સામે ભાજપે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ઉતાર્યા છે. અગાઉ આ સીટથી સિન્હા જ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
રોહિત શેખર મર્ડર કેસઃ રાજકારણમાં પદ અને સંતાનની ઈચ્છાએ અપૂર્વાને બનાવી ખૂની!