સસ્તા અનાજ બાદ હવે જમીન સંપાદન બિલ લોકસભામાં પાસ
નવી દિલ્હી, 30 ઑગસ્ટઃ પહેલા ખાદ્ય સુરક્ષા બિલ અને હવે ભૂમિ અધિગ્રહણ બિલ. વિપક્ષના હંગામા વચ્ચે યુપીએ સરકારે લોકસભામાં તને પસાર કરી દીધું. રાહુલના નવરત્નોમાના એક મનાતા જયરામ રમેશે જમીન સંપાદન બિલને લોકસભામાં રજૂ કર્યું. લોકસભાએ આ બિલ પર પોતાની મહોર લગાવી દીધી.
વિપક્ષના સહયોગ બાદ ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજ સહિત અનેક નેતાઓનો આભાર માન્યો, પરંતુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ ભૂલી ગયા. મુખ્યરીતે આ બિલ રાહુલ ગાંધીનું સ્વપ્ન હતું, પરંતુ જયરામ રમશે, રાહુલનું બિલ પાસ થયા બાદ તેમનું નામ લેવાનું જ ભૂલી ગયા.
લોકસભામાં પ્રસ્તાવ પર થયેલા મતદાન દરમિયાન ઉપસ્થિત 235 સભ્યોમાંથી 216 સભ્યોએ પક્ષમાં અને 19એ તેના વિરોધમાં મતદાન કર્યું. જ્યાં કોંગ્રેસે તેને ઐતિહાસિક ગણાવ્યો તો અનેક પાર્ટીઓએ ઉર્વર જમીનના બદલે બેકાર અથવા તો વેરાન જમીનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.