• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીએમ મોદીના ‘તમારી પત્ની મારા પર ગુસ્સો કાઢે છે' વાળા નિવેદન પર ટ્વિંકલનો જવાબ

|

ટ્વિંકલ ખન્નાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિનેતા અક્ષય કુમાર સાથે ઈન્ટરવ્યુમાં 'ટ્વિંકલ મારા પર ગુસ્સો કાઢે છે' કહેવા પર જવાબ આપ્યો છે. ટ્વિંકલે આના પર કહ્યુ છે કે ચલો કમસે કમ પ્રધાનમંત્રી મારા ટ્વિટરને જુએ છે, મારા કામને વાંચે તો છે. અક્ષય કુમાર સાથે વાતચીતમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે સોશિયલ મીડિયા પર હું જોઉ છુ કે તમારી પત્ની ટ્વિંકલ ખન્ના મારા વિરોધમાં ઘણો ગુસ્સો કાઢે છે.

આ પણ વાંચોઃ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાતઆ પણ વાંચોઃ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત

ટ્વિંકલે આપ્યો આ જવાબ

ટ્વિંકલે આપ્યો આ જવાબ

અક્ષય કુમારે નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો કે તમે સોશિયલ મીડિયાને કેટલો સમય આપો છો. આના પર મોદીએ કહ્યુ, ‘હું સોશિયલ મીડિયા જરૂર જોઉ છુ એનાથી મને બહાર શું ચાલી રહ્યુ છે તેની માહિતી મળે છે. હું તમારુ પણ અને ટ્વિંકલ ખન્નાનું પણ ટ્વિટર જોઉ છુ અને જે રીતે મારા પર ગુસ્સો કાઢે છે તો હું સમજુ છુ કે આનાથી તમારા પરિવારમાં બહુ શાંતિ રહેતી હશે. તેમનો બધો ગુસ્સો મારા પર નીકળી જતો હશે એટલે તમને આરામ રહેતો હશે, તો એ રીતે હું તમારા કામમાં આવ્યો છુ.' મોદીના જવાબમાં ટ્વિંકલે ટ્વીટ કરીને કહ્યુ, ‘મારી પાસે આને જોવા માટે એક પોઝિટિવ રીત છે.'

ઓબામા પૂછે છે ઉંઘ વધારી કે નહિઃ મોદી

ઓબામા પૂછે છે ઉંઘ વધારી કે નહિઃ મોદી

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ન્યૂઝ એજન્સી એએનઆઈ માટે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો છે. આમાં તેમણે ટ્વિંકલ વિશે નિવેદન આપ્યુ છે. અક્ષય કુમારે મોદીને પૂછ્યુ કે તમે 3 કે 4 કલાક જ સૂઓ છો? એટલે કે સાત કલાક સૂવુ સામાન્યતઃ એક શરીર જોઈએ જ જોઈએ. આના પર મોદી કહે છે, રાષ્ટ્રપતિ ઓબામા મને મળ્યા તો તેમનો પણ પહેલો સવાલ ઉંઘ વિશે જ હતો... મોદીજી કેમ આવુ કરો છો? મોદીએ કહ્યુ અમે બંને સારા મિત્રો છીએ.. હવે તે જ્યારે પણ મને મળે છે તો એ જ પૂછે છે કે તમે મારી વાત માની કે નહિ.. ઉંઘ વધારી કે નહિ?

મા વિશેના સવાલો પર મોદી

મા વિશેના સવાલો પર મોદી

મા સાથે રહેવાના સવાલ પર પીએમ મોદીએ કહ્યુ કે હું નાની ઉંમરમાં બધુ છોડી ચૂક્યો છુ. મારી મા મને કહે છે કે તુ કેમ મારી પાછળ સમય બરબાદ કરે છે, તારે તો જીવનમાં ઘણુ બધુ કરવાનું છે, મારી પાછળ સમય બરબાદ ના કર. મોદીએ કહ્યુ કે માને જ્યારે પણ મળુ છુ સવા રૂપિયો હાથમાં રાખે છે, તે આજે પણ મને પૈસા આપે છે.

English summary
lok sabha elections 2019 Twinkle Khanna on narendra Modi interview akshay kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X